Book Title: Vyutpatti Dipikabhidhan Dhundikaya Samarthitam Siddha Hem Prakrit Vyakaranam Part 01
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ સંપાદકીય નિવેદન.... - સંપાદન પદ્ધતિ.... ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહે માલવાધિપતિ ભોજરાજાની ધર્મમયી ધારાનગરી પર વિજયપતાકા ફરકાવી ધારાનગરીની સમગ્ર ઋદ્ધિ સાથે સમૃદ્ધ જ્ઞાનભંડાર પણ પાટણ લાવી ગ્રંથોનું અવલોકન કરતાં કરતાં રાજા ભોજે રચેલું ભોજવ્યાકરણ જોયું પણ ગૂર્જરદેશનું એક પણ વ્યાકરણ નહી જોવાથી બાહ્ય ઋદ્ધિ સમૃદ્ધિથી સમૃદ્ધ ગૂર્જરદેશને વિદ્યાસમૃદ્ધ બનાવવા સમૃદ્ધ વ્યાકરણની રચના કરવા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યને વિનંતી કરી. ગૂર્જરેશ્વરની વિનંતીથી હેમચન્દ્રાચાર્યે એક જ વરસમાં સવાલાખ શ્લોક પ્રમાણ, પંચાંગી, અષ્ટાધ્યાયી, ગૂર્જરેશ્વર અને ગ્રંથસર્જકના નામથી યુક્ત સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનવ્યાકરણની રચના કરી હતી. સાત અધ્યાયના અઠ્ઠાવીશ પાદમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની, આઠમાં અધ્યાયના ચાર પાદમાં પ્રાકૃત ભાષાના વ્યાકરણની રચના કરી હતી. પ્રત્યેક પાકને અંતે મૂળરાજથી સિદ્ધરાજ સુધીના રાજાઓના રાજ્યવૈભવને - યશોગાનને વર્ણવતાં, અલંકારિક શબ્દોમાં, કાવ્યતત્ત્વોથી ભરપૂર ૩૨ શ્લોકો તથા પ્રશસ્તિના ત્રણ શ્લોકોની રચના પણ આચાર્યશ્રીએ જ કરી હતી. પ્રાકતવ્યાકરણના ચાર પાદના ઉદાહરણ-પ્રત્યુદાહરણ-શ્લોક-ગદ્ય-પદ્ય પાઠોમાં ચતુર્વિશતિસ્તવ-શ્રુતસ્તવાદિ આવશ્યક ક્રિયાનાં સૂત્રોનો, વૈરાગ્યશતક-સંબોધપ્રકરણાદિ પ્રકીર્ણક સૂત્રોનો, આવશ્યકનિયુક્તિ- આવશ્યકચૂર્ણિદશવૈકાલિક- ઉત્તરાધ્યયનાદિ આગમિક ગ્રંથોનો, સુરસુંદરીચરિયું- પઉમચરિયાદિ ચરિત્રાત્મકગ્રંથોનો, ધ્વન્યાલોકવજન્જાલગ્ન- શૃંગારપ્રકાશ- કાવ્યપ્રકાશાદિ કાવ્યાત્મકગ્રંથોનો, વેણીસંહાર- મુદ્રારાક્ષસ- અભિજ્ઞાનશાકુન્તલાદિ નાટકીયગ્રંથોનો સુચારૂ ઉપયોગ કર્યો છે. પંન્યાસ વજસેનવિજયજી મ., મિશેલ, ડૉ. વેબર,ડૉ. કુલકર્ણી, ડૉ. હરિવલ્લભ ભાયાણી આદિ વિદ્વાનોએ કતિષય ઉદાહરણ-પ્રત્યુદાહરણ-શ્લોકોના મૂળ સ્રોતો શોધી સ્વકીય ગ્રંથોમાં પ્રાપ્ત ગ્રંથોના નામોનો ઉલ્લેખ કર્યો છે. “સિદ્ધહેમશબ્દાનુશાસન પ્રાકૃત અધ્યાયનાં ઉદાહણોના મૂળ સ્રોત' શીર્ષકવાળો ડો. હરિવલ્લભ ભાયાણીએ લખેલ વિસ્તૃત લેખ “અનુસંધાન-અંક ૨' પ્રકાશિત થયો છે. તે સિવાય ગ્રંથસંપાદન દરમિયાન સપ્તશતક, ગાહાકોશ, ગાહારયણકોશાદિ ગ્રંથોને પુનઃ પુનઃ અવલોકતાં અનેક ઉદાહરણ-પ્રત્યુદાહરણાદિના મૂળ સ્રોતો પ્રાપ્ત થયા છે. સિ. હે. શબ્દાનુશાસનની રચના પછી પણ અનેક ગુરૂભગવંતોએ- વૈયાકરણીઓએ સિ. હે. શબ્દાનુશાસન પર લઘુ-બૃહદ્ ગ્રંથોની રચના કરી હતી. તેમાં પંદરમાં સૈકામાં વૃદ્ધતપાગચ્છના શ્રીલબ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રીસૌભાગ્યસાગરસૂરિના શિષ્ય ઉદયસૌભાગ્યગણિવરે વ્યુત્પત્તિપ્રકાશિકા- વ્યુત્પત્તિદીપિકા નામની હૈમપ્રાકૃત

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 442