Book Title: Vyutpatti Dipikabhidhan Dhundikaya Samarthitam Siddha Hem Prakrit Vyakaranam Part 01
Author(s): Vimalkirtivijay
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ VII પરંતુ આ વૃત્તિના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીને તે તે ઉદા. પ્રત્યુ.ની રુપપ્રક્રિયા કે સાધનિકા સમજવામાં થોડીક મુશ્કેલીઓ અવશ્ય પડી શકે. પ્રાકૃત શબ્દને સંસ્કૃતમાંથી કઈ રીતે વ્યુત્પાદિત કરવો ?, એક જ ઠેકાણે બે વિભિન્ન નિયમો એકસાથે લાગુ પડતા હોય તો પ્રાધાન્ય કોને આપવું ?, નિયમો લગાડવાનો ક્રમ કયો ? કોઈ ઠેકાણે કોઈ સૂત્ર લાગુ પડે કે ન પડે તેમાં નિયામક કોણ ? વગેરે વગેરે. સદ્ભાગ્યે આ સમસ્યાઓનું સમાધાન કરી આપતા અને પ્રયોગોની રુપસિદ્ધિ દર્શાવતા ઘણા ગ્રંથો રચાયા છે. આ ગ્રંથો સિદ્ધહેમપ્રાકૃતવ્યાકરણના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને ઘણી સહાય પૂરી પાડે છે. - રૂપપ્રક્રિયા-દર્શક ઉપલબ્ધ ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ કલિકાલસર્વજ્ઞશ્રીના અનુકાલીન અને વસ્તુપાલ મંત્રીશ્વરના માતૃપક્ષે ગુરુભગવંત એવા મલધારી શ્રીનરચંદ્રસૂરિજીનો (કાળધર્મ સં. ૧૨૮૭) છે. તેઓએ આને ‘પ્રાકૃતપ્રબોધ’ એવું અભિધાન આપેલું છે.* આ ગ્રંથમાં વૃત્તિગત તમામ પ્રયોગોની વ્યુત્પત્તિ નથી દર્શાવાઈ. પણ મહત્ત્વપૂર્ણ પ્રયોગો પર જ નોંધ કરાઈ છે. તેમાં પણ અતઃ મેર્કો: કે વસ્તીને સ્વરાન્ સે જેવાં વારંવાર પ્રયોજાતાં સૂત્રો પણ દર વખતે નથી નોંધાયાં. આના લીધે ગ્રંથનું કદ અપેક્ષાકૃત ઘણું નાનું રહી શક્યું છે. અને તેમ છતાં ગોઠવણી એટલી વ્યવસ્થિત છે કે સમગ્ર ગ્રંથનું અવલોકન કરી લઈએ તો આપોઆપ કોઈપણ પ્રાકૃત પ્રયોગની વ્યુત્પત્તિ ક૨વા માટે સક્ષમ બની શકાય. થોડાક સમય બાદ આ પ્રાકૃત પ્રબોધમાં જ થોડુકં ઉમેરણ કરીને ‘પ્રાકૃતદીપિકા’ તૈયાર થઈ. અને પછી તો આવા પ્રક્રિયાદર્શક ગ્રંથો રચવાની પરંપરા ચાલી. આ પરંપરાનો જ એક મુકામ એટલે પ્રસ્તુત ઢુંઢિકા-ટીકા. જેને કર્તાએ ‘વ્યુત્પત્તિદીપિકા’ તરીકે ઓળખાવી છે. હૂંઢિકા-પ્રકારની ટીકામાં વૃત્તિગત તમામ ઉદા.- પ્રત્યુ.ની સાધનિકા તો દર્શાવાય જ છે. સાથે સૂત્રગત શબ્દોની પણ છણાવટ થાય છે, સૂત્ર સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ વાતો પણ નોંધાય છે. વળી, પ્રાયઃ ક્યાંય પણ કોઈ સૂત્રનો નિર્દેશ કર્યા વગર અતિદેશ કરી દેવાનું વલણ હોતું નથી. એટલે આ પ્રકારના ગ્રંથો સ્વાભાવિક રીતે જ મહાકાય બનતા હોય છે. પ્રાકૃત વ્યાકરણની કુંઢિકા પણ આમાં અપવાદભૂત નથી. પ્રસ્તુત કૃતિની રચના સાથે સંકળાયેલી વ્યક્તિઓ વિશે થોડીક વાતો જોઈ લઈએ. આના રચનાકાર ઉદયસૌભાગ્ય એક ઉલ્લેખ પ્રમાણે હૃદયસૌભાગ્ય) નામના મુનિ છે. તેઓ વૃદ્ધતપાગચ્છના શ્રીલબ્ધિસાગરસૂરિના શિષ્ય શ્રીસૌભાગ્યસાગરસૂરિના શિષ્ય છે. તેઓએ તપાગચ્છની લઘુ પોષાળ શાખાના શ્રીહર્ષકુલગણિ પાસે સિદ્ધહેમપ્રાકૃતવ્યાકરણનું અધ્યયન કર્યું હતું અને સર્વ પ્રયોગોની વ્યુત્પત્તિનું રહસ્ય પ્રાપ્ત કર્યું હતું તેમ તેઓએ સ્વયં ગ્રંથના અંતે પ્રશસ્તિમાં નોંધ્યું છે. આ હર્ષકુલગણિનું જૈન વિદ્યાક્ષેત્રે ઘણું મોટું પ્રદાન છે. તેઓએ સં. ૧૫૫૭માં લાસમાં વસુદેવચોપાઈ, સં. ૧૫૮૩માં સૂત્રકૃતાંગદીપિકા, ત્રિભંગીસૂત્ર વગેરે ગ્રંથો રચ્યા છે. પૌમિકગચ્છના વિદ્યારત્ન મુનિએ રચેલા કૂર્મપુત્રચરિતનું સં. ૧૫૬૭માં તેઓએ સંશોધન કરી આપ્યું હતું. તેઓએ રચેલા ત્રિભંગી સૂત્રની તપગચ્છપતિ શ્રીઆનંદવિમલસૂરિજીના શિષ્ય શ્રીવિજયવિમલગણિએ (એક ઉલ્લેખ પ્રમાણો વિજયવિમલના શિષ્ય આનંદવિજયજીએ) રચેલી વૃત્તિમાં હર્ષકુલ ગણિને ‘શતાર્થી‘નું બિરૂદ હતું તેમ જણાવાયું છે. મતલબ કે તેઓએ એક શ્લોકના સો અર્થો કરી શકવાની વિદ્વત્તા સંપાદિત કરી હતી. આ હર્ષકુલગણિતપગચ્છપતિ શ્રીહેમવિમલસૂરિજીના શિષ્ય હતા. * પ્રાકૃતપ્રવોધ:, સં. - સાધ્વી શ્રીદીપ્તિપ્રશાશ્રીજી, પ્ર.- શ્રી હેમચન્દ્રાચાર્ય ટ્રસ્ટ- અમદાવાદ, સં. ૨૦૬૮

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 442