Book Title: Vyutpatti Dipikabhidhan Dhundikaya Samarthitam Siddha Hem Prakrit Vyakaranam Part 01 Author(s): Vimalkirtivijay Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 9
________________ VIII ઉદયસૌભાગ્યગણિએ પ્રસ્તુત વ્યુત્પત્તિદીપિકા (ટુંઢિકા)ની રચના સુલતાન બહાદુરશાહના રાજયમાં (સં. ૧૫૮૧-૯૨) સં. ૧૫૯૧માં સ્તંભતીર્થ (-ખંભાત)માં રહીને કરી છે. તેઓએ આની જે પ્રશસ્તિ રચી છે તેના છઠ્ઠા શ્લોકની ત્રીજી પંક્તિમાં તેઓએ પોતાનું નામાચરણ કર્યું છે. તેમાં અક્ષરો આમ વંચાય છે : “સુધી હૃદયસૌભાગ્ય:' આના આધારે કર્તાનું નામ હૃદયસૌભાગ્ય કલ્પાયું છે. પણ “સુદ્ધી' ને સુધી:' એમ સુધારીએ તો, વિસર્ગના અદર્શનના આધારે સુધીરુણૌમા: એમ પાઠ કલ્પી શકાય અને કર્તાનું નામ “ઉદયસૌભાગ્ય’ સમજી શકાય. જે ચોથા પાકના અંતે મળતી પુષ્પિકા સાથે પણ સુસંગત છે. સિદ્ધહેમશબ્દાનુશાસનના પ્રથમ ૭ અધ્યાયમાં સંસ્કૃતભાષાનું વ્યાકરણ રજૂ થયું છે. આના પર સ્વયં શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતે તત્ત્વપ્રકાશિકા નામની ૧૮,૦૦૦ શ્લોક પ્રમાણ બૃહદવૃત્તિની રચના કરી છે. આ વૃત્તિમાં સમાવિષ્ટ ૩૦,000 કરતાં પણ વધારે ઉદાહરણ-પ્રત્યુદાહરણોની તેમજ શબ્દાનુશાસનગત તમામ સૂત્રોમાં રહેલા મૂળ શબ્દોની સાધનિકો દર્શાવતી એક વૃત્તિની રચના સં. ૧૫૯૧માં સૌભાગ્યસાગર નામના વ્યાકરણ વિશારદ મુનિએ કરી છે. આ વૃત્તિ પણ ‘ટુંઢિકા'ના નામે ઓળખાય છે. વ્યાકરણના અભ્યાસીઓ માટે આ એક મહત્ત્વપૂર્ણ સહાયક સાધન છે. આની સહાયથી વિદ્યાર્થી ઘણી સરળતાપૂર્વક વ્યાકરણમાં ગતિ કરી શકે છે. આ મહાકાય ગ્રંથનું સંપાદન પૂજય ઉપા. શ્રીવિમલકીર્તિવિજયજી ગણિએ સં. ૨૦૪૫માં આરંભ્ય હતું. કાર્ય ગંજાવર અને સંસ્થાકીય શ્રમને બદલે વ્યક્તિગત સ્તરે જ કાર્ય સાધવાનું. હસ્તપ્રત ઉકેલવાથી માંડીને પૂફ જોવા સુધીનાં બધાં જ કામ જાતે કરવાનાં. એટલે સમય તો લાગે જ. લગભગ ૨૫ વર્ષે ૭ ભાગમાં, લગભગ ૨૫૦૦ પાનામાં ગ્રંથ પ્રકટ થઈ શક્યો. આ સંપાદનને મળેલા બહોળા પ્રતિસાદે આ સંપાદન પાછળના પરિશ્રમનું જાણે સાટુવાળી આપ્યું. ઉમળકાથી છલકાતા પ્રતિભાવપત્રો કે આશીર્વાદપત્રોની જ વાત નથી કરતો. પણ જૈન શ્રીસંઘમાં વ્યાકરણના પઠન-પાઠનમાં આ ગ્રંથ એક અનિવાર્ય સાધન તરીકે વપરાતો થયો. ઘણા ઘણા અભ્યાસીઓનો સિદ્ધહેમશબ્દાનુશાસન ભણવાનો ઉત્સાહ આ ગ્રંથની મદદથી વધ્યો છે જે અમારા સૌ માટે આનંદદાયક બીના છે. પાણિનિવ્યાકરણના અભ્યાસીઓને સિદ્ધહેમની ગતિવિધિ સમજવાનું એક મહત્ત્વપૂર્ણ સાધન પણ આ રીતે ઊભું થયું છે. જાણવા મળ્યા પ્રમાણે એક બહેન ‘ઢંઢિકાવૃત્તિનું વ્યાકરણના અભ્યાસમાં પ્રદાન' એવા વિષય પર પી.એચ.ડી. પણ કરી રહ્યા છે. તો સુખ્યાત વિદ્વાન શ્રી હર્ષવદન ત્રિવેદીએ “શબ્દસૃષ્ટિ'ના જૂન, ૨૦૧૬ના અંકમાં ખાસ એક લેખ લખીને આ સંપાદનને બિરદાવ્યું પણ છે. મહત્ત્વની વાત તો એ છે કે આટઆટલા પરિશ્રમ પછી પણ ઉપાધ્યાય શ્રીવિમલકીર્તિવિજયજી થાક્યા નહીં. અને તરત જ પ્રાકૃતટુંઢિકાનું કામ હાથમાં લીધું. અને ઘણા ઘણા પરિશ્રમે એ પણ આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આ પ્રસંગે તેઓના નાના ગુરુભાઈ હોવાના નાતે મને આનંદ હોય તે સ્વાભાવિક જ છે. પૂર્વાચાર્યોનાં આવાં સર્જનો એક સુયોગ્ય વ્યક્તિના હાથે સંપાદિત થઈને સમાજ સુધી પહોંચતાં હોય તે ઘટનાના સાક્ષી થવાનો આનંદ તો કેવો અદકેરો હોય !Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 442