Book Title: Vividh Pushpa Vatika Yane Chaturvinshatyadi Sangraha Author(s): Devchandra Maharaj Publisher: Nenshi Anandji Sha View full book textPage 4
________________ (૩) એ ત્રિવિધ યોગના સ્વરૂપનું સ્પષ્ટીકરણ કરવા માટે પૂર્વ મહર્ષિઓએ પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં અનેક શાસે રચેલા છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે એવા ગહન વિષયને કેટલાએક અર્વાચીન જૈન સાસ્ત્રવિશારદ મુનિઓએ ગુર્જર ભાષામાં સુબદ્ધ કરી વિવિધ પદ્મબંધ રચના કરેલ છે, તે પણ જુદા જુદા રાગોમાં રચેલ છે. સંગીતના મધુર આલ્હાદ સાથે સામાન્ય જનસમાજને આત્મશ્રેય સાધવાની સગવડતા થાય-પ્રભુમય જીવન બનાવી શકાય તેવા શુદ્ધ આદર્શપૂર્વક સ્તવન વિગેરે રચવામાં આવેલ છે. પ્રાકૃત સંસ્કૃત વાડ્મયમાં સ્તુતિ ( સ્તવન ) પદ્ધતિ પ્રાચીન કાળથી સંગઠિત થયેલ છે. સંગીતમય સ્તુતિ કરતાં ચિત્તની એકાગ્રતાકોમલતા સાથે ભકિતરસની જમાવટ થવા પામે છે એ નિર્વિવાદ છે. સંગીતની અસર આબાલગોપાલને જે રીતે થવા પામે છે તેને અનુભવ સર્વને સુવિદિત છે, એ હકીકત સમજાવવાની વિશેષ અગત્ય નજ હેય. એમાં છેવટે દેહાધ્યાસને પણ લય થાય છે. જૈન સાહિત્યરસિક મુનિઓએ સ્તવને, સજઝાયે ભિન્નભિન્ન ઢાળમાં કિંવા રાગરાગણુઓમાં રચીને અખૂટ ફાળે આપેલ છે. તે માટે જેનેતર સાહિત્યપ્રેમીઓ-ઉદાર સાક્ષરોએ મુક્તકઠે પ્રશંસા કરેલ છે. અહીં જે જૈન ગુર્જર સાહિત્યને યત્કિંચિત્ સંગ્રહ કરવામાં આવેલ છે. ( દેવચંદ્રજી કૃત વીશી વગેરેનો ) તેના રચયિતા કવ્યાનુયોગવેત્તા શ્રીમાન દેવચંદ્રજી મહારાજ, અધ્યાત્મપ્રેમી શ્રીમાન આનંદઘનજી મહારાજ, ન્યાયવિશારદ ઉપાધ્યાયત્રી યશોવિજયજી મહારાજ વગેરે મુનિ મહાશયની કૃતિઓને સંગ્રહ છે. એ કૃતિઓમાં જ્ઞાનયોગ, કર્મ અને ભકિતયોગનું બહુ સ્પષ્ટ રીતે વિવેચન કરેલ છે, એ કૃતિઓમાં કવચિત્ જ્ઞાનાગિની મુખ્યતા છે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 184