Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ ૧૭૧ નૈવેદ્યપૂજાવિષે હલીપુરુષની કથા સિંહની ફરતા જેમ હાથીઓ વીંટાઈ વળે તેમ તેઓ તે ખેડૂતને વીંટાઈ વળ્યા. તે વખતે ક્રોધાગ્નિથી પ્રજવલિત થયેલો તે ખેડૂત પ્રજવલિત હળ વડે પ્રહાર કરતો એકાકી રણભૂમિની વચમાં બળભદ્રની જેવો શોભવા લાગ્યો. તે ધીર પુરુષ હળના અગ્રભાગરૂપ તીક્ષ્ણ અંકુશ વડે શત્રુઓના હસ્તીઓના કુંભસ્થળને ભેદવા લાગ્યો, અશ્વોની ઘટા પર પ્રહાર કરવા લાગ્યો અને રથોને ચૂર્ણ કરવા લાગ્યો. તે જોઈને બળના ગર્વથી ઉન્મત્ત એવા સર્વ સુભટો સામે થતાં તેઓને તે ખેડૂત અગ્નિની જવાળાને મૂકતા હળ વડે તાડન કરવા લાગ્યો. આ પ્રમાણે જોઈને ચંડસિંહ પ્રમુખ સર્વે રાજાઓ ચિંતવવા લાગ્યા કે “અહો ! આપણો વિનાશ કરવા માટે આ કોઈ નવો યમરાજ ઉત્પન્ન થયો જણાય છે.” પછી ચંડસિંહ બોલ્યો કે – “આ કોઈ દેવ આપણી ઉપર કોપાયમાન થયો જણાય છે, માટે ચાલો, આપણે સર્વે તેની પાસે જઈ તેને પ્રણામ કરીને શાંત કરીએ.' સર્વ રાજાઓ તેનાં વચનને પ્રમાણ કરી “શરણ આપો, શરણ આપો” એમ બોલતા તે ખેડૂતની પાસે ગયા, અને ભય પામી તેના ચરણયુગમાં પ્રણામ કરીને બોલ્યા કે “હે દેવ ! અમે મોહથી મૂઢ બનીને આપને જે અઘટિત વચનો કહ્યાં છે તે સર્વ ક્ષમા કરો, અમે આપને પ્રણામ કરીએ છીએ.” : હાલિકનું આવું અદ્ભુત ચેષ્ટિત જોઈને કન્યાના માતા પિતા, બંધુ અને સર્વ પરિવાર ઘણો ખુશી થયો. પછી રાજા સૂરસેને કન્યાના વિવાહનો આરંભ ર્યો, અને સવ રાજાઓની સમક્ષ તે ખેડૂત રાજકન્યાને પરણ્યો. પછી સૂરસેનરાજા અપુત્ર હોવાથી સર્વે રાજાઓએ મળીને તેનો રાજય ઉપર અભિષેક કર્યો અને કહ્યું કે-“આજથી તમે અમારા સ્વામી છો.” પછી હલીરાજાએ સર્વ રાજાઓને અભયદાન આપી સર્વનું સન્માન કર્યું, અને તેના સાસરા સૂરસેને પણ તે સર્વ રાજાઓનો સત્કાર કરી સત્વર વિદાયગીરી આપી. પછી પેલા દેવતાએ પ્રગટ થઈને રાજા થયેલા ખેડૂતને કહ્યું કે “અરે ભદ્ર! કેમ હવે તારું દારિદ્ર ગયું? હજુ પણ જે કાંઈ તું માગીશ તે સર્વે હું તને આપીશ.” હાલિક બોલ્યો કે–“જો એમ હોય તો પૂર્વે ક્રોધ વડે તમે જે નગરી ઉજ્જડ કરેલી છે તે મારી નગરી ફરીને તમારા પસાયથી સારી રીતે વસો.” Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218