Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 206
________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા ૧૯૩ જરા પણ દોષ નથી; તારી સહાયથી હું કર્મરૂપ શત્રુને હણીને આવી સંપદાને પામ્યો છું. હે નરવર ! આજે પણ તને ધન્ય છે, કેમકે તું દોષ કરીને પણ તેનો પશ્ચાત્તાપ કરે છે. માટે તું મનમાં ખેદ કરીશ નહીં. પાપનો કરનારો પ્રાણી પણ પશ્ચાત્તાપથી તાપિત શરીરવાળો થવાથી શુદ્ધ થાય છે. જેમ હું પણ પશ્ચાત્તાપ કરવાથી જ પ્રતિબોધ પામ્યો હતો.” પછી રાજાના પૂછવાથી જેમને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે એવા તે મુનિએ પોતાનું સર્વ પૂર્વ ચરિત્ર તેને વિશેષ પણે કહી સંભળાવ્યું. એ પ્રમાણે મુનિએ કહેલું ચરિત્ર સાંભળીને પેલા પક્ષીને પોતાનો પૂર્વ જન્મ સાંભરી આવ્યો; તેથી તરત તે વૃક્ષના શિખર ઉપરથી નીચે ઉતર્યો; અને ઘણો પશ્ચાત્તાપ કરી ભક્તિથી તે મુનિને નમીને પોતાની ભાષાવડે પોતાનું સર્વ દુષ્કૃત્ય ખમાવવા લાગ્યો. તે જોઈ રાજાએ નમીને મુનિરાજને પૂછ્યું કે “હે સ્વામિન્ ! તમારા ચરણની આગળ પૃથ્વી પર આળોટતો અને કરુણા ભરેલા ઉચ્ચ સ્વરે આ રડતી પક્ષી કોણ છે ?' પછી તે પક્ષીએ પૂર્વજન્મમાં સુખ અને દુઃખ જે અનુભવેલું તે બધું મુનિએ રાજાને કહી સંભળાવ્યું. અને કહ્યું કે “હવે આ પક્ષી પૂર્વ જન્મનું સ્મરણ થવાથી હમણાં શુદ્ધ પરિણામવાળો થઈને પોતાના જન્મને નિંદતો અનશનવ્રતની મારી પાસે માગણી કરે છે.” તે વાત સાંભળી રાજા પ્રમુખ સર્વેએ કહ્યું કે “આ પક્ષીને ધન્ય છે કે તે તિર્યંચ છતાં પણ જેને અનશન કરવાના પરિણામ થયા છે.” યોગ્ય કાળે સુપાત્રદાન, સમ્યક્ત્વ વડે વિશુદ્ધ બોધિનો લાભ અને અંતે સમાધિમરણ એટલાં વાનાં અભવ્ય જીવો પામતા નથી. પછી તે શુદ્ધ ચિત્તવાળા અને નિશ્ચય હૃદયવાળા પક્ષીના દઢ પરિણામ જાણીને મુનિએ તેને અનશન આપ્યું, અને નવકાર મંત્ર પણ સંભળાવ્યો. તેને ભાવ વડે અંગીકાર કરીને તે પક્ષી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. પછી ચંદ્રરાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપીને તે કેવળીના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપસ્યા કરી શુદ્ધ સંયમ પાળી મૃત્યુ પામીને પાંચમા દેવલોકમાં ઇંદ્ર થયા. શ્રેષ્ઠિપુત્ર સુરપ્રિય જે પશ્ચાત્તાપ કરી મુનિપણું અંગીકાર કરીને કેવળી થયા હતા તે આયુષ્યના ક્ષયે મૃત્યુ પામીને શાશ્વતા સ્થાનને (મોક્ષને)પ્રાપ્ત થયા. મહાત્મા શ્રીવિજયચંદ્રકેવળી એવી રીતે હરિશ્ચંદ્ર રાજાને પ્રતિબોધ આપી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218