Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 207
________________ ૧૯૪ શ્રીવિજયચંદ્રકેવળચરિત્ર ભવિપ્રાણીરૂપ કુમુદને વિકસ્વર કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. સાગરચંદ્ર કેવળીભગવંત ભવ્યજીવોને પ્રતિબોધ કરતા અવશેષ કર્મને ખપાવીને શાશ્વતા સ્થાનને પ્રાપ્ત થયા. જયશ્રી પ્રવર્તિની પણ કેવળજ્ઞાનની સમૃદ્ધિ ઉત્પન્ન કરી અવશેષ કર્મ ખપાવીને અનુત્તર સ્થાનને પ્રાપ્ત થયા. મદનસુંદરી અને કમલશ્રી બંને દીક્ષા લઈ કાળધર્મ પામીને મહાશુક્ર વિમાનમાં ઉત્પન્ન થઈ. ભગવાનું વિજયચંદ્ર પણ ભવ્યજીવોરૂપ કુમુદને બોધ કરી તુંગગિરિના ઉન્નત શિખર ઉપર જઈને શાશ્વત પદને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ઉચ્ચ સ્થાનમાં રહેલું, શ્રેષ્ઠ મંગળ તથા કલ્યાણરૂપ અને મનોવાંછિત સુખને ઉત્પન્ન કરનારું આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર છે. અહિં શ્રીવિજયચંદ્ર કેવળીનું પવિત્ર ચરિત્ર પૂર્ણ થાય છે. તે જો સાયંત સાંભળવામાં આવ્યું હોય તો ભવિક જીવને સુખ આપનારું થાય છે. જે પુરુષ નિશ્ચળ ચિત્ત રાખી વિશુદ્ધ બુદ્ધિ વડે આ ચરિત્ર સાંભળી તે ભવદુઃખથી મુક્ત થઈ સદા સુખવાળા મોક્ષને પામે છે. માંગલિકના સ્થાનરૂપ આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર જ્યાં સુધી આકાશમાં ગ્રહચક્ર રહે ત્યાં સુધી ભવિ પ્રાણીઓના મોહને હરણ કરો. શ્રીનિવૃત્તવંશમાં અથવા વિજયવંશમાં થયેલા શ્રીઅમૃતદેવસૂરિના શિષ્ય ચંદ્રપ્રભમહત્તરે આ શ્રીવિજયચંદ્ર કેવળીનું નિર્દોષ અને ગાથાણંદથી પ્રતિબદ્ધ ચરિત્ર ભવ્ય જીવોના પ્રતિબોધને અર્થે રચેલું છે. દેયાવાડ નગરમાં શ્રી ઋષભદેવના મંદિર સમીપે પોતાના વીરદેવ નામના શિષ્યના કહેવાથી વિક્રમ સંવત્ અગિયારસો ને સત્તાવીશમાં શ્રીચંદ્રપ્રભમહત્તરે સ્કુટ અક્ષરવાળું આ ચરિત્ર કરેલું છે. જયાં સુધી શ્રીજિનેશ્વરભગવંતનો ચંદ્રના જેવો ઉજ્જવળ યશ આ ભૂમંડળને ધવળ કરે ત્યાં સુધી આ શ્રીવિજયચંદ્ર કેવળીનું ચરિત્ર જગતમાં જયવંતુ વર્તો. શ્રીવિજયચંદ્રકેવલીચરિત્ર સંપૂર્ણ ૧. વિજયચંદ્રના ગુરુ, ૨. એનો અધિકાર પ્રથમ ક્યાંય આવતો નથી. ૩. વિજયચંદ્ર રાજાની રાણી. ૪. શ્રીઅભયદેવસૂરિના શિષ્ય છે. (જુઓ પ્રાક્કથન) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218