Book Title: Vijaychandchariyam
Author(s): Chandrashi Mahattar, Jitendra B Shah
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 181
________________ ૧૬૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર બની જાય તો તેમને વહોરાવ્યા પછી મારે જમવું.” મુનિ બોલ્યા- હે ભદ્ર ! આ અભિગ્રહમાં તે ચિત્તને નિશ્ચળ રાખજે, જેથી તું સુખેથી શાશ્વત (મોક્ષ) સુખનું પાત્ર થઈશ.” તેમની સુંદર આશિષને ગ્રહણ કરીને તે હળધર તેમને શુદ્ધ ભાવથી નમ્યો એટલે તે મુનિએ પણ આકાશે ઉડી મનોવાંછિત પ્રદેશમાં વિહાર કર્યો. પેલો ખેડૂત તે દિવસથી પોતાની સ્ત્રી જે ભાત લાવતી હતી તેમાંથી થોડું અન્ન લઈને દરરોજ શ્રીજિનેશ્વરભગવંતની આગળ નૈવેદ્ય ધરવા લાગ્યો. એક વખત તે ખેડૂત ભાત આવવામાં બહુ મોડું થવાથી ઘણો સુધાથી પરાભવ પામ્યો હતો, એવામાં ભાત આવ્યો, એટલે તે તત્કાળ જમવા બેઠો અને ભાતનો કોળીઓ ભરવા જતો હતો, તેટલામાં તેને પોતાનો નિયમ યાદ આવ્યો, એટલે તે કોળીઓ પાછો નાખી દઈ નૈવેદ્ય લઈને તે પ્રભુના મંદિર તરફ ચાલ્યો. તેવામાં પૂર્વે કહેલો દેવ આ ખેડૂતના સત્ત્વની પરીક્ષા કરવા માટે જિનમંદિરના દ્વારની આગળ સિંહને રૂપે ઊભો રહ્યો. તે સિંહને જિનમંદિરના દ્વારની આગળ ઉભેલો જોઈ યુવાન ખેડૂત ચિંતવવા લાગ્યો કે “શ્રીજિનેશ્વરની પાસે નૈવેદ્ય ધર્યા સિવાય હું શી રીતે ભોજન કરીશ, માટે આજે પ્રભુની આગળ જતાં જીવતો રહું કે મરણ પામું પણ મારે જિનેશ્વરને અવશ્ય નૈવેદ્ય તો ધરવું.” આમ ચિંતવીને સત્ત્વ ધારણ કરી લેવો તે પ્રભુની આગળ જવા ચાલ્યો તેવો તે સિંહ તેના પર સંતુષ્ટ થઈને પાછે પગલે ઓસરવા લાગ્યો. પછી તે ખેડૂત મનમાં નિશ્ચય કરી ધીરપણે જિનગૃહની અંદર પેઠો, એટલે તે સિંહ તત્કાળ અદશ્ય થઈ ગયો. અહીં ખેડૂત અંગમાં ભક્તિથી ભરપૂર થઈ પ્રભુને નૈવેદ્ય ધરી ફરીવાર નમીને પોતાને સ્થાનકે આવ્યો અને ભોજન કરવા બેઠો, એટલે પેલો નગરરક્ષક દેવ સાધુને રૂપે તેની પાસે આવ્યો. પેલો ખેડૂત ભાતનો ગ્રાસ લેવા જતો હતો તેવામાં તેણે પોતાની આગળ મુનિને જોયા. એટલે તેણે સંતુષ્ટ થઈ જે ભાત પોતે ખાવા માટે લીધો હતો તે તેમને વહોરાવી દીધો. પછી બીજો ભાત લઈ જમવા બેઠો. તેવામાં તે દેવ પાછો સ્થવિરમુનિનું રૂપ કરીને ત્યાં આવ્યો. તેમને બાકી રહેલો સર્વ ભાત તે ભક્તિથી આપવા તૈયાર થયો એટલે પેલો દેવ પ્રત્યક્ષ થઈને તેને કહેવા લાગ્યો કે-“અરે ભદ્ર ! જૈનધર્મ ઉપર તારી દઢતા અને શુદ્ધ બુદ્ધિ જોઈને હું સંતુષ્ટ થયો છું, તેથી તારા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218