Book Title: Vedavada Dvantrinshika
Author(s): Siddhasen Divakarsuri, Jaykalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 39
________________ 8- वेदवादद्वात्रिंशिका सबाह्याभ्यन्तरो ह्यजः (मुण्डकोपनिषदि २-१-२) इत्युद्युक्तिभिः प्रकटीकृतम्, तदेव प्रकृतेऽन्तरात्मशब्देन बाह्याभिधानेन चोच्यते । ७१ सर्वेष्वपि तत्त्वेष्वात्मैव मुख्यं तत्त्वम् । अत एव स परात्मतया परमात्मत्वेन वा प्रसिद्धः, किन्तु स एवात्र दुरात्मेत्यप्युक्तः सोऽयं विरोधावधिः । एष गीतायां विभूतियोगे दशमाध्यायेऽपि प्रथाप्राप्तः । यदा हि कृष्णः स्वात्मानम् - सिद्धानां कपिलो मुनिः इति ( १०૨૬), સર્વાસ્મિ વાસુકિ - રૂતિ (૧૦-૨૮), અનન્તસ્મિ નાનામ્ – કૃતિ ૬ (૧૦-૨૬) વૃત્તિ, તાપિ સ્મિન્ પરાત્મવુરાત્મयोर्युगं समर्थ्य पर्यन्ते तु लोकोत्तरतामेव स्वस्य व्यनक्ति । एष एव पन्था अत्र सूरिभिरपि स्वीकृतः । ऋग्वेदे नासदीयसूक्ते मूलतत्त्वस्वरूपमित्थमुपदर्शितम् - नैतत् सत्, नाप्यसत्, नापि सदसत् इत्यादि । तथात्मस्वरूपनिरूपणेऽपि तदु सर्वस्यास्य बाह्यतः ( ईशा०५), सवाह्याभ्यन्तरो ह्यजः (मुण्ड०२.१.२) ' જેવા શબ્દોમાં જે વિચાર ઉપનિષદોએ વ્યક્ત કર્યો છે તેને જ અહિં કવિ ‘અન્તરાત્મા’ અને ‘બાહ્ય’ શબ્દથી વ્યક્ત કરે છે. સર્વતત્ત્વોમાં આત્મા જ મુખ્ય તત્ત્વ હોઈ તે પર કે પરમ આત્મા તરીકે સુવિદિત છે. પણ કવિ અહિં તેને ‘દુરાત્મા’ પણ કહે છે અને સાવ વિરોધિ પક્ષે મુકે છે. આ પરમાત્મા અને દુરાત્માનો વિરોધાભાસ ગીતાના વિભૂતિયોગ અધ્યાય (૧૦) માં સ્પષ્ટ છે. જ્યારે કૃષ્ણ પોતાને ‘સિદ્ધાનાં પિત્તો મુનિઃ (૧૦.૨૬), સર્વાળાઽસ્મ વાસ્તુતિઃ (૧૦.૨૮), અનન્તશ્વામિ નાનામ્ (૧૦.૨૧)’ એમ કહે છે ત્યારે તે પોતામાં પરાત્મા અને દુરાત્માપણાનું દ્વન્દ્વ ઘટાવી છેવટે તો લોકોત્તરત્વ જ સૂચવે છે. કવિએ અહિં એ જ માર્ગ લીધો છે. ઋગ્વેદના નાસદીય સૂક્તમાં મૂલતત્ત્વનું સ્વરૂપ બતાવતાં ઋષિ કહે છે કે નથી તે સત્, નથી અસત્ કે નથી સદસદ્ આદિ. તેમ 39 વેવીનિષદ્ ટ प्रकृते नात्मैकः, न नाना, नाप्युभय इत्याद्युक्त्वा सर्वात्मकत्वेन समर्थितः । ७२ तदत्र सूरिशासितो निष्कर्षः अज्ञान - क्लेशवासनाग्रस्तैः पुरुषैरगम्यं परमात्मस्वरूपम् अपि तु ते तादृक् तत्स्वरूपं निशम्य तं प्रति द्वेषभाजो भवन्ति । अत्र जीवात्मा पशुशब्देनाभिहितः । तत्रेदं तात्पर्यम् - मानवोऽप्यज्ञानपाशनिबद्धत्वेन पशुवद्दीनः पराधीनश्च । अत एव स पशुपतिस्वरूपश्रवणमात्रेण कुप्यतीति । कथमेतादृग्दुर्गम्यज्ञानेऽभियोगं करिष्यन्ति जीवाः ? इत्याशङ्क्य विरोधमयमप्यस्य स्वरूपं ज्ञातं सदमरत्वं प्रदत्त इत्यवश्यं ज्ञातव्योऽसावित्याकूतेनाह અહિં કવિ આત્માનું સ્વરૂપ બતાવતાં તેને એક માનવો, પૃથક્ માનવો કે ઉભયરૂપ માનવો ઈત્યાદિ વિકલ્પોનો નિષેધ કરે છે અને છેવટે કહે છે કે તે તો સર્વાત્મક છે. કવિ આત્માનું આવું વિરુદ્ધ દેખાતું વર્ણન કરી છેવટે કહે છે કે પરમાત્માનું સ્વરૂપ જ એવું છે કે જે અજ્ઞાન અને ક્લેશ વાસનાથી ગ્રસ્ત એવા માણસોથી ન સમજાય. ઉલટું તેઓને એવું સ્વરૂપ સાંભળી તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે. જીવાત્માને કવિ પશુ શબ્દથી વર્ણવે છે તે એ સૂચવવા કે વસ્તુતઃ માણસ જાત પણ અજ્ઞાનપાશથી બદ્ધ હોઈ પશુ જેવી દીન અને પરાઘીન જ છે, અને તેથી જ તે પશુપતિ-પરમાત્માના સ્વરૂપથી ભડકે છે. પરમાત્માના આટલા દુર્ગમસ્વરૂપને જાણવાની મહેનત કોણ કરશે ? એવી શંકા થઈ હોય, અને જાણે પરમાત્માના સ્વરુપના જ્ઞાન માટે જીવોને ઉત્સાહિત કરવા માટે કહેતા હોય કે ભલે પરમાત્માનું સ્વરૂપ વિરોઘમય અને દુર્ગમ હોય. તો પણ તેને જાણવા અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તેમનું જ્ઞાન જ અમરપણું બક્ષે છે. આવા આશયથી કહે છે -

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43