________________
??
સંપાદિત કરીને મહાવીરવિદ્યાલયથી પ્રકાશિત થયેલ સુવર્ણમહોત્સવ અંકમાં લેખરૂપે આપેલ છે. આ ૧૦માંથી પ્રથમ પ્રશસ્તિલેખ પ્રસ્તુત ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે. બાકીના ૯ પ્રશસ્તિ લેખો અપ્રકાશિત હતા તે પ્રકાશિત કરેલ છે. અપ્રકાશિત બે શિલાલેખો અને આ પ્રશસ્તિઓમાં શું શું વર્ણન છે તે લેખમાં આપેલ હોવાથી અહીં અમે જણાવેલ નથી. આ લેખ અક્ષરશઃ પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટ-૧ તરીકે અમે આપેલ છે. [જુઓ પૃષ્ઠ ૧૫૭થી ૧૮૬]
આ રીતે પ્રસ્તુત ગ્રંથમાં આગળમાં જણાવેલ છે પ્રશસ્તિઓ, વસ્તુપાલની સ્તુતિકાવ્યો, અન્ય શિલાલેખો, વસ્તુપાલવિરચિત સ્તોત્રો, વસ્તુપાલકૃત આરાધના, વસ્તુપાલ સંબંધિત ગ્રંથાંતપુષ્મિકાઓ, રેવંતગિરિરાસ, આબૂરાસ વગેરે દ્વારા વસ્તુપાલ અને તેજપાલની ગૌરવગાથા વર્ણવેલ છે. પૂર્વપ્રકાશન અંગે :
ધર્માભ્યદયમહાકાવ્યના પ્રાસ્તાવિક વક્તવ્યમાં પુરાતત્ત્વાચાર્ય જિનવિજયજીએ વસ્તુપાલમંત્રીના જીવનવૃત્ત અને તત્કાલીન ઇતિહાસ ઉપર વિશિષ્ટ પ્રકાશ આપવાવાળી તથા તે મંત્રીના સમયમાં વિદ્યમાન અને તેમના સંબંધિત જે જે વિદ્વાનોએ કાવ્ય, પ્રબંધ, પ્રશસ્તિ, રાસ વગેરે રચનાઓ કરેલી છે તેનો સંક્ષિપ્ત પરિચયાત્મક નિર્દેશ આપેલો અને સાથે સાથે એ પણ સૂચિત કરેલું કે અમે ભવિષ્યમાં વસ્તુપાલવિષયક આ બધું ઐતિહાસિક સાહિત્ય સંકલિત કરીને પ્રકાશિત કરવા ઇચ્છીએ છીએ તેમનો આ વિચાર પૂ. મુનિમહોદય શ્રીપુણ્યવિજયજીમહારાજને ખૂબ પસંદ પડ્યો અને તેમણે સ્વયં આનો સંપાદન કાર્યનો સહર્ષ સ્વીકાર કર્યો અને તે વિચારના ફળસ્વરૂપે પ્રસ્તુતગ્રંથ તૈયાર થયો અને સિંઘી જૈન ગ્રંથમાલાના ગ્રંથાંક-૫ તરીકે સિંઘી જૈન શાસ્ત્રશિક્ષાપીઠ-ભારતીય વિદ્યાભવન-મુંબઈથી વિ. સં. ૨૦૧૬, ઈ. સ. ૧૯૬૧માં આ ગ્રંથ પ્રકાશિત થયો છે. નવીનસંસ્કરણ અંગે -
સુકૃતકીર્તિકલ્લોલિન્યાદિવસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ' ગ્રંથની ઉપરોક્ત પ્રથમવૃત્તિ જીર્ણ થવા આવેલી હોવાથી પ. પૂ. પરમોપકારી રામચંદ્ર-ભટૂંકર-કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ.પૂ. પંન્યાસપ્રવર શ્રીવજસેનવિજયજી મહારાજે આ ગ્રંથના નવીનસંસ્કરણ તૈયાર કરવા માટે પ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાનુસાર આ ગ્રંથનું નવીનસંસ્કરણ ભદ્રંકરપ્રકાશન – અમદાવાદથી પ્રકાશિત થયેલ છે. આ નવીનસંસ્કરણમાં પ-પરિશિષ્ટો તૈયાર કરેલ છે. તેમાંના પમાં પરિશિષ્ટમાં મહાવીર જૈનવિદ્યાલય સુવર્ણમહોત્સવગ્રંથમાં પૂ. આગમપ્રભાકર પુણ્યવિજયજી મહારાજના લેખરૂપે મહામાત્ય વસ્તુપાલના બે અપ્રસિદ્ધ શિલાલેખો અને દશ પ્રશસ્તિઓ પ્રકાશિત થયેલ છે તેનો સમાવેશ કરેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં યથાશક્ય શુદ્ધિકરણપૂર્વક કાર્ય કરવા પ્રયત્ન કરેલ છે, આમ છતાં મુદ્રણદોષના
sukar-t.pm5 2nd proof