________________
१८
૪-૩૧માં તથા બઘેલાઓનું (વાઘેલાઓનું) વર્ણન ૩૨-૩૮માં પદ્યોમાં તથા દાતા વસ્તુપાલતેજપાલનું વંશવૃક્ષ પદ્ય ૩૯-૫૧માં અને પદ્ય ૫૨-૬૨માં તેમના સુકૃત્યોની સૂચી આપવામાં આવેલ છે. પદ્ય ૬૩-૭૧માં મંદિરના મુખ્ય અધિષ્ઠાતા તથા પ્રશસ્તિના રચનાર જયસિંહના ઉપદેશથી અને પોતાના અગ્રજ વસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ દ્વારા સ્વર્ણધ્વજદંડોના નિર્માણનું વર્ણન છે. અંતે ધ્વજદંડો, મંદિર અને બંને મંત્રીઓ માટે આશીર્વચન છે.
આ પ્રશસ્તિના રચનાર પૂ. આ. વીરસિંહસૂરિમહારાજના શિષ્ય પૂ. આ જયસિંહસૂરિમહારાજ છે. તેમણે હમ્મીરમદમર્દનનાટકનું સર્જન કર્યું છે. તે એક ઐતિહાસિક નાટક જ છે અને વસ્તુપાલની શૌર્યકથા કહે છે.
આ રીતે વસ્તુપાલ-તેજપાલ સંબંધિત આ છ પ્રશસ્તિઓ પ્રસ્તુત ગ્રંથમાં આપેલ છે. આ સિવાય મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં પૃ. ૩૦૩-૩૩૦ ઉપર પ્રકાશિત પૂ. મુનિપુંગવ પુણ્યવિજયજીમહારાજનો લેખ ‘પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખો તથા પ્રશસ્તિલેખોનો સંગ્રહ' તેમાં બે શિલાલેખો અને દસ પ્રશસ્તિઓ આપવામાં આવેલ છે તે આ પ્રમાણે છે :
પ્રશસ્તિલેખાંક ૧ :- ૩૭ પઘોની આ પ્રશસ્તિ પૂ. આ. નરેન્દ્રપ્રભસૂરિમહારાજ રચિત છે. પ્રશસ્તિલેખાંક ૨ :- ૫ પઘોની આ પ્રશસ્તિના કર્તા પૂ.આ. ઉદયપ્રભસૂરિમહારાજ છે. પ્રશસ્તિલેખાંક ૩ :- ૫૪ પદ્યોની આ પ્રશસ્તિ ગૂર્જરેશ્વરપુરોહિત સોમેશ્વરદેવે રચેલી છે. પ્રશસ્તિલેખાંક ૪ :- ૧૬ પદ્યોની આ પ્રશસ્તિ કવિ સાર્વભૌમ હરિહરપંડિત રચેલી છે. પ્રશસ્તિલેખાંક ૫ :- માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચિયતા મહામાત્ય વસ્તુપાલના પરમમિત્ર યશોવીરમંત્રી છે.
પ્રશસ્તિલેખાંક ૬ :- ૧૨ પદ્યોની આ પ્રશસ્તિ લૂણસિંહના પુત્ર ઠક્કુર અરિસિંહરચિત છે. પ્રશસ્તિલેખાંક ૭ :- ૧૩ પદ્યોની આ પ્રશસ્તિ આમ નાના પંડિતના ભાઈ દોદર નામના પંડિતે રચેલ છે.
પ્રશસ્તિલેખાંક ૮ :- માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહપંડિતે રચી છે. પ્રશસ્તિલેખાંક ૯ :- બે પદ્યોની આ પ્રશસ્તિ ભૃગુકચ્છનિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કુર વકીલના પુત્ર ઠક્કુર વૈરસિંહે રચી છે.
પ્રશસ્તિલેખાંક ૧૦ :- પાંચે પઘોની આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ નથી. અંતની પુષ્પિકા ઉપરથી માંધાતૃનગરમાં આવેલા મડેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે એમ જાણી શકાય છે.
આ દશ પ્રશસ્તિલેખોને પૂ. મુનિપુંગવ પુણ્યવિજયજીમહારાજ સાહેબે શ્રીલાવણ્યવિજયજી જૈનજ્ઞાનભંડાર (રાધનપુર)માંથી મળેલી ૧૫મા સૈકાની હસ્તલિખિત પ્રતિ ઉપરથી
sukar-t.pm52nd proof