Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 9
________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ગગનમાં પહેલા વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ ગયાં છે.” ત્યાર પછી ફરી વધુ ૧૦ વર્ષ પૂર્વની સ્મૃતિ તાજી કરાવી. ત્યાર પછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એક જ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પોતાના સ્નાનનું વર્ણન કર્યું. અને તે વખતે વેઠવી પડેલી શ્વાસની ગૂંગળામણુ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસ પાડતી બોલી ઊઠી : “ઓહ! મને ખૂબ જ અંધારું લાગે છે અને મને આજુબાજુ કાંઈક ધસી જતા દ્રવને અવાજ આવે છે. (સંભવ છે કે તે માતાની નસોમાંથી વહેતું લોહીનું પરિભ્રમણ હોય.) આ વર્ણનમાં જ્યાં અડધો કલાક પૂર્ણ થયે કે તરત તે બોલી ઊઠી, ઓહ! હવે હું બહાર નીકળી ગઈ છુંત્યાર પછી તે સ્ત્રીએ તે ઓરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પોતાની બાલ્ય વય વખતના અવાજ જેવા અવાજથી જ કરેલું–જાણે કે એક બાળકી જ બોલી રહી હોય તેમ લાગે ! ત્યાર પછી તેને કેટલાંક વધુ વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી : અત્યારે હું શુકના ગૃહમાં છું!” ત્યારે સમય પૂછતાં તેણે કહ્યું, “અમારે ત્યાં સમય જેવું કશું નથી, પણ તમારી પૃથ્વીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું.” ત્યાર બાદ તે સ્ત્રીએ શુકના ગ્રહ ઉપરના પિતાના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાત કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વેપાર વગેરે) કાર્યો કરતા નથી. અમારે ત્યાં એટલો બધો પ્રચંડ પ્રકાશ પ્રવર્તે છે કે અમારી દષ્ટિએ તે પૃથ્વી અંધકારને જ પ્રદેશ કહેવાય–પછી ભલેને ત્યાં ભરબપેરને પૂર્ણ પ્રકાશ કાં ન હોય!” ત્યાર બાદ તેણે ત્યાંનાં વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે “એ વૃક્ષે ચમકતી રૅલીશ કરેલી ધાતુના જેવા ચમકારા મારી રહ્યાં છે. આની સામે જ્યારે હિટિસ્ટે વાંધો લીધે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “તમે અમારી ગ્રહોની દુનિયાની વાતોને સમજી શકો એવી ચમત્કારભરી છે.” એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એને એના શુકના ગ્રહો ઉપરના જીવનમાં લઈ જાય છે. એ ત્યાંની જે વાત કરે છે એ બધી વાત જાણીને જેના દર્શને કરેલું દેવલેકનું વર્ણન સહેજે યાદ આવી જાય છે. જેના દર્શનની દષ્ટિએ ફક્ત અઢી દ્વીપમાં જ કાળ છે; દેવલેકમાં કાળ જેવું કશું નથી. ત્યાંનાં દીર્ઘ આયુષ્યોને જે કાળથી વર્ણવવામાં આવ્યાં તે અહીંના જ કાળથી કહ્યા છે, એવું સ્પષ્ટ કથન જૈન દર્શનમાં મળે છે. વળી, દેવલોકમાં રત્નના પ્રકાશની વાતો અને અદ્ભુત વૈકિય વૃક્ષોની વાતો પણ શું, ઉપરની વાતને મળતી નથી આવતી ? આગળ વધતાં એલેકઝાન્ડર કેનન કહે છે કે, મારી તપાસમાં જેઓ પિતાના પૂર્વજન્મમાં ગ્રહો ઉપરનું જીવન પણ જીવતા સાંભળ્યા તે બધાએ પિતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષના આયુષ્ય પણ કહ્યાં છે. ” આ વાત પણ જૈન દર્શનમાં કહેલા દેના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું? ત્યાર પછી એ બાઈને શુકના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, “અત્યારે હું રે દેશમાં કોઈને ત્યાં ગુલામડી તરીકે છું. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15