Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230221/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વશીકરણુવિદ્યા અને પુનર્જન્મ લેખક : પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી. નરી ઇંદ્ધિની સહાયથી પ્રત્યક્ષ પુરવાર થતી અથવા તક, અનુમાન કે આનુષંગિક પુરાવારૂપ અન્ય સામગ્રીથી નક્કી થઈ શકતી બાબતે ઉપરાંત એવી પણ કેટલીય બાબતો છે કે જેને પુરવાર કરવા માટે આનાથી પણ વધુ સૂક્ષમ સાધનસામગ્રીની, સૂક્ષ્માતિસૂક્ષમ અવલોકનની અને જેને પ્રચલિત પરિભાષામાં યૌગિક પ્રક્રિયા કહે છે, એ પ્રક્રિયા દ્વારા મેળવેલ વિશિષ્ટ જ્ઞાન કે જાતઅનુભવની અપેક્ષા રહે છે. તેથી જ આવી બાબતોને અતીન્દ્રિય કે અહેતુવાદના વિષયની કેટિની લેખવામાં આવે છે. પૂર્વજન્મ કે પુનર્જન્મ આવો જ એક અતીન્દ્રિય વિષય છે, અને એના રહસ્યને પામવાના અનેક પ્રયત્ન છેક અતિપ્રાચીન ભૂતકાળથી લઈને તે અત્યાર સુધી થતા જ રહ્યા છે. જૈન તત્વજ્ઞાન અને ધર્મની પ્રરૂપણા અને સાધનાને પાયો જ પુનર્જન્મનું અસ્તિત્વ છે. તેથી, એમ કહેવું જોઈએ કે, પુનર્જન્મના અસ્તિત્વની શ્રદ્ધા જેટલી દઢ બને એટલી ધર્માચરણની શ્રદ્ધા અને ભાવના દઢ બને. અહીં વશીકરણવિદ્યા (Hypnotism)ને આધારે પુનર્જન્મ અને એના અસ્તિત્વ અંગે કેટલીક વિચારણા કરવા ધારી છે. જૈન દર્શનમાં આત્માના અસ્તિત્વ અંગે શંકાને કોઈ સ્થાન નથી. સમગ્ર સચરાચર જગતની સમવિષમ–તમામ અવસ્થાઓ ત્યારે જ ઘટમાન બની શકે જ્યારે આત્મા જેવી વસ્તુ માનવામાં આવે; તેને નિત્ય માનવામાં આવે, કર્મનો કર્તા અને ભક્તા માનવામાં આવે; એ ક્રમને સંપૂર્ણ વિનાશ શક્ય હોવાનું માનવામાં આવે અને સર્વ કર્મથી મુક્ત બનવા માટેના ઉપાયનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવે. શ્રીવીતરાગ સર્વજ્ઞ ભગવંતે એ પિતાના જ્ઞાનમાં આત્માનું આવું છ બાજુઓવાળું સ્વરૂપ જોયું અને જગતની સમક્ષ એ સ્વરૂપની પ્રરૂપણ કરી. Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ-મહેાત્સવ-ગ્રંથ આમ જ્યારે આત્મા નિત્ય છે ત્યારે પૂજન્મ અને પુનર્જન્મની વાતેા પણ જૈન દર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે છે. અને તેથી જ કરે તેવું પામે” એ ન્યાયે વમાન જન્મમાં સુંદર ધર્માચરણ કરવુ' એ પણ જરૂરી બની જ જાય; કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પેાતે સુખદ જીવનનું ઐશ્વર્ય પામી શકે નહિ. ૬૨ આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈન દર્શનમાં જોવા મળે છે. તેથી જ કાઈ પણ જૈન આ વિષયમાં કોઈ શંકા કરતા નથી, અને શકય એટલું સદાચારપરાયણુ જીવન જીવવાની કેશિશ પણ કરતા રહે છે. પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાતજાતની શંકા-કુશ’કાએ કરતા રહે છે, વૈજ્ઞાનિકવર્ગ એના અંગે તરેહતરેહના ઊહાપાહ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનુ' અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલા છે. ૧૯૬૦ના માર્ચની ૧૮મી તારીખથી આત્મસિદ્ધિ કરી આપવા માટે અમેરિકાની આઠ વૈજ્ઞાનિક સ`સ્થાએ બીડુ ઝડપીને તેના માટે એક વ્યક્તિએ બે કરોડ ડોલરનું વીલ કર્યુ છે, તેની રકમ પ્રાપ્ત કરવા આગળ આવવાની જાહેરાત જોઈ છે. ભારતમાં જયપુર વિશ્વવિદ્યાલયના પેરાસાઇ કાલેાજી વિભાગના પ્રેફેસર ડૉ. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યાં છે. દિવસે દિવસે તેએ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે. આવું આવું તે ઘણું ઘણુ' આજે સંશેાધન થઈ રહ્યું છે. આ સંશોધનને અંતે આત્માનું અસ્તિત્વ અને અવિનાશપણુ' નક્કી થતુ જાય છે.. આજે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિક દૃષ્ટિકાણથી આત્માના અસ્તિત્વને પુરવાર કરતાં સત્યા હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકાએ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહી એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારીશું. આ ભાઈ એ વશીકરણવિદ્યા( Hypnotism )ના પ્રયોગો દ્વારા પૂર્વજન્મની સિદ્ધિ કરી છે. એમણે એવા ૧૩૮૩ પ્રયાગા કર્યા છે. અને છેલ્લામાં છેલ્લા ગણાતા છઠ્ઠા નખરના સાથી ઊંડા વશીકરણ( Deepest hypnotism )થી એ આત્માએની પાસે તેમના પેાતાના પૂર્વ જન્માની સ્મૃતિ તાજી કરાવી છે. એમનુ નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે • ધ પાવર વિધિન ’ ( l'he Power Within ) નામનુ' પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે. આ પુસ્તકના સેાળમા પ્રકરણમાં એમણે વશીકરણવિદ્યાથી પુનર્જન્મની સિદ્ધિ કરતી માહિતીએ આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કેઃ— “ એક સમય એવા હતા જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મના સિદ્ધાન્ત મારા માટે એક ભયકર સ્વપ્ન રામે હતા. તે વખતે હું આ સિદ્ધાન્તને તોડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હું વશીકરણવિદ્યાના નિષ્ણાત હતા એટલે અવારનવાર અનેક વ્યક્તિએ ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગેા કરતા અને તેએને ઘણી ઘણી વાતો પૂછતા, જ્યારે કચારે પણ તેમાંનુ કાઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખ્ત Page #3 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ચ'દ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ૬૩ રીતે તેમની વાતાને વખાડી કાઢતા. પણ અસાસ ! જ્યારે ઘણાબધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું. ત્યારે તે! મારે પણ માનવુ પડ્યુ કે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ જરૂર અસ્તિત્વ ધરાવે છે. ૧ વશીકરણના પ્રયાગ કરવા દ્વારા એક આત્મા (Snbject) પેાતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાએને વર્તમાન કાળમાં અનુભવતા હાય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે એ બધું આપણને આશ્ચર્ય મુગ્ધ કરી દે તેવુ જરૂર છે, પરંતુ આ તેા વૈજ્ઞાનિકાની દુનિયાની વાત છે. આજનું ખળક, આધુનિક જગતના એક યુવાન કાલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે મ`ડ પુકારવા સદા લાચાર હોય છે, કેમકે એને આજના વૈજ્ઞાનિકાના જાતપ્રયાગેા ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહી આત્માના પૂર્વજન્મની વાતેાને વશીકરણવિદ્યાના પ્રયાગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે, તે જ હકીકત આપણે વિચારીશું. જેમણે આ પ્રયાગા કર્યા છે, તે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તીમાન કાળમાં જીવન જીવતા કાઈ પણ માનવ પેાતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખના અનુભવ કરે છે, તેનાં કારણેા, હકીકતમાં તા, તેના પૂર્વ જન્મામાં જ પડેલાં હોય છે. વશીકરણવિદ્યાના સાધકો કહે છે કે પૂર્વના દેશના ચિંતા ‘કર્મ ’ જેવી એક વસ્તુને માનીને જન્માંતરનાં કારણેા અને વમાન જન્મનાં સુખદુઃખાદિ કાર્યાં વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસા પેાતાના જીવનમાં ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી, પરંતુ પૂર્વજન્મના સિદ્ધાન્ત એ કારણેા શેાધી આપે છે. શું સુખ કે શુ' દુઃખ-એય કાર્યોનાં કારણેા અવશ્ય છે, આ જન્મમાં નહિ તેા જન્માતરમાં.ર વશીકરણવિદ્યાથી, સામાન્ય રીતે તા, વર્તમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિએ તાજી કરવાનો પ્રયત્ન આજ સુધી કરવામાં આવતા હતા; પર'તુ હવે તે ગર્ભાવસ્થાના અનુભવે અને એની પૂર્વના જન્મેાના અનુભવેાનુ પણ સ્મરણ કરાવવામાં આવે છે. વમાન જીવનના 2. For years the theory of reincarnation was a nightmare to me and I did my best to disprove it and even argued with my tranee subjects to the effect that they were taking nonsence, and yet the years went by. One subject after another told me the same story in spite of different and varied conseious beliefs, in effect until now, well over a thousand cases have been so investigated and I have to admit that there is such a thing as reincarnation. -~-ધ યાવર વિધિન (The łower Within ), પૃ. ૧૭૦ 2. This study explains the secret of justice in a very broad way showing how a person appears to suffer in this life as a result of something he has done in a past life through this law of action and reaction know in the East as "Karma". .........Many a person cannot see why he suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocities committed by him in lives gone by. Others, no matter what they seem to do, · fall on their feet' as it were; and may it not be the reward for services rendered in lives gone by? —એજન, પૃ. ૧૭૦-૧૭૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ જન્મની જેટલાં વર્ષ પૂર્વની વાત પૂછવામાં આવે, ખરેખર તેટલાં વર્ષ પૂર્વની અનુભૂતિ તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સો, બસે કે ત્રણ વર્ષ પૂર્વની વાત કે હજાર વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તો તેની પણ સ્પષ્ટ ભાષામાં–જાણે કે તે વખતે તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે–રજૂઆત કરી શકે છે. આ વિદ્યાના તો એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે, માટે તે વર્તમાન જીવનના અનેક ગૂંચવણભર્યા પ્રશ્નોને ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માણસે છે, જેઓ જાતજાતના ભયથી સદા પીડાતા હોય છે. આવા માણસો એ ભય વગેરેની ગ્રંથિની પીડાનાં કારણે ઉકેલી શકતા નથી, કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણે મળતાં જ નથી. પણ જે વશીકરણવિદ્યાને આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડુ વશીકરણ તેમની ઉપર અજમાવવામાં આવે તો તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય અને તેમાંથી વર્તમાન કાળની ભયગ્રંથિની પીડાનાં કારણે પકડી શકાય. આજને બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાન્ત ઉપર એ લોકોએ અનેક માનવને ભયાદિની ગ્રંથિથી મુક્ત કરીને સુખી કર્યા છે. અહીં તો આપણે આવા બે જ દાખલા વિચારીશું : એક માણસ એ હતું, જે કોઈ દિવસ “લિફટમાં ઊતરતે નહિ; કેમકે તેને પડી જવાને ખૂબ જ ભય લાગ્યા કરતો. એક વખત તે એક હિટિસ્ટની પાસે ગયે; એને એણે પિતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તે તેવા ભયનું કઈ કારણ ન જણાયું. તરત તેને સુવડાવી દેવામાં આવ્યો અને તેના ઉપર ઊંડા વશીકરણ (deepest hypnotism)ને પ્રગ કરવામાં આવ્યું. તે વખતે તે માણસે પોતાને “ચાઈનીઝ જનરલ” તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે, “હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયે અને મારી ખોપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું. ત્યાર બાદ તેને ટેબલ ઉપરથી ઊભે કરવામાં આવ્યું, અને હિટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “એ જે અકસ્માત થયે તે વખતે ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ તમારા મગજમાં સર્વત્ર પ્રસરી ગઈ એ સંસ્કારે આજે પણ “લિફટમાં નીચે ઊતરવા જતાં જાગૃત થઈ જાય છે.” આ જ બીજો એક કિસ્સો બન્યો છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ જ ગભરાતી હતી; કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હિનોટિસ્ટ એની પાસે ગઈ. એણે એને પિતાની ભયગ્રંથિની વાત કરી. વર્તમાન જીવનમાં આવા ભયનું કઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજોની સ્મૃતિ તાજી કરતું ઊંડું હિમ્નેટિઝમ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રગથી એને એક એ પૂર્વજન્મ પકડાયો, જેમાં તે સ્ત્રીને આત્મા રોમદેશમાં પુરૂષ ગુલામ તરીકે હતે. (આ ઉપરથી જૈન દર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે.) ત્યાં તેના કેઈ અપરાધને કારણે તેને પગે સાંકળ બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યું હતું. આ ઉપરથી હિનેટિસ્ટે એવું તારણ કાઢ્યું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર ચિત્તમાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રી-જીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ આ રીતે પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓ ઉકેલવાનું જે કામ આજના હિપ્નોટિસ્ટ વૈજ્ઞાનિકા કરી રહ્યા છે, તે ઉપરથી પૂજન્મ અને પુનર્જન્મની સિદ્ધિ થઈ જાય છે. જૈન દાનિકો માટે ખૂબ મહત્ત્વની અને જૈન દનનું ગૌરવ વધારે એવી આ મીના છે. જે વાત જૈન દાનિકોએ ઠેર ઠેર કહી છે, તે પૂજન્માદિની વાત ઉપર આજ પૂર્વ કચારેય જેવા ઊહાપેાહ થયેા નથી તેવા ઊહાપાતુ હવે થઈ રહ્યો છે. દરેક બુદ્ધિમાન માનવ આ વિષયમાં માથુ` મારવા તત્પર અને છે. આત્મા છે કે નહિ ? આ જીવન પછી બીજુ કાંઈ છે કે નહિ ? શું અહી જ સČથાં વિનાશ થઈ જાય છે ? જો તેમ ન થતુ હાય તેા મૃત્યુ પછી શું થાય છે? વગેરે વગેરે પ્રશ્નો આજે તે ચારે બાજુ ોરશેારથી ઊઠી રહ્યા છે. અને એ કેવા અપૂર્વ આનંદની ખીના છે કે આ પ્રશ્નોના જે કાંઈ ઉત્તર પ્રાપ્ત થઈ રહ્યો છે તે જૈન દાર્શનિકા તેમ જ પૂજન્મના સ્વીકાર કરતાં અન્ય દાનિક વિધાનાને લગભગ સ ́પૂર્ણ મળતા આવે છે; આ હકીકતા સજ્ઞ વિશેની શ્રદ્ધાને પણ વધુ દૃઢ કરે છે. 124 * જેમની ઉપર ઊંડાં વશીકરણ કરવામાં આવ્યાં છે એવા અગણિત આત્માઓને આત્માની નિત્યતાની સત્યતા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યા ત્યારે તેમણે બધાએ અર્ધું સાફ શબ્દોમાં એ વાત કહી છે કે, “ અમે મરતા જ નથી, અમે તા શાશ્વત કાળ સુધી રહીએ છીએ. તમારી માટી દુનિયાને અમે શબ્દો દ્વારા એ ઘણી મહાન સાચી વાત કહેવા માગીએ છીએ કે આત્મા અમર છે.” તમે અમને પૂછશે કે આ અમરત્વ એ શું વસ્તુ છે ? તા અમે તમને કહીશુ કે અમરત્વ એટલે મર્યાદાનું મૃત્યુ. તમે મૃત્યુ દ્વારા આત્માના જીવનની જે મર્યાદા આંકી છે એ મર્યાદાવિહીન અવસ્થા એ જ આત્માનુ' અમરત્વ છે.પ ટૂંકમાં અમારે એ જ કહેવુ છે કે આત્માના મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી.” પ વશીકૃત થતા અગણિત આત્માએએ આત્માની અમરતાનાં આવાં ગાન ગાયાં છે. અહીં એ યાદ રાખવું ઘટે કે આ વિધાનેા આજના વૈજ્ઞાનિકાનાં સંશેાધનાથી નિષ્પન્ન થયેલાં વિધાન છે. આજનું જગત એની સામે મળવા ઉડાવી શકતું નથી. એથી જ એ વાતેાને અહીં શાસ્ત્રોને આધારે રજૂ કરવાને બદલે વશીકરણવિદ્યાની શેાધાને આધારે રજૂ કરવાનુ` મુનાસિખ માન્યું છે. 3. To Turn, for the moment, to a wider aspect of reincarnation, when we die, are we extinct? What happens after deth? These are great questions, and today they are engaging the attention of men as never before in the history of world. એજન, પૃ. ૧૭૩ ૪. We do not die ! We live on through the ages into etrnity.........The Voice is the instrument where by, we, The Greater World, can make known unto you the great Truths of Eternity in language form. ~એજન, પૃ. ૧૭૩-૧૭૪ 4. What then is Eternity? Immediately the answer comes: Eternity means the cessation of limitation. -એજન, પૃ. ૧૭૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ ગ્રંથ આ ક્ષેત્રમાં આગળ વધેલા સમ હિપ્નોટિસ્ટાનાં જે વિધાના વાંચવા મળે છે, એ જાણે કે હૂબહૂ શાસ્ત્રવચન હેાય એવાં જ લાગે છે. એથી જ એ વિધાના નજરે ચડતાં વીતરાગ ભગવંતાની સજ્ઞતા અંતરમાં વસી જાય છે. દ જૈન દન એમ માને છે કે પ્રાણીમાત્રે કોઈ પણ અશુભ વિચાર ન કરવા જોઈ એ, અને સદા શુભ વિચારામાં જ રમમાણ રહેવુ જોઈ એ. એની પાછળનો હેતુ જણાવતાં એ કહે છે કે કોઈ પણ વિચાર અંતે આત્માના સસ્કાર અની જાય છે. અને જો આવે સ'સ્કાર અશુભ હાય તેા તે પુનઃ પુનઃ જાગૃત થતા રહી આત્મામાં ઘણા વિકારા ઉત્પન્ન કરતા રહી પ્રકાશના પુજ સમા આત્મામાં અનંત અંધકાર ફેલાવી મૂકે છે. આથી ઊલટું, શુભ વિચારના સ`સ્કાર સારા પડે છે. એટલે જ મનુષ્યે વિચાર કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ. અશુભ વિચાર જો ભયંકર ગણાતા હાય તે તે તેનાથી નિષ્પન્ન થતી અશુભ સંસ્કારોની પરંપરાને કારણે જ. આ હકીકતને અનુલક્ષીને જ વિચારોથી થતા કર્મોના બંધ કરતાં સ`સ્કારોના અનુબંધનું સામર્થ્ય વધુ આંકવામાં આવ્યુ છે; અને તેથી જ જન્માન્તરામાં નિષ્પન્ન કરેલા અશુભ કર્માંના અનુ ધાને તેાડી નાંખવાનુ' માનવજીવનના પરમ કર્તવ્ય તરીકે ‘ શ્રી ઉપદેશપત્તુ ’માં જણાવવામાં આવ્યું છે. આ જ વાતને આધુનિક વિજ્ઞાનના પુરસ્કર્તાએ હિપ્નોટિઝમની વિદ્યા દ્વારા પુષ્ટિ આપે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે તા માણુસનાં એ મન મહત્ત્વનાં છે : એક જાગૃત ( Conscious ) મન અને ખીજું આંતર Sub-conscious ) મન. જાગૃત મનમાં જે વિચાર આવે છે તે થાડા સમય ત્યાં રહીને પછી અર્ધજાગૃત-સુષુપ્ત જેવા—મનમાં ચાલ્યા જાય છે. આ વિચાર ત્યાં જઈને સત્ર વ્યાપી જાય છે. પછી જ્યારે જ્યારે તેને તક મળે છે ત્યારે ત્યારે તે વ્યાપી ગયેલા વિચાર જાગૃત મનમાં આવી જાય છે અને પેાતાનુ’ કાર્ય કરતા રહે છે. વસ્તુસ્થિતિ આવી છે માટે માનવે કાઈ પણ અશુભ વિચાર ન થઈ જાય તેની ખૂબ કાળજી કરવી જોઈએ. હા, જાગૃત મનના ઉત્તેજિત વિચાર હજી ભયાનક નથી, પરંતુ પછી આંતર મનમાં એ સર્વત્ર વ્યાપી જાય છે, ત્યાં સ્થિર થઈ જાય છે; અને તેથી ફરી ફરી તેનાં માઠાં ફળે ભાગવવાનુ` દુર્ભાગ્ય અવસરે સાંપડત્યાં કરે છે, એ બધું ખૂબ જ દુ:ખદ છે. આ જ વાતને તેએ એક સુંદર દૃષ્ટાંત આપીને સમજાવે છે. એક કાચનો ગ્લાસ લેા. તેના પાણા ભાગ પાણીથી ભરી દો. પછી તેમાં ખીસાના એક રૂમાલ એવી રીતે નાખેા કે અડધા રૂમાલ ગ્લાસના પાણીમાં પડીને ભીંજાઈ જાય અને બાકીને અડધા રૂમાલ પાણીની બહારના ગ્લાસની ધાર ઉપર પડી રહે. હવે એ પાણીની બહાર રહેલા સૂકા રૂમાલ ઉપર સાકરનો એક ગાંગડા મૂકેા. શુ' આ સાકરનો કટકા ઓગળશે ખરા ? ના. સારુ'. હવે એ સૂકેા રૂમાલ પેલા સાકરના કટકા સાથે જ ગ્લાસના પાણીમાં સરકાવી દો; ઘેાડી વારમાં જ આપણને જોવા મળશે કે પેલા સાકરનો કટકા ઓગળી ગયા છે, અને એની મીઠાશ પાણીના પ્રત્યેક ટીપા સુધી અને રૂમાલના દરેક તંતુ સુધી વ્યાપી ગઈ છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીં જે સૂકા રૂમાલ છે તે અજાગૃત મન છે. જે સાકરનો કટકો છે તે વિચાર છે. જ્યાં સુધી વિચાર જાગૃત મનમાં છે ત્યાં સુધી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૭ મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ તે પેલા સાકરના કટકા જેવું છે કે જે ઓગળીને ક્યાંય ફેલાતો નથી, પણ જ્યારે એ વિચારરૂપી સાકરને કટકે આંતર મનમાં ચાલી ગયે ત્યારે એ ત્યાં સર્વત્ર વ્યાપી ગયે. એટલે વિચાર ક્યારેય મરી જતો નથી પણ ઊલટો એ તો આંતર મનમાં સર્વત્ર વ્યાપીને લાંબું જીવન જીવતા હોય છે. જે આ જ વસ્તુસ્થિતિ છે તે કઈ પણ પ્રાણી ક્યારેય મરી શકતું નથી; ઊલટું પેલા વ્યાપ્ત વિચારને (કે જેને જૈન પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે તેને) પિતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનોએ આત્માના મૃત્યુ જેવી વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવે જોઈએ, કેમકે આત્મા અમર છે, અઢળક સંસ્કારને એ ખજાનો છે. “ધ પાવર વિધિન” નામના આ પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન કે જેઓ વિશ્વને ખૂણેખૂણે ખૂદી વળ્યા છે, તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તે એટલો જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી. અહે! આ વાત જે જગત સમજી જાય તે સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, પછી તે કઈ કેઈનું ખૂન નહિ કરે, કઈ દુઃખને માર્યો જીવ આત્મહત્યા નહિ કરે; કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતો માણસ પછી સમજી જશે કે આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખને અંત આવશે તેનાથી ઘણાં વધુ દુઃખનાં ધાડાં ફરી તૂટી પડશે, કેમકે “હું અમર છું', મારે અહીંથી પણ કાયક જવાનું છે. લેખક કહે છે કે આજના ન્યાયાલયે શું ખરેખર ન્યાય કરે છે? ના, ના, એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તે ફાંસીની જ સજા ફટકારશે ને? પણ તેથી શું થયું? ખૂની માણસના ખૂનને જે વિચાર ખૂન કરાવી ગયે તે વિચારને આત્મામાં સંસ્કાર રૂપે વ્યાપી જાત કઈ રેકી શક્યું? એ સંસ્કારને કેઈએ દૂર કરી દીધા? જે એ સંસ્કાર દૂર ન થયા તે ખૂનીને આત્મા તે મૃત્યુ પામતો જ નથી, એટલે પુનઃ પુનઃ એ સંસ્કારો એની પાસે અનેક વ્યક્તિઓનાં ખૂન કરાવતા જ રહેશે ! તે પછી આ ન્યાયાધીશે તે ન્યાય કર્યો કે અન્યાય ! ફરી ફરીને ખૂને કરતાં રહેવાની તકને જીવતી રાખીને ખૂનીને ફાંસીના માંચડે ચડાવી દે અને તેથી અનેક બીજાં ખૂને થવા દેવાં એ માનવજાત સામે ભયંકર અન્યાય નથી શું? હવે તે એવાં ન્યાયાલયની જરૂર છે, જ્યાં ખૂનીને ફાંસીએ ચડાવવાને બદલે એના આંતર મનમાં વ્યાપી ગયેલા સંસ્કારને ફાંસી દેવામાં આવે. આ કામ તે ધર્મગુરુઓ-માનસશાસ્ત્રીએ જ કરી શકશે. 4. You will never be able to say again that a man can die. Indeed, there is not, and cannot be, any room in the Universe for such an idea as death. –એજન, પૃ. ૧૭૬ u. There is no death ! That is the Supreme massage which this chapter has for you! What a profound change would come over the whole world if that lesson were well and truely learned ! Suicide and murder would cease. –એજન, પૃ ૧૭૭. c. What a lesson the would-be suicide can learn from the fact that we do not, cannot die ! He would then know that suicide, so far from ending his miseries, would plunge him into a dilemma ten thousand times worse than the one from which he Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી, આત્માનું અમરત્વ જાહેર કયુ અને વિચારો તથા સંસ્કારોના મળનું કાર્યક્ષેત્ર આપણી સમક્ષ રજૂ કર્યું . જે વાતા સૈદ્ધાન્તિક સ્વરૂપમાં આપણા માટે એ અને એ ચાર જેટલી જ સાદી-સીધી અને સ્પષ્ટ હતી તે વાતા આજના વિશ્વ માટે ‘ વહેમ’, ‘ જૂઠ’, ‘ ધર્માંધતા ' વગેરે નામેાથી ખતવાતી હતી. આજે પણ હજી તેવુ ઘણુ' ઘણુ' જેવા-સાંભળવા મળે છે. પણ હવે એ દુનિયાની આવી ઉતાવળી વિચારસરણીમાં મોટુ પરિવર્તન કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. જો આ રીતે વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખેાજ ચાલુ રહે તેા કદાચ એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત એવે આવશે કે જ્યારે વૈજ્ઞાનિકે જૈન દનની અત્યદર્શિતાના હ પૂર્વક સ્વીકાર કરવા પ્રેરાશે. ૬૮ એ વૈજ્ઞાનિકા એક જ વિષયના મૂળ સુધી પહેાંચી જવાને નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા-કુશકાઓ કરીને તેનાં સમાધાને મેળવવાં અને અંતે જાહેર કરવુ કે પૂર્વ જન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે—એ માટે કરાતાં આ બધાં અન્વેષણાની પાછળ કેટકેટલા વૈજ્ઞાનિકા જીવન અપતા હશે ! એકલા એલેકઝાંડર કેનને જ આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાખ્યા છે અને પેાતાની જાતતપાસને અંતે પૂજન્મની માન્યતાને સંપૂર્ણ સમન આપ્યું છે. એલેકઝાંડર કેનને જે પ્રયાગા આ વિષયમાં કર્યા છે તેમાંના એક ખૂબ જ રસપ્રદ પ્રયાગ આપણે સક્ષેપમાં જોઈ એ ઃ— મધ્યમ વયની એક સ્ત્રી ઉપર ઊંડુ–છેલ્લામાં છેલ્લી છઠ્ઠી કક્ષાનું વશીકરણ કરવામાં આવ્યુ હતું. સૌપ્રથમ તે ખાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આવ્યું કે હમણાં તમે આજથી ખાખર ૧૦ વર્ષ પૂર્વના ૧૯૨૪ની સાલની ૪ થી આગસ્ટના દિવસમાં વર્તમાન છે. તમે હમણાં શું કરી રહ્યાં છે ?—ઇત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછયા. ખૂબ જ સતાષકારક જવાએ મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂના--૧૯૧૪ની સાલની ૪ થી ઑગસ્ટના-દિવસ ઉપર એને લઈ જવામાં આવી. અને એ દિવસની તમામ વાતા, જાણે કે પેાતે હમણાં જ અનુભવતી હાય એ રીતે, એ બાલી ગઈ. તેણે કહ્યું કે “ હમણાં બ્રિટન ઉપર અપારના સમય છે, જેના seeks to escape-a dilemma from which escape would be ten thousand times harder than before. The nurderer, too, pays for his crime a million times more fully than any capital punishment could ever hope to make him do. In fact, so far from punishing the murderer, society is really punishing itself when it resorts to capital punishment, since the loss of physical body, by hanging or by any other method, merely plunges the murderer's mind into the Unconscious where his murderous ideas, like the lump of sugar in our previous analogy, are able to spread into the mental atmosphere of the world. In fhis way the 'dead' murderer can take possession of other people's bodies during the sleep state, or during period of dissociation and can thus cause more murders and suicides. ~એજન, પૃ. ૧૭૭. Page #9 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ગગનમાં પહેલા વિશ્વયુદ્ધનાં વાદળ ઘેરાઈ ગયાં છે.” ત્યાર પછી ફરી વધુ ૧૦ વર્ષ પૂર્વની સ્મૃતિ તાજી કરાવી. ત્યાર પછી એક એક વર્ષ પાછળ જતાં જતાં તેના જન્મ સમય પછીના એક જ કલાકની અવસ્થામાં તેને મૂકી. તેણે તે વખતના પોતાના સ્નાનનું વર્ણન કર્યું. અને તે વખતે વેઠવી પડેલી શ્વાસની ગૂંગળામણુ કહી. ત્યાર પછી તેને જન્મ સમયની પૂર્વના અડધા કલાકના સમયમાં મૂકી. તે વખતે તે સ્ત્રી એકદમ ચીસ પાડતી બોલી ઊઠી : “ઓહ! મને ખૂબ જ અંધારું લાગે છે અને મને આજુબાજુ કાંઈક ધસી જતા દ્રવને અવાજ આવે છે. (સંભવ છે કે તે માતાની નસોમાંથી વહેતું લોહીનું પરિભ્રમણ હોય.) આ વર્ણનમાં જ્યાં અડધો કલાક પૂર્ણ થયે કે તરત તે બોલી ઊઠી, ઓહ! હવે હું બહાર નીકળી ગઈ છુંત્યાર પછી તે સ્ત્રીએ તે ઓરડાનું વર્ણન કર્યું. આ બધું વર્ણન પણ તે સ્ત્રીએ તે વખતની પોતાની બાલ્ય વય વખતના અવાજ જેવા અવાજથી જ કરેલું–જાણે કે એક બાળકી જ બોલી રહી હોય તેમ લાગે ! ત્યાર પછી તેને કેટલાંક વધુ વર્ષ પૂર્વે લઈ જવામાં આવી. તે વખતે તે બોલી : અત્યારે હું શુકના ગૃહમાં છું!” ત્યારે સમય પૂછતાં તેણે કહ્યું, “અમારે ત્યાં સમય જેવું કશું નથી, પણ તમારી પૃથ્વીના ઘડિયાળના હિસાબે હું સમય કહી શકું.” ત્યાર બાદ તે સ્ત્રીએ શુકના ગ્રહ ઉપરના પિતાના જીવનની કેટલીક ખૂબ જ રસપ્રદ વાત કરી. તેણે કહ્યું કે “પૃથ્વીની પ્રાણીસૃષ્ટિની જેમ અમે (વેપાર વગેરે) કાર્યો કરતા નથી. અમારે ત્યાં એટલો બધો પ્રચંડ પ્રકાશ પ્રવર્તે છે કે અમારી દષ્ટિએ તે પૃથ્વી અંધકારને જ પ્રદેશ કહેવાય–પછી ભલેને ત્યાં ભરબપેરને પૂર્ણ પ્રકાશ કાં ન હોય!” ત્યાર બાદ તેણે ત્યાંનાં વૃક્ષોનું વર્ણન કરતાં કહ્યું કે “એ વૃક્ષે ચમકતી રૅલીશ કરેલી ધાતુના જેવા ચમકારા મારી રહ્યાં છે. આની સામે જ્યારે હિટિસ્ટે વાંધો લીધે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “તમે અમારી ગ્રહોની દુનિયાની વાતોને સમજી શકો એવી ચમત્કારભરી છે.” એક બાઈ ઉપરના વશીકરણથી એલેકઝાન્ડર કેનન એને એના શુકના ગ્રહો ઉપરના જીવનમાં લઈ જાય છે. એ ત્યાંની જે વાત કરે છે એ બધી વાત જાણીને જેના દર્શને કરેલું દેવલેકનું વર્ણન સહેજે યાદ આવી જાય છે. જેના દર્શનની દષ્ટિએ ફક્ત અઢી દ્વીપમાં જ કાળ છે; દેવલેકમાં કાળ જેવું કશું નથી. ત્યાંનાં દીર્ઘ આયુષ્યોને જે કાળથી વર્ણવવામાં આવ્યાં તે અહીંના જ કાળથી કહ્યા છે, એવું સ્પષ્ટ કથન જૈન દર્શનમાં મળે છે. વળી, દેવલોકમાં રત્નના પ્રકાશની વાતો અને અદ્ભુત વૈકિય વૃક્ષોની વાતો પણ શું, ઉપરની વાતને મળતી નથી આવતી ? આગળ વધતાં એલેકઝાન્ડર કેનન કહે છે કે, મારી તપાસમાં જેઓ પિતાના પૂર્વજન્મમાં ગ્રહો ઉપરનું જીવન પણ જીવતા સાંભળ્યા તે બધાએ પિતાનું આયુષ્ય સો વર્ષથી વધુ કહ્યું છે અને ૪-૪ હજાર વર્ષના આયુષ્ય પણ કહ્યાં છે. ” આ વાત પણ જૈન દર્શનમાં કહેલા દેના સુદીર્ઘ આયુની ખૂબ જ નજદીકમાં ન કહી શકાય શું? ત્યાર પછી એ બાઈને શુકના ગ્રહની પણ પૂર્વના જન્મની અવસ્થામાં લઈ જવામાં આવી. ત્યાં તેણે કહ્યું કે, “અત્યારે હું રે દેશમાં કોઈને ત્યાં ગુલામડી તરીકે છું. અને Page #10 -------------------------------------------------------------------------- ________________ ७० શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહે।ત્સવ પ્રથ મારા ગુલામ તરીકેના જીવનના આ અંત સમય છે. આટલું બેલીને જ એ સ્ત્રીનુ` માં એકદમ ફિક્કુ પડી ગયું. તે ભયથી ક`પવા લાગી અને પછી બેાલી, · મને અત્યારે પગમાં લેાખંડની એડીએ સાથે પાણીમાં ઉતારી દીધી છે. અને ભયંકર જળચળ પશુએ મારી ચામેર ફરી વળ્યાં છે. એહ! હમણાં જ મને ફાડી ખાશે. ’ લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાએ સાચે જ અસહ્ય જણાતી હતી. ખેર. એ પછી એને થાડાં વર્ષોં પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણીએ પેાતાની કારાવાસની કરુણ અવસ્થાનુ વર્ણન કર્યુ. તેણે રામદેશના અનેક એવા રીત-રિવાજે જણાવ્યા જેના લેખકને પણ ખ્યાલ ન હતા; જેમ કે તેણીએ કહ્યુ કે, ‘અમારે ત્યાં પુરુષાના જાહેર કાર્યક્રમા સંધ્યાના સમયે યેાજાય છે, જ્યારે સ્ત્રીઓની સભાએ વગેરે અપેારના સમયે જ યાજવાને રિવાજ છે; અમે લેાકેા સ્નાન કરતા નથી, માત્ર તેલની માલીશ કરાવીએ છીએ ઇત્યાદિ. ’ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાતા, દેવલાકની વાતા, સંસ્કાર શું કામ કરે છે અને એનુ કેટલું પ્રચ`ડ સામર્થ્ય છે વગેરે ખાખતા આજના પ્રયેાજકા વૈજ્ઞાનિક રીતે જણાવે છે તેનાથી હેરત પામવાની જરૂર નથી. આવી બધી વાતાથી જૈન દનનાં સંચાટ વિધાના પ્રત્યે સવિશેષ આદર ઉત્પન્ન થાય છે. એલેકઝાન્ડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયાગેા કર્યાં તેમાંના લગભગ બધાએ એ વાતે એકસરખી રીતે જણાવી છે કે, (૧) અમે એક જીવન કરતાં વધુ જીવન જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહેા ઉપર જીવન જીવીએ છીએ, (૩) વમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનાની અગણિત સ્મૃતિએ અમને થાય છે. લેખક કહે છે કે એમના પ્રયાગામાં ઘણા બધા આત્માએ બુધના અને શુક્રના ગ્રહેા ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. ખેર. પૂર્વજન્મમાં જરાય શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણવિદ્યાથી એ વિષયમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની સમક્ષ એ વાતની જોરશેારથી રજૂઆત કરે એ ખૂબ જ આનંદ ઉપજાવે એવી બીના છે. બીજા પણ મારી અસ્ટેઈન નામના એક હિપ્નોટિસ્ટે એલેકઝાન્ડર કેનનની વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયોગ વાંચ્યા અને તણે પણ કાઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તો તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવુ ઊંડુ વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં એણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની વાતા જાણી. એટલે એણે પણ આ વિષયમાં કાંઈક જાણવાના નિય કર્યો. ટૂંક સમયમાં જ એણે રૂથ સાયમન્સ (Ruth Simmons) નામની એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગ કર્યો. ર૯મી નવેમ્બર ૧૯૫રના દિવસે આ પ્રયોગ શરૂ કર્યાં. અને આવી ખેડકા (Sittings) પાંચ વખત મળી. પાંચેય બેઠકા દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનુ' ટેઈપ-રેકોર્ડીંગ કરવામાં આવ્યું. અતિ અદ્ભુત વાતા જાણવામાં આવી. આ ખાઈનો જન્મ ૧૯૨૩માં અમેરિકાના આવા રાજ્યમાં થયા હતા. પ્રયાગ વખતે તે એક વીમાએજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વનું આયર્લેન્ડનું જીવન ખૂબ વિસ્તારથી જણાવ્યું. જે સ્ત્રી વત માન જીવનમાં ‘રૂથ સાયમન્સ ’ તરીકે હતી તેને બ્રાઈડ 6 Page #11 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ૧ મફી’ તરીકે જોવા અને સાંભળવા મળી. સમેહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું' કે, “ એનુ નામ ‘બ્રાઇડે મફી' હતું. એના પિતાનુ' નામ ડંકન મી` હતુ`. તેએ બેરિસ્ટર હતા. એ સ્ત્રી મિસ સ્ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ થ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરના પુત્ર હતા, તેમ જ પાતે પણ બેરિસ્ટર હતા. એ સેટ ટેરેસાના દેવળમાં જતી. ત્યાંના પાદરીનુ નામ ફાધર જોન હતું. એ પેાતે પ્રેટેસ્ટન્ટ હતી, પણ એને પતિ કેથાલિક હતા. ૬૬ વર્ષની વયે દાદર ઉપરથી પડી જવાથી તેનુ મૃત્યુ થયુ' હતું. તે દિવસે રવિવાર હતા. એણે એમ પણ જણાવ્યું કે, ફાધર જોનના કહેવા પ્રમાણે, એના આત્મા કોઈ વિશુદ્ધ સ્થળે જવાના હતા, પણ હકીકતમાં તેમ મન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૯૨૩માં આયેાવામાં તેને જન્મ થયા ’ આ શ્રી આયરિશ ભાષાનુ` લેશ પણ જ્ઞાન ધરાવતી ન હેાવા છતાં તેણે સ'મેાહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી. ( લેાકેાએ એ વખતે આશકા પણ કરી હતી કે કદાચ બ્રાઇડે મી' નામનું કોઈ પુસ્તક લખાયું હશે, જે આ રૂથ સાયમન્સે વાંચ્યુ હાય અને તેથી તેવી બધી વાતા કરતી હાય. પરંતુ તપાસ કરતાં જણાયુ કે એવુ' કોઈ પુસ્તક લખાયુ' જ ન હતું. વળી, તે ખાઈ કદી આયલે′′ડ ગઈ ન હતી, છતાં તેણે ત્યાંની કેટલા એરડા ? રસેાડુ' કચાં ? ઘરસામે વૃક્ષેા કયાં ?——વગેરે પુસ્તકમાંય ન સંભવે તેની ઝીણવટભરી વાતા પણ કહી હતી. બ્રિટીશ ઈનમેશન સમિતિએ પણ એ વાતેાને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેારી ખન સ્ટેઈને પેાતાના એ વિષયના પુસ્તકનું નામ ♦ સ` ફાર બ્રાઇડે મફી'' રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ટેઇપ-રેકોર્ડીંગનું અવતરણ કરવામાં આવ્યુ છે. ત્યાર પછી લેખકે એ પાંચે રેકાર્ડો સારા સારા બુદ્ધિશાળી માણસાને, વૈજ્ઞાનિકા વગેરેને સંભળાવી હતી અને તેમના 'ગત અભિપ્રાયા માંગ્યા હતા. એ બધી વાત લેખકે પોતાના તે પુસ્તકમાં જણાવી છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાનાને વિચાર કરતાં કરી મૂકે એવી બાબત છે, કેમકે બાઇબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્ન સહજ છે કે આવી કેાઈ સિદ્ધિ થાય તેા તેની સામે બહુ મોટા ઊહાપાહ થાય; ભારે માટે વિરોધ પણ જાગે. શ્રી મેારી બસ્ટેઈનને પણ આ બધી પરિસ્થિતિના સામના કરવા પડચો હતા. તેમની સામે પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું પણ હતું કે જો આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તેા બીજા ઘણા એ વિદ્યાના નિષ્ણાતા છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે પુસ્તકમાં મારી મન સ્ટેઈન કહે છે કે આ વિષયમાં હું કાંઈ એકલેા-અટૂલા નથી; મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેએ એક વખત આ વાતાને સ્વપ્નની વાતા માનતા હતા. એટલું જ નહિં, ખીજા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ પેાતાનાં અન્વેષણાથી પૂર્વજન્મના અસ્તિત્વની ખાખતમાં વિધેયાત્મક નિર્ણય લીધે છે અને તેમણે પેાતાની વાર્તાને પ્રકાશમાં મૂકી પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ ७२ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ-મહાત્સવ-ગ્રંથ છે; પરંતુ તેના જોઈએ તેટલા મહાળેા પ્રચાર જ થયેા નથી.૯ મેારી અન સ્ટેઈન આગળ વધતાં કહે છે કે એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હેાવા છતાં તેણે તે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું. તેને જ્યારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યુ' ત્યારે તેણે કહ્યું કે, · આ બધા અનુભવાને હું મારા ખૂબ જ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું, કેમકે મને પહેલેથી જ ખ્યાલ છે કે આવી વાતા ઉપર વિશ્વના માનવા શું ટીકા-ટિપણા કરશે ?’૧૦ પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધુ... મુશ્કેલ છે! આમ હાવા છતાં એ અંગેના ઊહાપાહ કરીને જાહેરમાં માથુ' ઊંચકનારાએ પણ ત્યાં છે. તેઓને કેવી હિંમતથી કામ લેવું પડતું હશે ! કિલિ’ગ નામના વૈજ્ઞાનિકે તા મેારી બસ્ટેઈનને કહ્યું હતું કે મને તેા ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાંખશે. જેએ વિરોધી છે તે તે આ બધી વાતને ઊંધી ચીતરીને જ રજૂ કરશે; કેમકે છેવટે તે પશ્ચિમના લોકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને વળગી રહે છે. એટલે આ લેાકેા આવી વાતાને કદારા વહેમ ' કહીને હસી પણ નાંખે.૧૧ અહી એક એવા પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો આ રીતે દરેક જીવના પૂ જન્મ હેાય જ, અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું પણ હાય, તેા દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ નથી થઈ આવતી? આ પ્રશ્નના સમાધાનમાં જૈન દાનિકા તે કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનાવરણીય નામનુ` કમ છે, જેના રજકણા આત્મા ઉપર વધુ પ્રમાણમાં ચાંટી ગયેલ હાય ત્યારે ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ થઈ શકે નહિ; e. Nor does this man stand alone. There are indeed a number of scientists whose experiments have led them to same conclusion. The first of the answer, then, is that some specialists do know about this other dimansion and have been publicizing their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been. — સર્ચ ફાર બ્રાઇડે મફી ( The Search for Briday Murif), પૃ. ૨૧૧ to One young person explaining her silence after she discovered evidence of rebirth, summerized her position with these words:" All this experience I kept to myself as a profound secret, for, young as I was, I realised what judgement the world would pass upon the narrator of such a story. —એજન, પૃ. ૨૧૧ 22. Kipling too had given some thought to this same problem: I saw with sorrow that men would mutilate and grable the story, that rival creeds would turn it upside down till, at last, the Western world, which clings to the dread of death more closely then the hope of life, would set it aside as an intersting superstion. —એજન, પૃ. ૨૧૨ (‘ફાઇનેસ્ટ સ્ટોરી ઇન ધ વર્લ્ડ'' પુસ્તકમાંથી ઉત્ત ) Page #13 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજ્યજીઃ વશીકરણવિદ્યા અને પુનર્જન્મ ૭૩ એવું કેઈ નિમિત્ત-દશન વગેરે–થાય તે જ આ કાર્મિક અણુઓ ઊખડી જાય અને આત્માને ભૂતપૂર્વ અનુભવની સ્મૃતિ થઈ આવે. વળી, પૂર્વજન્મની સ્મૃતિની તે શી વાત કરવી? આપણું વિસ્મરણશક્તિ એટલી બધી તીવ્ર છે કે આ જન્મના પણ બાલ્યકાળના અનુભવેની સ્મૃતિ ઘણાને થતી નથી! ખેર. આ તે દાર્શનિક દષ્ટિએ સમાધાન મેળવ્યું; પણ અર્વાચીન જગતને એક વિદ્યાથી તે કહે છે કે “કદાચ આપણે આપણા ભૂતકાળ જરૂર જાણી શકીએ, પરંતુ ખાસ કરીને પશ્ચિમના આપણા દેશની અધ્યયન પદ્ધતિ અને ઘડતર જ એવાં છે કે એણે આપણું મગજને ધંઈ જ નાખ્યાં છે, અને આપણું વિશિષ્ટ સ્મરણશક્તિને વિનાશ કરી નાખે છે! ૧૨ બેશક, કેઈને પણ ભૂતપૂર્વ જન્મનું સ્મરણ થઈ શકતું નથી એમ તે ન જ કહી શકાય. હવે તે શાન્તિદેવી, નેકાટી વગેરેને જાતિસ્મરણની વાત મેર ફેલાઈ ગઈ છે. અને જેમને આવાં જાતિસ્મરણે વગેરે નથી થયાં અને તેથી ભૂતપૂર્વ જન્મની સ્મૃતિ નથી થઈ તેઓ પણ પિતાના જીવનમાં જે કોઈ લાગણીઓ ધરાવે છે, તેમનામાં જ્યારે કયારે પણ કેટલાક ભાવાવેશ આવી જાય છે, તેમનામાં જે શક્તિઓ કામ કરી રહી છે, જુદા જુદા વિષયમાં તેઓ જે સુરૂચિ અને અરુશિ ધરાવે છે—એ બધાંયની પાછળ આંતરમનમાં પડેલા ભૂતપૂર્વ જન્મના સંસ્કારે જ કામ કરે છે ને? એટલે, બીજી રીતે તે દરેક આત્મા પિતાના વર્તમાન જીવનની સાથે ભૂતપૂર્વ જીવનેની કડી લગાડીને જ રહે છે, એમ માનવું જોઈશે. અને તેથી જ સારા માણસે ભૂતપૂર્વ ભૂલેની પુનરાવૃત્તિ કરતાં અટકે છે; જ્યારે દુર્જને એવી ભૂલોને પુનઃ પુનઃ કરતા જોવા મળે છે. આ બધાની પાછળ પૂર્વજન્મને સંબંધ કામ કરતો હોવાનું માન્યા વિના છૂટકે જ નથી. ૧૩ પૂર્વજન્મની વાર્તા કહેતા માણસે પોતાની તરફેણમાં કહે છે કે માતાપિતાના સંસ્કાર જ બાળકના વારસામાં આવે છે એ વાત લગભગ વજૂદ વિનાની છે. એવું જ લગભગ સર્વત્ર જોવા મળે છે કે જે મા-બાપમાં નથી હોતું તે બાળકમાં હોય છેઃ બાપ કોધી હોય અને બાળક ક્ષમાશીલ હોય; બાપ ઉદાર હોય અને બાળક કૃપણ હોય. હવે જે બાળકને એના સંસ્કાર વારસામાંથી નથી મળ્યા તે ક્યાંથી આવ્યા? આને ઉત્તર પૂર્વજન્મની માન્યતાથી જ મળી શકે છે. બાળકને આત્મા જન્માન્તરના સંસ્કારને લઈને અહીં આવેલ છે માટે જ આમ બને છે. પણ આ વિધાન સામે એક પ્રશ્ન થઈ શકે છે કે, “ભલે તેમ હોય, પણ જ્યાં પિતા-પુત્રના સંસ્કાર તદ્દન સમાન છે ત્યાં તો પુનર્જન્મની વાતને સમર્થન નથી જ મળતું ને? કેમકે ત્યાં તો સ્પષ્ટ રીતે કહી શકાય તેમ છે કે પિતાના લેહીના સંસ્કાર જ બાળકમાં ઊતરી ગયા છે.” 12. To the theory of another student who contends that perhaps we might remember something of our past but that our training and conditioning, particularly in the Western world, has 'washed our brains'obliterating these memories. –એજન, પૃ. ૨૧૨. 13. ......... Although we do not remember specific incidents of previous lifeepisodes, we still carry over fmpressions, tendencies, capacities, and dispositions subconscious checks and balances--which resirain us from repeating past mistakes and guide us in the eternal process of erolution. એજન, પૃ. ૨૧૩, ૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહેાત્સવપ્રથ આ વાતનું સમાધાન આપતાં ડાઁ. હેાન મેક ટેગા પેાતાના હ્યુમન ઇસ્માર્ટલીટી એન્ડ પ્રીએકઝીસ્ટન્સ' નામના પુસ્તકમાં કહે છે કે આ વાત પણ ખરાખર નથી. જે બાળકનો આત્મા પેાતાના ભાવી પિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતા હૈાય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે, ત્યારે આવુ અને છે. એટલે હવે એમ તેા ન જ કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યો. આગળ વધતાં, લેખક એક દૃષ્ટાન્ત આપીને પેાતાની વાત સમજાવતાં કહે છે કે અમુક માથા ઉપર અમુક હેટ બરોબર ફિટ બેસી ગઈ તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગાળાઈ હતી તે હેટમાં ઊતરી ગઈ, માટે માથામાં હેટ ‘ ફિટ ' બેસી ગઈ; બલ્કે અહીં એમ જ કહેવાય છે કે જેવી ગાળાઈ માથાની હતી તેવી જ ગેાળાઈ જે હેટની હતી તે એય એક સ્થાને ભેગાં થઈ ગયાં. ૧૪ આ જ વાતને ન્યુ ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જે લેાહીમાંસમાંથી અને છે તે લાહીમાંસ છે, જે આત્મામાંથી આવે છે તે આત્મા જ છે. : > ७४ બ્રાઇડે મફીના પુનર્જન્મની પાંચ ટેઇપ-રેકૉર્ડ્ઝ સાંભળનારામાંથી ઘણાઓએ એ પ્રશ્ન કર્યાં છે કે શું એ રીતે અમારા પૂર્વજન્માની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આના ઉત્તર આપતાં શ્રી મેારી ખ°સ્ટેઈન કહે છે કે ના; આજે તેા નહીં, કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનુ મનેાખળ અસાધારણ રીતે મજબૂત હાવુ. જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દૃઢ મનેામળ મહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે. જ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રયાગથી જૈન દનને માન્ય એવું એક વિધાન સિદ્ધ થાય છે કે એક જ આત્માની સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસ્થિત રહેતી નથી, પર’તુ ખદલાઈ પણ જાય છે. આ વાતને આ પ્રયાગાના બધા જાણકારોએ સમન આપ્યુ' છે. શ્રી એડગર કૈસીએ પણ આજ વાત કહી છે. ૧૫ અસ્તુ. વશીકરણવિદ્યાના પ્રયાગાથી આત્માનું અમરત્વ, પૂર્વ જન્મ અને પુનર્જન્મ, દેવલેાક, સ’સ્કારોનું પ્રચંડ ખળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક ખાખતા સિદ્ધ થઈ જાય છે. આ વિષયના ઊહાપેાહ કરતા ઘણા ગ્રંથ લખાયા છે; જેવા કે ડૉ. આર. સી. હૅનસનનું ૮ ધ ઇમ્પ્રીઝન્ડ સ્પ્લેન્ડર ’; રાલ્ફ શીલેતુ પ્રેબ્લેમ આક્ રીખ'; જીના સરમિનરાનુ * 18. The man whose nature has certain characteristics when he was about to be reborn, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the fact that he was reborn in that particular body rather than in another. The shape of the head does not determine the shape of the hat, but it does determine the selection of this particular hat for this particular head. —એજન, પૃ. ૨૧૪. ( ડા. જ્હોન મેક ટેગાકૃત ‘હ્યુમન ઇમ્માટી લીટી ઑફ પ્રીએગ્ઝીસ્ટન્સ' પુસ્તકમાંથી ઉદ્ધૃત ) ૧૫. These findings, incidentally, are suported by the readings of Edgar Cayce, who maintained that race, nationality or sex might alter from one life experience to the next. ~એજન, પૃ ૨૧૫, Page #15 -------------------------------------------------------------------------- ________________ મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ 75 મેની મેન્શન્સ, થોમસ સુગરનું, “ઘેર ઈઝ એ રિવર; ઈવા માટનનું “રીંગ ઑફ રીટર્ન” વગેરે. રૂથ સાયમન્સના આયર્લેન્ડના ભૂતપૂર્વ જીવનની વાત સાંભળીને એક પત્રકારે તપાસ કરાવી. એ વાત જાણીને સાનંદાશ્ચર્ય થશે કે જ્યારે એ તપાસ કરવામાં આવી ત્યારે ઘણા પ્રયત્ન બાદ ઘણી ઘણી વાતોને સંવાદ પ્રાપ્ત થયો. આ અંગે જેમને વિસ્તારથી જાણવું હોય તેમણે આ લેખકનું “ધ સર્ચ ફોર બ્રાઈડે મફ' પુસ્તક જોઈ લેવું. જ પામેલા કેટલાક માણસે આ રીતે આત્મા અને તેને પુનર્જન્મની માન્યતાની વાતેના ખૂબ ઊંડાણ સુધી પહોંચી જાય અને તે પછી પરિશ્રમ વેઠીને મોટાં પુસ્તક પ્રગટ કરે અને તેમાં જૈન દર્શનને ખૂબ જ અનુકૂળ વાતે જોવા મળે ત્યારે હૈયું આનંદથી છલકાઈ જાય એ સ્વાભાવિક છે. વશીકરણવિદ્યાના પ્રગથી જે આત્માનું અમરત્વ સિદ્ધ થતું હોય, તે એ અમર આત્માના ભાવીની જ ચિંતા કરવાનું ઉચિત નથી શું ? જે વર્તમાન જીવનના સુખદુઃખના મૂળમાં જન્માંતરના સંસ્કાર કર્મ દ્વારા કામ કરતા સિદ્ધ થતા હોય તે ભાવી જમેના સૌંદર્ય માટે વર્તમાન જીવનને સુંદર સંસ્કારથી સભર બનાવવાનું અનિવાર્ય નથી શું? અને છેલ્લી વાત. અગમનિગમની આવી વાત કહી જનારા સર્વજ્ઞ ભગવંતોની તમામ વાતમાં અપ્રતિહત શ્રદ્ધા મૂકી દેવામાં હવે આપણે પળભરાય વિલંબ કરીશું ખરા ? એ શ્રદ્ધાને અનુરૂપ જીવન બનાવવામાં લેશ પણ ઉદાસીનતા દાખવીશું ખરા ? અગમ વસ્તુને જાણ્યાને સાર જીવનને ઉચ્ચમાગી અને વિશુદ્ધ બનાવવાને નિશ્ચય અને પુરુષાર્થ કરે એ જ છે. બાજરી, Isk || S S A ' I'll . હા પરા -1 ," આ