SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ-મહેાત્સવ-ગ્રંથ આમ જ્યારે આત્મા નિત્ય છે ત્યારે પૂજન્મ અને પુનર્જન્મની વાતેા પણ જૈન દર્શનમાં બહુ જ સહજ રીતે ઠેર ઠેર વેરાયેલી જોવા મળે છે. અને તેથી જ કરે તેવું પામે” એ ન્યાયે વમાન જન્મમાં સુંદર ધર્માચરણ કરવુ' એ પણ જરૂરી બની જ જાય; કેમકે તેના વિના પુનર્જન્મ પામ્યા પછી જીવાત્મા પેાતે સુખદ જીવનનું ઐશ્વર્ય પામી શકે નહિ. ૬૨ આમ આત્મા અંગેનું વિશદ સ્વરૂપદર્શન જૈન દર્શનમાં જોવા મળે છે. તેથી જ કાઈ પણ જૈન આ વિષયમાં કોઈ શંકા કરતા નથી, અને શકય એટલું સદાચારપરાયણુ જીવન જીવવાની કેશિશ પણ કરતા રહે છે. પણ આ હકીકત જગતના ઘણા મોટા વિસ્તારમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી છે. બુદ્ધિજીવી વર્ગ આત્માના સ્વરૂપમાં જાતજાતની શંકા-કુશ’કાએ કરતા રહે છે, વૈજ્ઞાનિકવર્ગ એના અંગે તરેહતરેહના ઊહાપાહ કરે છે; વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માના સત્ય સ્વરૂપનુ' અન્વેષણ કરવા કટિબદ્ધ પણ બનેલા છે. ૧૯૬૦ના માર્ચની ૧૮મી તારીખથી આત્મસિદ્ધિ કરી આપવા માટે અમેરિકાની આઠ વૈજ્ઞાનિક સ`સ્થાએ બીડુ ઝડપીને તેના માટે એક વ્યક્તિએ બે કરોડ ડોલરનું વીલ કર્યુ છે, તેની રકમ પ્રાપ્ત કરવા આગળ આવવાની જાહેરાત જોઈ છે. ભારતમાં જયપુર વિશ્વવિદ્યાલયના પેરાસાઇ કાલેાજી વિભાગના પ્રેફેસર ડૉ. બેનરજી આત્માના પૂર્વજન્મ અંગેનું સત્ય તપાસવા આકાશ-પાતાળ એક કરવા લાગ્યા છે. વિશ્વભરમાંથી પૂર્વજન્મની સ્મૃતિ પ્રાપ્ત કરતા લગભગ ૫૦૦ કિસ્સાઓ તેમણે ભેગા કર્યાં છે. દિવસે દિવસે તેએ પૂર્વજન્મના અસ્તિત્વની સત્ય હકીકતની વધુ ને વધુ નજદીક આવતા જાય છે. આવું આવું તે ઘણું ઘણુ' આજે સંશેાધન થઈ રહ્યું છે. આ સંશોધનને અંતે આત્માનું અસ્તિત્વ અને અવિનાશપણુ' નક્કી થતુ જાય છે.. આજે જુદા જુદા ઘણા વૈજ્ઞાનિક દૃષ્ટિકાણથી આત્માના અસ્તિત્વને પુરવાર કરતાં સત્યા હાથ લાગ્યાં છે. અનેક વૈજ્ઞાનિકાએ નિત્યાત્માનું અસ્તિત્વ કબૂલ્યું છે. આપણે અહી એમાંના એક સત્યાન્વેષીની આત્માના પૂર્વજન્મ અંગેની કબૂલાત વિચારીશું. આ ભાઈ એ વશીકરણવિદ્યા( Hypnotism )ના પ્રયોગો દ્વારા પૂર્વજન્મની સિદ્ધિ કરી છે. એમણે એવા ૧૩૮૩ પ્રયાગા કર્યા છે. અને છેલ્લામાં છેલ્લા ગણાતા છઠ્ઠા નખરના સાથી ઊંડા વશીકરણ( Deepest hypnotism )થી એ આત્માએની પાસે તેમના પેાતાના પૂર્વ જન્માની સ્મૃતિ તાજી કરાવી છે. એમનુ નામ છે એલેકઝાન્ડર કેનન. એમણે • ધ પાવર વિધિન ’ ( l'he Power Within ) નામનુ' પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે. આ પુસ્તકના સેાળમા પ્રકરણમાં એમણે વશીકરણવિદ્યાથી પુનર્જન્મની સિદ્ધિ કરતી માહિતીએ આપી છે. તેમણે ત્યાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કેઃ— “ એક સમય એવા હતા જ્યારે ઘણાં વર્ષો સુધી પુનર્જન્મના સિદ્ધાન્ત મારા માટે એક ભયકર સ્વપ્ન રામે હતા. તે વખતે હું આ સિદ્ધાન્તને તોડી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતા. હું વશીકરણવિદ્યાના નિષ્ણાત હતા એટલે અવારનવાર અનેક વ્યક્તિએ ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગેા કરતા અને તેએને ઘણી ઘણી વાતો પૂછતા, જ્યારે કચારે પણ તેમાંનુ કાઈ પણ મને પુનર્જન્મના અસ્તિત્વની વાત કરતું ત્યારે હું સખ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230221
Book TitleVashikaran Vidya ane Punarjanma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Mithology
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy