SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજી વશીકરણવિદ્યા અને પુનર્જન્મ તે પેલા સાકરના કટકા જેવું છે કે જે ઓગળીને ક્યાંય ફેલાતો નથી, પણ જ્યારે એ વિચારરૂપી સાકરને કટકે આંતર મનમાં ચાલી ગયે ત્યારે એ ત્યાં સર્વત્ર વ્યાપી ગયે. એટલે વિચાર ક્યારેય મરી જતો નથી પણ ઊલટો એ તો આંતર મનમાં સર્વત્ર વ્યાપીને લાંબું જીવન જીવતા હોય છે. જે આ જ વસ્તુસ્થિતિ છે તે કઈ પણ પ્રાણી ક્યારેય મરી શકતું નથી; ઊલટું પેલા વ્યાપ્ત વિચારને (કે જેને જૈન પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે તેને) પિતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનોએ આત્માના મૃત્યુ જેવી વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવે જોઈએ, કેમકે આત્મા અમર છે, અઢળક સંસ્કારને એ ખજાનો છે. “ધ પાવર વિધિન” નામના આ પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન કે જેઓ વિશ્વને ખૂણેખૂણે ખૂદી વળ્યા છે, તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તે એટલો જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી. અહે! આ વાત જે જગત સમજી જાય તે સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, પછી તે કઈ કેઈનું ખૂન નહિ કરે, કઈ દુઃખને માર્યો જીવ આત્મહત્યા નહિ કરે; કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતો માણસ પછી સમજી જશે કે આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખને અંત આવશે તેનાથી ઘણાં વધુ દુઃખનાં ધાડાં ફરી તૂટી પડશે, કેમકે “હું અમર છું', મારે અહીંથી પણ કાયક જવાનું છે. લેખક કહે છે કે આજના ન્યાયાલયે શું ખરેખર ન્યાય કરે છે? ના, ના, એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તે ફાંસીની જ સજા ફટકારશે ને? પણ તેથી શું થયું? ખૂની માણસના ખૂનને જે વિચાર ખૂન કરાવી ગયે તે વિચારને આત્મામાં સંસ્કાર રૂપે વ્યાપી જાત કઈ રેકી શક્યું? એ સંસ્કારને કેઈએ દૂર કરી દીધા? જે એ સંસ્કાર દૂર ન થયા તે ખૂનીને આત્મા તે મૃત્યુ પામતો જ નથી, એટલે પુનઃ પુનઃ એ સંસ્કારો એની પાસે અનેક વ્યક્તિઓનાં ખૂન કરાવતા જ રહેશે ! તે પછી આ ન્યાયાધીશે તે ન્યાય કર્યો કે અન્યાય ! ફરી ફરીને ખૂને કરતાં રહેવાની તકને જીવતી રાખીને ખૂનીને ફાંસીના માંચડે ચડાવી દે અને તેથી અનેક બીજાં ખૂને થવા દેવાં એ માનવજાત સામે ભયંકર અન્યાય નથી શું? હવે તે એવાં ન્યાયાલયની જરૂર છે, જ્યાં ખૂનીને ફાંસીએ ચડાવવાને બદલે એના આંતર મનમાં વ્યાપી ગયેલા સંસ્કારને ફાંસી દેવામાં આવે. આ કામ તે ધર્મગુરુઓ-માનસશાસ્ત્રીએ જ કરી શકશે. 4. You will never be able to say again that a man can die. Indeed, there is not, and cannot be, any room in the Universe for such an idea as death. –એજન, પૃ. ૧૭૬ u. There is no death ! That is the Supreme massage which this chapter has for you! What a profound change would come over the whole world if that lesson were well and truely learned ! Suicide and murder would cease. –એજન, પૃ ૧૭૭. c. What a lesson the would-be suicide can learn from the fact that we do not, cannot die ! He would then know that suicide, so far from ending his miseries, would plunge him into a dilemma ten thousand times worse than the one from which he Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230221
Book TitleVashikaran Vidya ane Punarjanma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Mithology
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy