________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-થ જન્મની જેટલાં વર્ષ પૂર્વની વાત પૂછવામાં આવે, ખરેખર તેટલાં વર્ષ પૂર્વની અનુભૂતિ તે વ્યક્તિ બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરે છે. આમ સો, બસે કે ત્રણ વર્ષ પૂર્વની વાત કે હજાર વર્ષ પૂર્વની વાત પણ પૂછવામાં આવે તો તેની પણ સ્પષ્ટ ભાષામાં–જાણે કે તે વખતે તે જીવનની જ અનુભૂતિ થઈ રહી હોય તેવી રીતે–રજૂઆત કરી શકે છે.
આ વિદ્યાના તો એમ માને છે કે આ રીતે પૂર્વજન્મ જેવી વાત સિદ્ધ થાય છે, માટે તે વર્તમાન જીવનના અનેક ગૂંચવણભર્યા પ્રશ્નોને ઉકેલ લાવી શકાય છે. એવા અનેક માણસે છે, જેઓ જાતજાતના ભયથી સદા પીડાતા હોય છે. આવા માણસો એ ભય વગેરેની ગ્રંથિની પીડાનાં કારણે ઉકેલી શકતા નથી, કેમકે તેમને તેમના વર્તમાન જીવનમાં તેનાં કારણે મળતાં જ નથી. પણ જે વશીકરણવિદ્યાને આશ્રય લેવામાં આવે અને છઠ્ઠા નંબરનું સૌથી વધુ ઊંડુ વશીકરણ તેમની ઉપર અજમાવવામાં આવે તો તેમના પૂર્વજન્મની સ્મૃતિઓ જાગૃત થાય અને તેમાંથી વર્તમાન કાળની ભયગ્રંથિની પીડાનાં કારણે પકડી શકાય. આજને બુદ્ધિવાદી માનવ માને કે ન માને પણ આ સિદ્ધાન્ત ઉપર એ લોકોએ અનેક માનવને ભયાદિની ગ્રંથિથી મુક્ત કરીને સુખી કર્યા છે. અહીં તો આપણે આવા બે જ દાખલા વિચારીશું :
એક માણસ એ હતું, જે કોઈ દિવસ “લિફટમાં ઊતરતે નહિ; કેમકે તેને પડી જવાને ખૂબ જ ભય લાગ્યા કરતો. એક વખત તે એક હિટિસ્ટની પાસે ગયે; એને એણે પિતાની સઘળી વાત કરી. તપાસ કરતાં આ જીવનમાં તે તેવા ભયનું કઈ કારણ ન જણાયું. તરત તેને સુવડાવી દેવામાં આવ્યો અને તેના ઉપર ઊંડા વશીકરણ (deepest hypnotism)ને પ્રગ કરવામાં આવ્યું. તે વખતે તે માણસે પોતાને “ચાઈનીઝ જનરલ” તરીકે ઓળખાવ્યું અને કહ્યું કે, “હું ખૂબ ઊંચા મકાન ઉપરથી અકસ્માત પડી ગયે અને મારી ખોપરી ફાટી ગઈ. મારું મૃત્યુ થયું. ત્યાર બાદ તેને ટેબલ ઉપરથી ઊભે કરવામાં આવ્યું, અને હિટિસ્ટે તેને બધી વાત જણાવતાં કહ્યું કે, “એ જે અકસ્માત થયે તે વખતે ઉપરથી નીચે પડવાના ભયની લાગણીઓ તમારા મગજમાં સર્વત્ર પ્રસરી ગઈ એ સંસ્કારે આજે પણ “લિફટમાં નીચે ઊતરવા જતાં જાગૃત થઈ જાય છે.”
આ જ બીજો એક કિસ્સો બન્યો છે. એક બાઈ હતી. તે પાણીથી ખૂબ જ ગભરાતી હતી; કદી પણ નદી, તળાવ, સમુદ્ર વગેરે પાસે જતી નહિ. આ બાઈ પણ એક હિનોટિસ્ટ એની પાસે ગઈ. એણે એને પિતાની ભયગ્રંથિની વાત કરી. વર્તમાન જીવનમાં આવા ભયનું કઈ કારણ ન મળતાં તેની ઉપર પણ પૂર્વજોની સ્મૃતિ તાજી કરતું ઊંડું હિમ્નેટિઝમ કરવામાં આવ્યું. એ વાત જાણીને આશ્ચર્ય થશે કે એ પ્રગથી એને એક એ પૂર્વજન્મ પકડાયો, જેમાં તે સ્ત્રીને આત્મા રોમદેશમાં પુરૂષ ગુલામ તરીકે હતે. (આ ઉપરથી જૈન દર્શનની એ વાત સિદ્ધ થાય છે કે પુરુષ મરીને સ્ત્રી થઈ શકે છે, સ્ત્રી મરીને પુરુષ થઈ શકે છે.) ત્યાં તેના કેઈ અપરાધને કારણે તેને પગે સાંકળ બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારી નાખવામાં આવ્યું હતું. આ ઉપરથી હિનેટિસ્ટે એવું તારણ કાઢ્યું કે એ ગૂંગળામણ વખતે પાણીના ભયના જે સંસ્કાર ચિત્તમાં જામ થઈ ગયા હતા તે અત્યારના તેના સ્ત્રી-જીવનમાં જાગૃત થઈને તેને પાણીથી ડર પેદા કરાવી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org