Book Title: Vakyapadiyam Author(s): Bhartuhari, Jaydev M Shukla Publisher: L D Indology Ahmedabad View full book textPage 8
________________ પુરવચન મહાવૈયાકરણ ભર્તુહરિના “વાકષપદીય ને, તેની મૂલકારિકાઓ, ગુજરાતી અનુવાદ અને વ્યાખ્યાન સાથે, અભ્યાસીઓ સમક્ષ રજુ કરતાં આનંદ અનુભવું છું. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ પછી, વ્યાકરણના શાસ્ત્રીય તેમજ દાર્શનિક વાડુમયમાં, ભર્તુહરિનું અનન્ય ગૌરવ છે. ભારતીય દર્શનની વૈદિક કે અવૈદિક પરંપરામાં એવો કોઈ મહત્ત્વનો લેખક નથી જેણે ભર્તુહરિને મતોને તેમના ખંડન માટે કે સ્વાભિપ્રાયને મંડન માટે સીધે કે આડક્ત ઉલેખ કર્યો ન હોય. દિગ્ગાગ, ભવ્ય, ધર્મકીતિ, શાન્તરક્ષિત અને ધર્મોત્તર જેવા બૌદ્ધ નૈયાયિક, મલવાદીથી પ્રભાચંદ્ર સુધીના જૈન દાર્શનિકો, જયત જેવા નાયિક, કુમારિક અને પ્રભાકર જેવા મીમાંસકે, ઉપથી અભિનવ સુધીના શપરંપરાના લેખકે અને આનંદવર્ધનથી મમ્મટ સુધીના આલંકારિકેના ગ્રંથ ભર્તૃહરિના વચનોથી સુમંડિત છે. વ્યાકરણશાસ્ત્ર અને વ્યાકરણદર્શનને તે ભતૃહરિ વિના ચાલે તેમ નથી. કારિકાઓને પ્રસ્તુત અનુવાદ શબ્દશઃ નહિ, પરંતુ વ્યાખ્યાનાત્મક છે. ભર્તુહરિના વિચારને સ્પષ્ટ કરવાનું તેનું ધ્યેય હોઈ પૂરક શબ્દો ઉમેરવાનું મેં આવશ્યક માન્યું છે. ટિપ્પણમાં તે તે કારિકાના વિચારને વિશદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જરૂર પડે ત્યાં હરિવિચારના નિબન્ધનરૂપ મુનિત્રયનાં વચનોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. છતાં અનુવાદ અને ટિપણમાં વિદ્વાન અભ્યાસીઓને ક્ષતિ જણાય તો તેમને સન્તવ્ય ગણવા વિનંતી છે; કારણ કે, હરિકારિકાઓ અનેક સ્થળે દુર્બોધ છે અને તેમના ઉપરની પ્રાચીન ટીકાએ કારિકાવિચારની હમેશાં પષ્ટતા કરતી નથી. અનુવાદ અને ટિપ્પણોમાં મુનિત્રયનાં વચને, વાક્યપદીયની યથાપ્રાપ્ત વૃત્તિ તથા પુણ્યરાજ અને હેલારાજની ટીકાઓનો સર્વત્ર અને અર્વાચીન ટીકાઓમાં પં. રઘુનાથ શાસ્ત્રીની અબકત્ર ટીકાને કેટલેક સ્થળે આધાર લેવામાં આવ્યા છે. આ પુસ્તકમાંના કારિકાપાઠ માટે પ્રોફ. વિહેમ રાઉના જમીન સંપાદનને આધાર લેવામાં આવ્યો છે. આ અંગે પ્રોફે. રાઉનો અત્યંત આભારી છું. પ્રસ્તાવનામાં, વાકષપદીના મૂલપાઠ, કારિકાઓની કમવ્યવસ્થા, વાકય પદયના ટીકાકારો. ભર્તા હરિની અન્ય રચનાઓ. વાકયપદીયના વિષયોનું ઐતિહાસિક અને તોલનિક દૃષ્ટિએ મૂલ્યાંકન અને મુનિત્રયના તથા અન્ય દાર્શનિકોના સિદ્ધાંતો સાથે તેના વિચારોની સંગતિ વગેરેની ચર્ચા, અન્યવિસ્તારભયથી રજુ થઈ શકી નથી તે અંગે દિલગીર છું. એક સ્વતંત્ર પુસ્તક રૂપે તેમને રજૂ કરવાનું વિચાર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 770