Book Title: Vakyapadiyam Author(s): Bhartuhari, Jaydev M Shukla Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ પ્રાસ્તાવિક મહાવૈયાકરણ ભહરિના “વાક્યપદીય' ગ્રંથને ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત કરતાં લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર આનંદ અનુભવે છે. પ્રસ્તુત ગ્રંથમાં વ્યાકરણના તત્ત્વજ્ઞાનની વિશદ મીમાંસા છે. આને પરિણામે ભારતીય દર્શનની વિવિધ શાખાઓના સંસ્કૃત ગ્રંથમાં ભર્તુહરિના મતની નોંધ લેવામાં આવી છે, એટલું જ નહિ પણ તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. આથી દર્શનક્ષેત્રમાં “વાક્યપદીનું મહત્વ સૂચિત થાય છે. આવા મહત્વના ગ્રંથનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક ડો. જ્યદેવભાઈ શુકલે કરી આપ્યો છે, તે બદલ હું તેમનો આભાર માનું છું. ગુજરાતમાં “વાકથપદીય'ના વિશિષ્ટ અભ્યાસ અને સંશોધક તરીકે તેમની ખ્યાતિ છે. તેઓ વ્યાકરણશાસ્ત્રના વિધાન છે. તેમણે તેમના આ વિશિષ્ટ જ્ઞાનનો લાભ ગુજરાતના દર્શાનપ્રેમી અભ્યાસીઓને આ ગ્રંથાનુવાદ દ્વારા આપવાનું સ્વીકાર્યું એ ખરેખર આનંદપ્રદ છે. તેમણે લખેલ ટિપણે અને પ્રસ્તાવના તેમની વિદત્તાની સાક્ષી પૂરે છે. આ કૃતિના પ્રકાશનમાં આર્થિક સહાય કરવા બદલ ગુજરાત સરકારને આભાર માનું છું. ગુજરાત રાજ્યના ભાષાનિયામક શ્રી નારાયણભાઈ વ્યાસ અને ગુજરાત અકાદમીના મહામાત્ર શ્રી હસુ યાજ્ઞિક સાહેબ આ બંનેએ આ બાબતમાં રસ લઈ સહકાર આપ્યો છે, તે બદલ તેમને પણ આભાર માનું છું. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ-૩૮૦ ૦૦૯ ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૪ નગીન જી. શાહ કાર્યકારી અધ્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 770