Book Title: Vajraswamisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણભગવતા ૧૫ નાદ સાથે જયજયરવ પ્રગટ થયે. આથી રાજાએ પ્રસન્ન થઈ ત્રીસ ધની પ્રશંસા કરી. પછી શ્રાવકસમુદાયથી પરિવરાયેલા શ્રમણા પણ પેાતાના સ્થાને આવ્યા. વજ્ર આઠ વર્ષના થતાં તેને આચાય સિંહગિરિસૂરિએ દીક્ષા આપી. બાલમુનિ વા પહેલેથી જ સંસ્કાર, જ્ઞાન અને વૈરાગ્યભાવસ'પન્ન હતા. દીક્ષા લઈ સયમ, જ્ઞાન, ત્યાગ તપમાં વિશેષ દક્ષ બન્યા. પૂર્વની જેમ તેમની આળ સાધુ જીવનમાં પણ અનેક કસોટી થઈ; અને દરેક પ્રસગે તેમાં પાર ઊતરીને સાધુજીવનને ઉજ્જવળ અને ઉન્નત બનાવતા રહ્યા. આ બાજુ સુનંદાએ વિચાર કર્યું કે મારા ભ્રાતા, પતિ અને પુત્ર મુનિ થયા, તેા હવે મારે પણ સયમનું શરણુ લેવુ જોઈ એ. ’” આથી તેણે પણ દીક્ષા અંગીકાર કરી. એક વાર આચાર્ય સિદ્ધગિરિસૂરિશિષ્યપરિવાર સાથે વિહાર કરતાં અતિ નગરીના ઉદ્યાનમાં પધાર્યાં. અહીં બાલમુનિ વજ્રની પરીક્ષા કરવા તેમના પૂર્વ ભવના દેવમંત્રા જ઼ ભક આદિ વૈક્રિય મેઘમાળા કરી. આની મયૂરના કેકારવા અને સારસના મધુર સ્વરે ગુંજી ઊંચા ખળખળ કરતા જળપ્રવાહથી પ્લાવિત બનેલી ભૂમિ ાણે જળમય ભાસવા લાગી. આવા સમયે અપકાયના જીવાની પણ વિરાધના ન થાય તે માટે ગુરુ મહારાજે શિષ્યપરિવાર સાથે એક વિશાળ ગિરિગુફામાં નિવાસ કર્યાં. મેઘ ઘણા સમય સુધી વિરામ ન પામતાં મુનિમહારાજે ઉપવાસ કરી જ્ઞાનય્યાનમાં લીન રહ્યા. ઘણા સમય પછી મેઘ વિરામ પામતાં સૂર્ય દૃષ્ટિમાન બન્યા. બાલમુનિ વજ્ર આદિના ઉગ્ર તપથી સંતુષ્ટ થયેલા દેવે। શ્રાવકનાં રૂપ લઈ ને ત્યાં આવ્યા અને પારણાં માટે વિનતિ કરી. બાલમુનિ ગુરુ-આજ્ઞા લઇ ગોચરી વહેરવા ગયા. માર્ગોમાં તેમણે જે જે જોયું તેનાથી વિસ્મય પામ્યા. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર ફરતાં, તેનાથી સ વિરુદ્ધ જ જુએ છે, દ્રવ્યથી કાળાના પાક જોવામાં આળ્યે, ક્ષેત્રથી માલવ દેશ તૈયા, કાળથી ગ્રીષ્મ ઋતુ હતી અને ભાવથી વિચાર કરતાં તે શ્રાવક અનિમિષ નેત્રાવાળા હતા ! તેમના પગભૂમિને સ્પર્શતા ન હતા; એટલે કે તેઓ મનુષ્ય ન હતા; દેવ હતા ! અને દેવ દ્વારા પ્રાપ્ત આહાર દેવપિંડ ગણાય તેથી તે કલ્પે નહીં. આથી આ શ્રાવકને વારવા આવવાની બાલમુનિ વજ્ર ના જણાવી વાસ્તવિકતા જણાવી. આ સાંભળી દેવા ખૂબ પ્રસન્ન થયા; અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ વ મુનિને વંદન કરી વૈક્રિયલબ્ધિ અપણુ કરી. ખીજી વાર એ જ દેવા કોટી કરવા જેઠ મહિનામાં પુનઃ આવ્યા. આલમુનિ વજ્રને ઘેબર વહેારવા માટે વિનંતિ કરી, ત્યારે પણ વજ્રમુનિ જ્ઞાને પયાગથી દેવાને એળખી જાય છે અને આહાર વહેરતા નથી. દેવાએ પણ ખૂબ પ્રસન્ન થઈ ને બાલમુનિ વાને ‘ આકાશગામિની ’ વિદ્યા અર્પણ કર્મ. એક વખત ગુરુ મહારાજ સ્થતિભૂમિએ ગયા હતા અને બીજા ગીતા મુનિએ ગોચરી વારવા ગયા હતા. એટલે વજ્રમુનિ બાલ્યભાવથી બધા મુનિએનાં વીટિયા નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશૅલા એવા શ્રુતસ્ક ંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપની શરૂ કરે છે. એવામાં ગુરુમહારાજ શ્રી સિંદ્ધગિરિ ઉપાશ્રય નજીક આવ્યા. મેઘ જેવા 'ભીર વજ્રમુનિના શબ્દો તેમના સાંભળવામાં આવ્યા, જે સાંભળતાં તેમણે વિચાર કર્યા કે--- Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8