Page #1
--------------------------------------------------------------------------
________________
૧૪૮
શાસનપ્રભાવક
રાજ હતું. આચાર્ય પાદલિપ્તસૂરિ પધાર્યા તે પહેલાં શાતવાહનની સભામાં ચાર કવિઓ આવ્યા હતા. ચારે કવિઓએ મળીને રાજાને એક કલેક સંભળાવ્યું કે –“ની મોજનમાય, પઝ કાળનાં રચા ! ક્ષતિરવિશ્વાસ: પાયારું સ્ત્રીપુ માર્દવમ્ ” અર્થાત્ , આત્રેય ઋષિએ ભૂખ લાગે
ત્યારે ભજન કરવાનું કહ્યું છે. કપિલે પ્રાણી માત્ર પર દયા રાખવાનું કહ્યું છે. બૃહસ્પતિએ કેઈન વિશ્વાસ રાખવો નહિ એમ કહ્યું છે અને પાંચાલે સ્ત્રીઓની સાથે કેમળ વ્યવહાર રાખવાનું
કહ્યું છે.
આ પદ્ય સાંભળી શાતવાહન રાજાની સભાના બધા સભ્યોએ કવિઓની ઘણી પ્રશંસા કરી. પણ ભગવતી નામની ગણિકા મૌન રહી. રાજાએ ગણિકાને કહ્યું--“તમે તમારા વિચાર જણાવે.” ત્યારે ભગવતીએ કહ્યું કે-“આકાશગામિની વિદ્યાસંપન્ન પાદલિપ્તસૂરિ સિવાય અન્ય વિદ્વાનની હું સ્તુતિ કરતી નથી. આજે એમના સિવાય સંસારમાં બીજા કેઈ વિદ્વાન નથી.” શાતવાહન રાજાએ શ્રી પાદલિપ્તસૂરિને પિતાને ત્યાં મોકલવા માટે માનખેત્રપુરમાં રાજા કૃષ્ણ પર આમંત્રણ મોકલ્યું. રાજા શાવાહનની પ્રાર્થના પર વિચાર કરી આર્ય પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. નગરપ્રવેશ વેળાએ શાતવાહન રાજાએ પ્રવેશ–મહોત્સવ કર્યો.
- શ્રી પાદલિપ્તસૂરિએ તરંગવઈ (તરંગવતી) કથા, જેન નિત્યક્રમ દીક્ષા, પ્રતિષ્ઠા પદ્ધતિ, શિલ્પ પર નિર્વાણકલિકા અને પ્રશ્નપ્રકાશ વગેરે ગ્રંથની રચના કરી હતી. )
આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુ આચાર્ય નાગહસ્તિ હતા. શ્રી નાગહસ્તિને સમય વીરનિર્વાણ દ૨૧ થી ૬૮૯ માનવામાં આવે છે. આર્ય પાદલિપ્તસૂરિને ૧૦ વર્ષની વયે શ્રી નાગહસ્તિસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા હતા. તેથી શ્રી પાદલિપ્તસૂરિનો સમય વીરનિર્વાણ સં. સાતમી શતાબ્દીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. તેઓશ્રી શત્રુંજય તીર્થે ૩૨ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા હતા.
લબ્ધિપ્રભાવક યુગપ્રધાન, અંતિમ દશપૂર્વધર મહર્ષિ :
આચાર્યશ્રી વજાસ્વામી સૂરિજી મહારાજ
અવન્તિ (માળવા) નામના દેશમાં તંબુવન નામે એક સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધનશેઠ નામે એક શેઠ રહેતા હતા. તેમને ધનગિરિ નામે એક પુત્ર હતા. તે રૂપમાં કામદેવ સમાન હતું. મહાત્માઓના સંસર્ગથી વિરક્ત થયેલે ધનગિરિ પાણિગ્રહણ કરવા ઇચ્છતું ન હતું. તે નગરમાં ધનપાલ નામે એક વ્યવહાર વસતે હતો. તેને સમિત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. પુત્ર સમિતે આચાર્યશ્રી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. પુત્રી સુનંદાને નવયૌવન પામેલી જોઈને પિતા ધનપાલે તેના માટે ધનગિરિની પસંદગી કરી. એક દિવસ ધનપાલે ધનગિરિને કહ્યું કે—“તું મારી પુત્રી સુનંદાને સ્વીકાર કર.” ત્યારે ધનગિરિએ વિરક્તભાવ બતાવ્યું. પણ પછી ધનપાલના અત્યંત આગ્રહે ધનગિરિએ સુનંદાને સ્વીકાર કર્યો.
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભાવ તો
૧૪૯
એક વખત શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જે વૈશ્રમણ જાતિના એક દેવતાને પુંડરીક-કંડરીકનું અધ્યયન સંભળાવી પ્રતિબધ આ હતા તે દેવ દેવલોકમાં જઈ, પુંડરીક-કંડરીક અધ્યયનને જ પ૦૦ વાર સ્વાધ્યાય કરતું હતું. તેમાં આવતા દીક્ષા શબ્દથી પોતાના આત્માને ભાવિત કરતો હતો અને આવું સુંદર અધ્યયન સંભળાવનાર શ્રી ગૌતમસ્વામીનું ધ્યાન પણ ધરતો હતો. આ દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુનંદાની કુક્ષિરૂપ સરોવરમાં અવતર્યો. પિતાના મિત્રદેવથી વિયેગ પામતાં બીજા એક દેવે પૂર્વના દેઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વને બતાવ્યાં. આ સમયે અવસર મળવાથી પિતાને ધન્ય માનનાર ધનગિરિએ પુત્રના અવલંબનથી સંતુષ્ટ થયેલી પત્ની પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. જાણે તેના પુણ્યયોગે જ ત્યાં પધાર્યા હોય એવા આચાર્ય સિંહગિરિની પાસે ધનગિરિ ગયે. ત્યાં લોચપૂર્વક સામાયિક ઉચ્ચારીને તેણે દીક્ષા ગ્રહણ કરી. નિરંતર પ્રસન્નતાપૂર્વક દુષ્કર તપ તપતાં તે ધનગિરિમુનિ સમય વ્યતીત કરવા લાગ્યા.
હવે આ બાજુ, સમય પૂર્ણ થતાં સુનંદાએ પુત્રરત્નને જન્મ આપ્યો. સુનંદાના સંબંધીઓએ પુત્રજન્મ મહોત્સવ ઊજ. કેઈક સંબંધીએ ત્યારે બાળકને ઉદ્દેશીને શબ્દ ઉચ્ચાર્યા કે –“હે બાલ! જે તારા પિતાએ દિક્ષા લીધી ન હોત તો આ મહત્સવમાં ખૂબ વધુ આનંદ થાત.” બાળકને “દીક્ષા” શબ્દ સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગ્યો કે “અહે, મારા પિતાએ ચારિત્ર્ય લીધું છે, તેથી તો તે મહાભાગ્યશાળી કહેવાય! મારો પણ સંયમ દ્વારા જ ભવને નિસ્તાર થવાને છે.”
એમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. એવામાં આચાર્ય સિહગિરિસૂરિ વિચરતાં વિચરતાં તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા ધનગિરિમુનિને, પક્ષીના અવાજ પરથી જાણીને કહ્યું કે –“હે મુનિ! આજે સચિત્ત, અચિત્ત કે મિશ્ર-જે કાંઈ દ્રવ્ય મળે તે સર્વ વિચાર કર્યા વિના લઈ લેજો.” ગુરુનું એ વચન માન્ય કરીને ધનગિરિમુનિ, પિતાના સંસારી પક્ષે સાળા સમિતિમુનિ સાથે શુદ્ધ બુદ્ધિથી પ્રથમ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમને “ધર્મલાભ” શબ્દ સાંભળીને કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી, “આ ધનગિરિમુનિને જ તું તારે પુત્ર આપી દે.” સુનંદા પુત્રને છાનો રાખતાં મુનિને કહેવા લાગી કે –“આ રુદન કરતા તમારા પુત્રે મને આકુળ-વ્યાકુળ કરી મૂકી છે, માટે એને તમારી પાસે રાખે. એમ કરવાથી પણ જે એ સુખી રહેશે તે મને સંતોષ થશે.” ત્યારે ધનગિરિમુનિ સ્પષ્ટપણે બોલ્યા કે “હે ભદ્ર! હું મારા પુત્રને ગ્રહણ કરીશ; પરંતુ સ્ત્રીનું વચન સ્થિર રહેતું નથી. તેથી ભવિષ્યમાં કઈ પ્રકારને વિવાદ થવા ન પામે તે માટે આ બાબતમાં સાક્ષી રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે ચિંતા કરવી નહિ.” સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે—“આ બાબતમાં મારા ભાઈ સમિતિમુનિ અને મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કાંઈ પણ બોલવાની નથી.”
તેથી રાગ આદિ આંતર શત્રઓને દૂર કરનાર એવા ધનગિરિમુનિ રુદનથી વિરામ પામેલા અને અત્યંત સંતુષ્ટ થયેલા બાળકને સુનંદાને બતાવી, પિતાની ઝોળીમાં નાખી, ઘરના આંગણામાંથી
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૫૦
શાસનપ્રભાવક
બહાર નીકળી, બાળકના ભારથી ભુજાઓને નમેલી રાખી ગુરુ મહારાજ પાસે પહોંચા. ત્યારે તેમને કઈ વજનથી વાંકા વળી ગયેલા જોઈ ગુરુએ કેળી પિતાના હાથમાં લીધી અને પૂછ્યું કે --“હે મુનિ! વા જેવું મારા હાથમાં શું મૂકહ્યું? મેં તે હાથમાંથી એને મારા આસન પર જ મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરુએ ચંદ્ર સમાન કાંતિવાળા તે બાળકને જે. પ્રથમ દર્શને જ જે શબ્દ ઉચ્ચાર્યો હતો તે મુજબ બાળકને વજી નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં શ્રાવિકાઓને સેં. પછી ત્યાંથી વિહાર કરી અન્ય સ્થાને ગયા.
હવે ગુરુભક્તિ અને બાળકના સૌભાગ્યથી વશ થયેલી શ્રાવિકાઓ અધિક વાત્સલ્યથી વજાને ઉછેરવા લાગી. શ્રાવિકાઓ રાત્રે ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને બાળકને ઝુલાવતી. અને બાળકે દેવ-ભવમાં પુંડરીક-કુંડરીક અધ્યયનની ખૂબ આવૃત્તિ કરી હતી તેથી તેમ જ આવા ઉત્તમ પશમની પ્રાપ્તિ થઈ હતી તેથી ત્યાં બિરાજતાં સાધ્વીઓ દ્વારા વારંવાર આવૃત્તિ કરતાં અગિયાર અંગ સાંભળવા માત્રથી જ બાળક શીખી ગયે. પછી વિશેષ આકારથી સુશોભિત થયેલા તે બાળકની પરિચર્યા જેવા સુનંદા પણ ત્યાં આવી. તે બાળકને જોતાં જ તેને મિહ ઉત્પન્ન થયે. તેથી તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે—“આ બાળક મને પાછા આપ.ત્યારે સાધ્વીઓ બેલી કે–“વસ્ત્ર અને પાત્ર સમાન આ બાળક પણ ગુરુની થાપણ કહેવાય. તે અમારાથી આ બાળક તને કેમ આપી શકાય? તારે અહીં આવીને આ બાળકનું લાલન પાલન કરવું હોય તે કર. પરંતુ ગુરુની અનુમતિ વિના એને તારે પિતાને ઘરે ન લઈ જવાય.”
એવામાં એક વખત ગુરુમહારાજ અને ધનગિરિમુનિ આદિ ત્યાં પધાર્યા એટલે સુનંદાએ તેમની પાસે પિતાના બાળકની માંગણી કરી. ત્યારે ધનગિરિમુનિએ તેને સમાતાં કહ્યું કે“હે ધર્મ ! રાજાના આદેશની જેમ, સજ્જન પુરુષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજને એકવચની જ હોય છે. બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી. તેમ જ હે ભદ્ર! તું વિચાર કરો કે આ બાબતમાં આપણે સાક્ષીઓ પણ છે.” આમ, મુનિએ ઘણું સમજાવ્યા છતાં તેણે પિતાને હઠાગ્રહ ન મૂકડ્યો ત્યારે સંઘના આગેવાન પુરુષોએ તેને મધુર વચનેથી ઘણી સમજાવી. છતાં તે વચનને પણ સ્વીકાર ન કરતાં સુનંદા રાજા પાસે ગઈ. એટલે રાજાએ સંઘસહિત સાધુમહારાજેને લાવ્યા. પક્ષેની હકીકત પૂછી. અંતે રાજાએ વિચાર કર્યો કે “આ બાળક પિતાની ઈચ્છાનુસાર જેની પાસે જાય તેને લઈ જવા દે. બીજે વિવાદ કરવાનું કંઈ પ્રયજન નથી.”
રાજાએ આ નિર્ણયની બાળકની માતાને જાણ કરી એટલે સુનંદાએ રમકડાં તેમ જ મીઠાઈ વગેરે બતાવીને બાળકને પિતાની પાસે લાવવા પ્રયત્ન કર્યો તેને અનેક પ્રકારે લલચા, પરંતુ બાળક તેની પાસે ન જ્યાં ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. પછી રાજાએ ધનગિરિમુનિને કહ્યું, એટલે તેમણે હરણ ઉંચું કરીને નિર્દોષ વચનથી જણાવ્યું કે—“હે વત્સ!
જે તને તત્વનું જ્ઞાન હોય અને ચારિત્રની ભાવના હોય તે કર્મરૂપી રજને દૂર કરવા માટે આ રહરણ ગ્રહણ કર.” આ સાંભળતાં જ બાળકે કૂદકે મારી ચારિત્રરૂપી રાજાના ચામર સમાન તે રજોહરણ લઈ લીધું, અને નાચવા લાગ્યું. તે સમયે મંગલ ધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રના
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતા
૧૫
નાદ સાથે જયજયરવ પ્રગટ થયે. આથી રાજાએ પ્રસન્ન થઈ ત્રીસ ધની પ્રશંસા કરી. પછી શ્રાવકસમુદાયથી પરિવરાયેલા શ્રમણા પણ પેાતાના સ્થાને આવ્યા.
વજ્ર આઠ વર્ષના થતાં તેને આચાય સિંહગિરિસૂરિએ દીક્ષા આપી. બાલમુનિ વા પહેલેથી જ સંસ્કાર, જ્ઞાન અને વૈરાગ્યભાવસ'પન્ન હતા. દીક્ષા લઈ સયમ, જ્ઞાન, ત્યાગ તપમાં વિશેષ દક્ષ બન્યા. પૂર્વની જેમ તેમની આળ સાધુ જીવનમાં પણ અનેક કસોટી થઈ; અને દરેક પ્રસગે તેમાં પાર ઊતરીને સાધુજીવનને ઉજ્જવળ અને ઉન્નત બનાવતા રહ્યા. આ બાજુ સુનંદાએ વિચાર કર્યું કે મારા ભ્રાતા, પતિ અને પુત્ર મુનિ થયા, તેા હવે મારે પણ સયમનું શરણુ લેવુ જોઈ એ. ’” આથી તેણે પણ દીક્ષા અંગીકાર કરી.
એક વાર આચાર્ય સિદ્ધગિરિસૂરિશિષ્યપરિવાર સાથે વિહાર કરતાં અતિ નગરીના ઉદ્યાનમાં પધાર્યાં. અહીં બાલમુનિ વજ્રની પરીક્ષા કરવા તેમના પૂર્વ ભવના દેવમંત્રા જ઼ ભક આદિ વૈક્રિય મેઘમાળા કરી. આની મયૂરના કેકારવા અને સારસના મધુર સ્વરે ગુંજી ઊંચા ખળખળ કરતા જળપ્રવાહથી પ્લાવિત બનેલી ભૂમિ ાણે જળમય ભાસવા લાગી. આવા સમયે અપકાયના જીવાની પણ વિરાધના ન થાય તે માટે ગુરુ મહારાજે શિષ્યપરિવાર સાથે એક વિશાળ ગિરિગુફામાં નિવાસ કર્યાં. મેઘ ઘણા સમય સુધી વિરામ ન પામતાં મુનિમહારાજે ઉપવાસ કરી જ્ઞાનય્યાનમાં લીન રહ્યા. ઘણા સમય પછી મેઘ વિરામ પામતાં સૂર્ય દૃષ્ટિમાન બન્યા. બાલમુનિ વજ્ર આદિના ઉગ્ર તપથી સંતુષ્ટ થયેલા દેવે। શ્રાવકનાં રૂપ લઈ ને ત્યાં આવ્યા અને પારણાં માટે વિનતિ કરી. બાલમુનિ ગુરુ-આજ્ઞા લઇ ગોચરી વહેરવા ગયા. માર્ગોમાં તેમણે જે જે જોયું તેનાથી વિસ્મય પામ્યા. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર ફરતાં, તેનાથી સ વિરુદ્ધ જ જુએ છે, દ્રવ્યથી કાળાના પાક જોવામાં આળ્યે, ક્ષેત્રથી માલવ દેશ તૈયા, કાળથી ગ્રીષ્મ ઋતુ હતી અને ભાવથી વિચાર કરતાં તે શ્રાવક અનિમિષ નેત્રાવાળા હતા ! તેમના પગભૂમિને સ્પર્શતા ન હતા; એટલે કે તેઓ મનુષ્ય ન હતા; દેવ હતા ! અને દેવ દ્વારા પ્રાપ્ત આહાર દેવપિંડ ગણાય તેથી તે કલ્પે નહીં. આથી આ શ્રાવકને વારવા આવવાની બાલમુનિ વજ્ર ના જણાવી વાસ્તવિકતા જણાવી. આ સાંભળી દેવા ખૂબ પ્રસન્ન થયા; અને મૂળ સ્વરૂપે પ્રગટ થઈ વ મુનિને વંદન કરી વૈક્રિયલબ્ધિ અપણુ કરી. ખીજી વાર એ જ દેવા કોટી કરવા જેઠ મહિનામાં પુનઃ આવ્યા. આલમુનિ વજ્રને ઘેબર વહેારવા માટે વિનંતિ કરી, ત્યારે પણ વજ્રમુનિ જ્ઞાને પયાગથી દેવાને એળખી જાય છે અને આહાર વહેરતા નથી. દેવાએ પણ ખૂબ પ્રસન્ન થઈ ને બાલમુનિ વાને ‘ આકાશગામિની ’ વિદ્યા અર્પણ કર્મ.
એક વખત ગુરુ મહારાજ સ્થતિભૂમિએ ગયા હતા અને બીજા ગીતા મુનિએ ગોચરી વારવા ગયા હતા. એટલે વજ્રમુનિ બાલ્યભાવથી બધા મુનિએનાં વીટિયા નામવાર ભૂમિ પર સ્થાપન કરી, ગુરુએ સ્વમુખે પ્રકાશૅલા એવા શ્રુતસ્ક ંધના સમૂહની મહાઉદ્યમથી પ્રત્યેક વાચના આપની શરૂ કરે છે. એવામાં ગુરુમહારાજ શ્રી સિંદ્ધગિરિ ઉપાશ્રય નજીક આવ્યા. મેઘ જેવા 'ભીર વજ્રમુનિના શબ્દો તેમના સાંભળવામાં આવ્યા, જે સાંભળતાં તેમણે વિચાર કર્યા કે---
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
પર
4
“શું મુનિએ આવીને આ શાસ્ત્રાભ્યાસ કરે છે ? '' ત્યાં એ વજ્રમુનિના શબ્દો જાણીને તેમને ઘણા સંતેષ થયે.. તેમણે વિચાર્યું કે---“ આ શાસનને ધન્ય છે કે જયાં આવા બાળસુનિ પડિત છે. ’” પછી વામુનિ ક્ષેાભ ન પામે એમ ધારી તેમણે ઊંચા અવાજે નિસીહિ ’ના ઉચ્ચાર કર્યાં. ગુરુના શબ્દ સાંભળતાં વજ્રમુનિ ઉપકરણેને યથાસ્થાને મૂકીને લજ્જ અને ભય પામતાં ગુરુની સન્મુખ આવ્યા. ગુરુનાં ચણુ પૂજી, પ્રાસુક જળથી પખાળી, પાદેાદકને વંદન કર્યુ. તેમના આવા વિનયને જોઈ ગુરુએ અત્યંત હું પૂર્ણાંક તેમની સામે જ્ઞેયું. પછી વૈયાનૃત્યમાં આ લમુનિની અવજ્ઞા ન થાય ' એમ વિચારીને ગુરુએ શિષ્યાને કહ્યું કે હવે અમે વિહાર કરીશું. ” એ સાંભળી મુનિએ કહેવા લાગ્યા કે—“ અમને વાચના કાણુ આપશે ? ” ત્યારે ગુરુ બાલ્યા આવજામુનિ તમને વાચના આપીને સંતેષ પમાડશે. ” મુનિઓએ ગુરુનું આ વચન માન્ય કર્યુ. શાસ્ત્રમાં આ સિંહગિરિસૂરિના સુશિષ્યાની પ્રશંસા કરવામાં આવે છે કે— “કેવા અદ્ભુત વિનય કે ગુરુ મહારાજે વજ્રમુનિ વાચના આપશે એમ કહ્યું અને બહુમાનપૂર્ણાંક સૌએ એ સ્વીકારી લીધું. ” પછી પડિલેહણ કરી મુનિ વજ્રમુનિ પાસે આવ્યા એટલે મુનિએ તેમને વાચના આપવાનો પ્રારંભ કર્યા. વિનાપ્રયાસે તેમને શાસ્ત્રનુ રહસ્ય રીતે સમજાવવા માંડયું કે મંદબુદ્ધિના પણ સહેલાઈથી સમજી શકે.
,,
"L
એવી
આપ
કેટલાક દિવસો પછી આચાર્ય મહારાજ પાછા આવ્યા એટલે મુનિએ તેમની સન્મુખ ગયા. ગુરુએ વાચના સબંધી બધા વૃત્તાંત પૂછ્યો ત્યારે મુનિએ સાથે મળીને કહેવા લાગ્યા કે પૂજ્યની કૃપાથી અમને વાચનાનું ભારે સુખ થઇ પડ્યું છે. તે હવે સદાયને માટે વામુનિ જ અમારા વાચનાચાય થાએ. ” વળી રમૂજમાં કહેવા લાગ્યા કે- - આપ છે-ત્રણ દિવસ પછી પધાર્યા હોત તેા સારું હતું.” એ સાંભળી ગુરુએ કહ્યું કે “એ મુનિના અદ્ભુત ગુણગૌરવ તમને જણાવવા માટે જ મે` વિહાર કર્યો હતેા. ” અહી ગુરુના આગમન સુધીમાં વજ્રમુનિએ તપસ્યાવિધાનથી સ’શુદ્ધિયુક્ત વાચનાપૂર્વક આગમના અભ્યાસ કરી લીધા હતા. પછી ગુરુએ દશપુરમાં જઇ વજ્રમુનિને શેષ શ્રુતના અભ્યાસ કરવા માટે અવતિમાં આદર સહિત શ્રી ભદ્ર ગુપ્તસૂરિ પાસે મેકલ્યા. ગુરુની આજ્ઞાથી ત્યાં જતાં તેમણે રાત્રે નગરની બહાર સ્થિરતા કરી, આ બાજુ શ્રી ભદ્રગુપ્તસૂરિએ શિષ્યાને પાતાને આવેલા સ્વપ્નની વાત જણાવી કે
દુગ્ધથી પૂર્ણ મારું પાત્ર કોઈ અતિથિ આવીને પી ગયા, તેથી સમસ્ત દશ પૂના અભ્યાસ કરનાર કોઈ આવશે. ” એમ ખેલતા હતા ત્યાં વામુનિ તેમની સમક્ષ આવી, વંદન કરીને, બાલ્યા. હું પૂજ્યવર ! મને મારા ગુરુદેવ આચાય સિંહગિરિસૂરિએ આપની પાસે દશ પૂને અભ્યાસ કરવા માલ્યા છે. ” આચાય ભદ્રગુપ્તસૂરિએ પેાતાને આવેલા સ્વપ્નની યથાતા જાણી, પ્રસન્નતાપૂર્વક વામુનિને દશ પૂના અભ્યાસ કરાવ્યા. મુનિ વિનય અને સેવાભક્તિપૂર્વક દશ પૂર્યાનું જ્ઞાન મેળવી પુનઃ ગુરુદેવ પાસે આવ્યા.
*
શાસનપ્રભાવક
આચાય સિંહગિરિસૂરિએ જ્ઞાનસમ્પન્ન વજામુનિને સ` રીતે યેગ્ય જાણી આચાય પદથી અલંકૃત કર્યાં. તેમને ગચ્છના ભાર સોંપી, નિશ્ચિત બની, અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. વજામુનિએ ત્યારથી આચાય વસ્વામી બની યુગપ્રધાનપદની ધુરા સભાળી.
2010_04
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતો
૧૫૩
આચાર્ય વાસ્વામી અનેક ગ્રામ-નગરમાં વિચરતા. તેમની પ્રભાવક ઉપદેશકશૈલી સાંભળી જેને તેમ જ જૈનેતર પણ આકર્ષાતા. ઉપરાંત, તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉત્કૃષ્ટ મૂર્તિ જસ્વામીસૂરિ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં જૈનશાસનને જ્યજયકાર થતો. સૌ કે તેમનું કુદસ્તી અદ્દભુત રૂપ–લાવણ્ય અને બ્રહ્મચર્યનું તેજ નિહાળી મુગ્ધ બનતા. પાટલિપુત્ર નગરના કરોડપતિ ધનદેવ શ્રેષ્ટિવર્યની પુત્રી રૂક્ષ્મણ આચાર્યના રૂપ–લાવણ્યના વારંવાર વખાણ સાંભળી તેમના પર મેહિત થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે, “પરણું તો વવામીને જ, નહિતર આજીવન બ્રહ્મચર્ય પાળીશ.” એક દિવસ આચાર્ય વાસ્વામી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા અને ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતર્યા. તેમણે પહેલા દિવસે તે પોતાનું રૂપ પણ બેડોળ બનાવ્યું હતું. પરંતુ રૂક્ષ્મણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતા પાસે જઈને કહ્યું કે“મારા સ્વામી આવ્યા છે.”
બીજા દિવસે ધનદેવ શેઠ, પાટલિપુત્રના રાજા અને સમગ્ર નગરજનો આચાર્ય મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા. આચાર્ય વાસ્વામીનું અદ્ભુત રૂપ, બ્રહ્માસ્યના તેજથી ચમકતું ભાલસ્થલ અને અમેઘ ઉપદેશેલી ઈસાંભળી રાજા-પ્રજા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રુકમણીના પિતાને પણ થાય છે કે આ ભવ્ય પુરુષ મારી પુત્રીને ગ્ય છે. પછી મધ્યાહ્ન સમયે આચાર્ય પાસે આવીને તેણે પ્રાર્થના કરી કે –“તમને હું મારી નવ્વાણું હજાર સોનામહારે, આ બાગબગીચાવાળો મહેલ તેમ જ મારું કન્યારત્ન આપું છું, તેને આપ સ્વીકાર કરે.” આ સાંભળી આચાર્ય વજીસ્વામી પહેલાં તો હસી પડયા; પણ પછી ગંભીર થઈને બોલ્યા કે—“મહાનુભાવ! હું તે સાધુ છું, નિષ્પરિગ્રહી છું. અમારે આ સર્વ ત્યાજ્ય હાય.” પછી આચાર્ય વારસવામીએ રુક્ષ્મણીને ત્યાગમાર્ગને મહિમા વિશદ રીતે સમજાવી, તેને પ્રતિબધી, તેને દીક્ષા પ્રદાન કરી.
એક વખત વરસાદના અભાવે ભયંકર દુષ્કાળ આવી પડ્યો. પૃથ્વી પર સઘળા જેને અધિક ને અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સિદાતા શ્રીસંઘે આવીને શ્રી વાસ્વામીને નિવેદન કર્યું કે_“હે ગુરુદેવ! અમારું રક્ષણ કરે.” વજાસ્વામીએ તેઓની વાત ધ્યાનમાં લઈ, એક પટ વિસ્તારી, તેના પર શ્રીસંઘને બેસારી, ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયા હતા. તેણે આવીને કહ્યું કે –“હે પ્રભો! મારે પણ ઉદ્ધાર કરો.” શ્રી વજીસ્વામીએ તેને પણ સાથે લઈ લીધે. પછી એક સુખી દેશમાં આવેલી મહાપુરી નગરી કે જ્યાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લેકે વસતા હતા ત્યાં બધા આવી પહેચ્યા. ત્યાંના સુકાળ અને રાજ્યની સમૃદ્ધિથી શ્રીસંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગે. એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ મહાપર્વના દિવસો આવ્યા ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુપને નિષેધ કર્યો, એટલે શ્રી જિનપૂજાની ચિંતામાં આકુળવ્યાકુળ થઈને શ્રીસંઘે શ્રી વજીસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી વાસ્વામી શાસનકાર્ય માટે આકાશમાગે ઊડીને માહેશ્વરીનગરી આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર ગુણજ્ઞ માળી બગીચામાં રહેતો હતો. તે ફૂલસિંહ છે. ૨૦
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શાસનપ્રભાવક
નામના માળીએ શ્રી વજાસ્વામીને જોઇ, વંદન કરીને કહ્યું કે મારા યોગ્ય કઈ કા ફરમાવે. ' ત્યારે ગુરુએ કહ્યું કે—“હું આ ! મારે સુંદર પુષ્પાનું કામ છે. ” એટલે માળીએ કહ્યું કે... આપ પાછા કા ત્યારે પુષ્પા લેતા જજો.” એમ સાંભળી વજસ્વામી ત્યાંથી ક્ષુદ્રહિમવંત પર્યંત પર લક્ષ્મીદેવી પાસે ગયા. ત્યાં ધર્મલાભ આપી, આશિષથી તેને આનંદ પમાડી, પાતાનું કાર્ય જણાવ્યુ. એટલે લક્ષ્મીદેવીએ પોતાના હાથમાં શાભતું સહસ્રપત્ર કમળ જિનપૂજા માટે તેમને અર્પણ કર્યું. તે લઈ આચાર્યાં વસ્વામી પિતાના મિત્ર દેવ પાસે આવ્યા. ત્યાં જ઼ભક દેવતાઓએ આકાશમાં રહી સંગીત-મહાત્સવ કર્યાં. દિવ્ય વાજિંત્રા વાગતાં વાતાવરણુ સંગીતમય થઈ ગયું. ઓચ્છવ કરતા દેવેને પેાતાની ઉપર આવતાં જોઇ બૌદ્ધ લેક ભારે ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે— અહે ! આપણા ધર્મ ના મહિમા તે જુઓ કે દેવતાઓ આવે છે!” ત્યાં તે દેશ તેના દેખાતાં જ જિનમદિરમાં ચાલ્યા ! જિનમદિરે જિનેશ્વર ભગવંતની પુજા કરીને બધા શ્રાવકા ઘણે! આનંદ પામ્યા અને પર્યુષણા માપના દિવસમાં શ્રી ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યેા. આ ચમત્કાર જોઈ રાજા પણ સંતુષ્ટ થઈ ગુરુમહારાજ પાસે આવ્યા. આચાય વસ્વામીએ તેને પ્રતિબંધ પમાડી જૈનધર્મી બનાવ્યેા.
એક વખત ઉત્તર ભારતમાં બાર વષૅના ભયંકર દુષ્કાળ પડતાં, આચાર્ય શ્રી વજ્રરવામી શિષ્યપરિવારસહ દક્ષિણ ભારત તરફ વિહાર કરી ગયા. ત્યાં કોઇ સ્થળે શુદ્ધ ભૂમિભાગયુક્ત ઉદ્યાનમાં તેમણે નિવાસ કર્યાં. તે વખતે શ્લેષ્મણને દૂર કરવા વહોરીને સૂંઠના એક કટકો લાવ્યા હતા. અને વાપરતાં બાકી વધેલે તે કટકે પેાતાના કાન પર મૂકી દીધેા હતે. પછી સ ંધ્યાકાળે પ્રતિક્રમણમાં ‘ અહીં કાય નો પાઠ કરતાં મુહુપત્તીથી કાનના પડિલેહણમાં તે નીચે પડ્યો. તે જોતાં તેમણે વિચાર કર્યાં કે “ અરે, મને વિસ્મૃતિના ઉદય થયેા છે, તેથી હવે મારું આયુષ્ય ક્ષીણુ થયુ' જણાય છે. હવે પૂના દુષ્કાળ કરતાં પણ અધિક દુષ્કાળ આવશે. ’ આચાર્ય વાસ્વામીએ પેાતાના અતિમ કાળ નજીક જાણી, અને આવનારા દિવસે પણું દુષ્કર જાણી, આચાય વસેનસૂરિને સઘળી સંઘવ્યવસ્થા ભળાવી ખાસ કહ્યું કે હે ગુરુબંધુ ! હવેના દિવસે ખૂબ જ કપરા આવનાર છે. પણ તમને જે દિવસે સાનૈયાની કિંમતવાળા ચાખામાં ઝેર મેળવેલે આહાર મળે તેને બીજે જ દિવસે સુકાળ થશે, તે યાદ રાખો. ’’
આમ,
<<
આચાર્ય વજાસ્વામી પછી ત્યાંથી વિહાર કરી ગયા. દુષ્કાળને લીધે ભિક્ષા પ્રાપ્ત ન થતાં તેએએ સાથેના સર્વ સાધુઓને વિદ્યાપિંડથી આહાર કરાવી કહ્યું કે—“આ રીતે બાર વર્ષ સુધી વિદ્યાપિંડથી જ આહાર કરવા પડશે, માટે અનશન ચેાગ્ય છે. ” આથી આચાર્ય વાસ્વામી સાથે દરેક સાધુઅનશન કરવા તૈયાર થયા. એમાં એક બાલમુનિ પણ હતા. આચાર્યશ્રીએ તેને અનશન કરવાની ના પાડી, તે પણ તે સાથે જ ગયા. એક દિવસ આ બાલમુનિને નિદ્રામાં મૂકી સૌ આગળ ગયા. બાલમુનિ ત્યાં જ એકલા રહી અનશનપૂર્વક સ્વગે સિધાવ્યા. આ ખબર મળતાં આચાર્ય વાસ્વામીએ બીજા સાધુએ સમક્ષ આ માલમુનિની દૃઢતા, ધીરતા અને વીરતાની અનુમેાદના કરી. ત્યારબાદ બધા શ્રમણાએ એક પર્યંત પર જઈને અનશન કર્યું. ત્યાં એક દેવે આવીને બધાયને ચલાયમાન કરવાના પ્રયત્ન કર્યાં. આથી આચાર્ય શ્રી સર્વ સાધુઓને લઈ ખીજા
2010-04
Page #8
--------------------------------------------------------------------------
________________ શ્રમણભગવંત 155 , પર્વત પર ગયા અને ત્યાં અનશનપૂર્વક બધા સાધુઓ અને આચાર્ય સ્વામી સ્વર્ગવાસ પામ્યા. આ ઘટના બન્યા પછી સૌધર્મેન્દ્રદેવે અહીં આવી રથ વડે આ ગિરિરાજની પ્રદક્ષિણા સ્વર્ગવાસ પછી દશમું પર્વ, ચોથું સંસ્થાન અને ચોથું પંહનન વિચ્છેદ પામ્યું હતું. (“પ્રભાવકચરિત્રને આધારે.) [ શ્રી વાસ્વામીના સ્વર્ગવાસ સંબંધમાં પ્રભાવક ચરિત્રમાં કઈ ઉલ્લેખ નથી. પણ યુગપ્રધાન પટ્ટાવલીઓમાં એ બધી વાતનો ખુલાસો કરેલ છે. શ્રી વાસ્વામી પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા. એમનું આયુષ્ય 88 વર્ષનું હતું, જેમાંનાં 8 વર્ષ ગૃહપર્યાયમાં, 44 વર્ષ સામાન્ય શ્રમણપર્યાયમાં અને 36 વર્ષ સુગપ્રધાનપર્યાયમાં વ્યતીત થયાં હતાં. તેમને જન્મ વરનિર્વાણ સં. ૬માં, સં. ૨૦૪માં દીક્ષા, સં. પ૪૮માં યુગપ્રધાનપદ અને સં. 184 (વિ. સં. ૧૧૪)માં આ અંતિમ દશ પૂર્વધર આચાર્યને સ્વર્ગવાસ થયો હતો.–પં. શ્રી કલ્યાણવિજયજી મહારાજ. ] જેમના દ્વારા ચાર અનુયોગોમાં વિભાજિત આગમાં અદ્યાપિપર્યત પ્રવર્તી રહ્યાં છે એવા યુગપ્રભાવક આચાર્યશ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજ અવંતિ (માળવા) દેશમાં દશપુર નામે નગર હતું. તેમાં વિશિષ્ટ બુદ્ધિવાળે સમદેવ નામે પુરેહિત રહેતો હતો. તેને રુદ્રમા નામે પ્રિયા હતી. તેને બે પુત્રો થયા. તેમાં પહેલો આર્ય રક્ષિત અને બીજે ફશુરક્ષિત હતે. પુહિતે બંનેને અંગસહિત વેદ ભણાવ્યા. આર્યરક્ષિત પિતે વિદ્વાન થયા અને વિશેષ અભ્યાસ માટે પાટલિપુત્ર ગયા. ત્યાં દિવ્યબાની ફુરણાથી અલ્પકાળમાં ગુપ્ત વેદપનિષદને પણ અભ્યાસ કર્યો અને ઉપાધ્યાયની અનુજ્ઞા લઈ પિતાને ગર પાછા ફર્યા. રાજ્યના પુરોહિતે આર્ય રક્ષિતની પ્રકાંડ વિદ્વત્તાનું રાજને નિવેદન કરતાં રાજા પોતે હાથી પર ચડી તેની સામે આવ્યો. અને રાજાએ મહાવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. અનુક્રમે તે પિતાના આવાસમાં આવ્યું. તેની માતા રુકમા જીવાજીવાદિક નવ તત્ત્વના વિસ્તારને જાણનારી શ્રાવિકા હતી. તે સામાયિકમાં હોવાથી, ઉત્કંઠાયુક્ત અને જમીન સુધી મસ્તક નમાવીને પ્રણામ કરતાં પોતાના પુત્રને જોઈને પણ, સામાયિક-ભંગને લીધે, આશિષથી વધાવ્યો નહિ. આથી અત્યંત ખેદ પામી આર્ય રક્ષિત વિચારવા લાગ્યા કે–અભ્યાસ કરેલ સહુ શા મારે મન તુચ્છ જેવાં છે કે જેથી મારી માતા તે સંતોષ ન પામી ! " એમ ધારીને એ કહેવા લાગ્યા કે—“હે માતા ! તમે ઉદ્વિગ્ન કેમ દેખાઓ છે? સંતુષ્ટ કેમ નથી ?" ત્યારે માતા બોલી કે “દુર્ગતિને આપનાર તારા એ અભ્યાસથી હું શી રીતે સંતુષ્ટ થાઉં?' ત્યારે આર્યરક્ષિતે કહ્યું “તે હવે વિલંબ 2010_04