________________
શ્રમણભાવ તો
૧૪૯
એક વખત શ્રી ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વતના શિખર ઉપર જે વૈશ્રમણ જાતિના એક દેવતાને પુંડરીક-કંડરીકનું અધ્યયન સંભળાવી પ્રતિબધ આ હતા તે દેવ દેવલોકમાં જઈ, પુંડરીક-કંડરીક અધ્યયનને જ પ૦૦ વાર સ્વાધ્યાય કરતું હતું. તેમાં આવતા દીક્ષા શબ્દથી પોતાના આત્માને ભાવિત કરતો હતો અને આવું સુંદર અધ્યયન સંભળાવનાર શ્રી ગૌતમસ્વામીનું ધ્યાન પણ ધરતો હતો. આ દેવ પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં સુનંદાની કુક્ષિરૂપ સરોવરમાં અવતર્યો. પિતાના મિત્રદેવથી વિયેગ પામતાં બીજા એક દેવે પૂર્વના દેઢ પ્રેમને લીધે સુનંદાને શ્રેષ્ઠ સ્વને બતાવ્યાં. આ સમયે અવસર મળવાથી પિતાને ધન્ય માનનાર ધનગિરિએ પુત્રના અવલંબનથી સંતુષ્ટ થયેલી પત્ની પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી. જાણે તેના પુણ્યયોગે જ ત્યાં પધાર્યા હોય એવા આચાર્ય સિંહગિરિની પાસે ધનગિરિ ગયે. ત્યાં લોચપૂર્વક સામાયિક ઉચ્ચારીને તેણે દીક્ષા ગ્રહણ કરી. નિરંતર પ્રસન્નતાપૂર્વક દુષ્કર તપ તપતાં તે ધનગિરિમુનિ સમય વ્યતીત કરવા લાગ્યા.
હવે આ બાજુ, સમય પૂર્ણ થતાં સુનંદાએ પુત્રરત્નને જન્મ આપ્યો. સુનંદાના સંબંધીઓએ પુત્રજન્મ મહોત્સવ ઊજ. કેઈક સંબંધીએ ત્યારે બાળકને ઉદ્દેશીને શબ્દ ઉચ્ચાર્યા કે –“હે બાલ! જે તારા પિતાએ દિક્ષા લીધી ન હોત તો આ મહત્સવમાં ખૂબ વધુ આનંદ થાત.” બાળકને “દીક્ષા” શબ્દ સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી તે વિચારવા લાગ્યો કે “અહે, મારા પિતાએ ચારિત્ર્ય લીધું છે, તેથી તો તે મહાભાગ્યશાળી કહેવાય! મારો પણ સંયમ દ્વારા જ ભવને નિસ્તાર થવાને છે.”
એમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. એવામાં આચાર્ય સિહગિરિસૂરિ વિચરતાં વિચરતાં તે નગરમાં પધાર્યા. ત્યાં ગોચરીને માટે જતા ધનગિરિમુનિને, પક્ષીના અવાજ પરથી જાણીને કહ્યું કે –“હે મુનિ! આજે સચિત્ત, અચિત્ત કે મિશ્ર-જે કાંઈ દ્રવ્ય મળે તે સર્વ વિચાર કર્યા વિના લઈ લેજો.” ગુરુનું એ વચન માન્ય કરીને ધનગિરિમુનિ, પિતાના સંસારી પક્ષે સાળા સમિતિમુનિ સાથે શુદ્ધ બુદ્ધિથી પ્રથમ સુનંદાના ઘરે ગયા. ત્યાં તેમને “ધર્મલાભ” શબ્દ સાંભળીને કેટલીક સખીઓ આવીને સુનંદાને કહેવા લાગી, “આ ધનગિરિમુનિને જ તું તારે પુત્ર આપી દે.” સુનંદા પુત્રને છાનો રાખતાં મુનિને કહેવા લાગી કે –“આ રુદન કરતા તમારા પુત્રે મને આકુળ-વ્યાકુળ કરી મૂકી છે, માટે એને તમારી પાસે રાખે. એમ કરવાથી પણ જે એ સુખી રહેશે તે મને સંતોષ થશે.” ત્યારે ધનગિરિમુનિ સ્પષ્ટપણે બોલ્યા કે “હે ભદ્ર! હું મારા પુત્રને ગ્રહણ કરીશ; પરંતુ સ્ત્રીનું વચન સ્થિર રહેતું નથી. તેથી ભવિષ્યમાં કઈ પ્રકારને વિવાદ થવા ન પામે તે માટે આ બાબતમાં સાક્ષી રાખવાની જરૂર છે. બસ, હવે આજથી તારે પુત્રને માટે ચિંતા કરવી નહિ.” સુનંદા બહુ કંટાળી ગઈ હતી, તેથી તેણે કહી દીધું કે—“આ બાબતમાં મારા ભાઈ સમિતિમુનિ અને મારી સખીઓ સાક્ષી છે. હવે પછી હું કાંઈ પણ બોલવાની નથી.”
તેથી રાગ આદિ આંતર શત્રઓને દૂર કરનાર એવા ધનગિરિમુનિ રુદનથી વિરામ પામેલા અને અત્યંત સંતુષ્ટ થયેલા બાળકને સુનંદાને બતાવી, પિતાની ઝોળીમાં નાખી, ઘરના આંગણામાંથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org