Book Title: Vajraswamisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૪૮ શાસનપ્રભાવક રાજ હતું. આચાર્ય પાદલિપ્તસૂરિ પધાર્યા તે પહેલાં શાતવાહનની સભામાં ચાર કવિઓ આવ્યા હતા. ચારે કવિઓએ મળીને રાજાને એક કલેક સંભળાવ્યું કે –“ની મોજનમાય, પઝ કાળનાં રચા ! ક્ષતિરવિશ્વાસ: પાયારું સ્ત્રીપુ માર્દવમ્ ” અર્થાત્ , આત્રેય ઋષિએ ભૂખ લાગે ત્યારે ભજન કરવાનું કહ્યું છે. કપિલે પ્રાણી માત્ર પર દયા રાખવાનું કહ્યું છે. બૃહસ્પતિએ કેઈન વિશ્વાસ રાખવો નહિ એમ કહ્યું છે અને પાંચાલે સ્ત્રીઓની સાથે કેમળ વ્યવહાર રાખવાનું કહ્યું છે. આ પદ્ય સાંભળી શાતવાહન રાજાની સભાના બધા સભ્યોએ કવિઓની ઘણી પ્રશંસા કરી. પણ ભગવતી નામની ગણિકા મૌન રહી. રાજાએ ગણિકાને કહ્યું--“તમે તમારા વિચાર જણાવે.” ત્યારે ભગવતીએ કહ્યું કે-“આકાશગામિની વિદ્યાસંપન્ન પાદલિપ્તસૂરિ સિવાય અન્ય વિદ્વાનની હું સ્તુતિ કરતી નથી. આજે એમના સિવાય સંસારમાં બીજા કેઈ વિદ્વાન નથી.” શાતવાહન રાજાએ શ્રી પાદલિપ્તસૂરિને પિતાને ત્યાં મોકલવા માટે માનખેત્રપુરમાં રાજા કૃષ્ણ પર આમંત્રણ મોકલ્યું. રાજા શાવાહનની પ્રાર્થના પર વિચાર કરી આર્ય પાદલિપ્તસૂરિ પ્રતિષ્ઠાનપુર પધાર્યા. નગરપ્રવેશ વેળાએ શાતવાહન રાજાએ પ્રવેશ–મહોત્સવ કર્યો. - શ્રી પાદલિપ્તસૂરિએ તરંગવઈ (તરંગવતી) કથા, જેન નિત્યક્રમ દીક્ષા, પ્રતિષ્ઠા પદ્ધતિ, શિલ્પ પર નિર્વાણકલિકા અને પ્રશ્નપ્રકાશ વગેરે ગ્રંથની રચના કરી હતી. ) આચાર્ય પાદલિપ્તસૂરિના ગુરુ આચાર્ય નાગહસ્તિ હતા. શ્રી નાગહસ્તિને સમય વીરનિર્વાણ દ૨૧ થી ૬૮૯ માનવામાં આવે છે. આર્ય પાદલિપ્તસૂરિને ૧૦ વર્ષની વયે શ્રી નાગહસ્તિસૂરિએ આચાર્યપદે સ્થાપ્યા હતા. તેથી શ્રી પાદલિપ્તસૂરિનો સમય વીરનિર્વાણ સં. સાતમી શતાબ્દીને ઉત્તરાર્ધ સિદ્ધ થાય છે. તેઓશ્રી શત્રુંજય તીર્થે ૩૨ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ પામ્યા હતા. લબ્ધિપ્રભાવક યુગપ્રધાન, અંતિમ દશપૂર્વધર મહર્ષિ : આચાર્યશ્રી વજાસ્વામી સૂરિજી મહારાજ અવન્તિ (માળવા) નામના દેશમાં તંબુવન નામે એક સમૃદ્ધ નગર હતું. તે નગરમાં ધનશેઠ નામે એક શેઠ રહેતા હતા. તેમને ધનગિરિ નામે એક પુત્ર હતા. તે રૂપમાં કામદેવ સમાન હતું. મહાત્માઓના સંસર્ગથી વિરક્ત થયેલે ધનગિરિ પાણિગ્રહણ કરવા ઇચ્છતું ન હતું. તે નગરમાં ધનપાલ નામે એક વ્યવહાર વસતે હતો. તેને સમિત નામે પુત્ર હતો અને સુનંદા નામે પુત્રી હતી. પુત્ર સમિતે આચાર્યશ્રી સિંહગિરિસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી હતી. પુત્રી સુનંદાને નવયૌવન પામેલી જોઈને પિતા ધનપાલે તેના માટે ધનગિરિની પસંદગી કરી. એક દિવસ ધનપાલે ધનગિરિને કહ્યું કે—“તું મારી પુત્રી સુનંદાને સ્વીકાર કર.” ત્યારે ધનગિરિએ વિરક્તભાવ બતાવ્યું. પણ પછી ધનપાલના અત્યંત આગ્રહે ધનગિરિએ સુનંદાને સ્વીકાર કર્યો. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8