Book Title: Vajraswamisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 6
________________ શ્રમણભગવંતો ૧૫૩ આચાર્ય વાસ્વામી અનેક ગ્રામ-નગરમાં વિચરતા. તેમની પ્રભાવક ઉપદેશકશૈલી સાંભળી જેને તેમ જ જૈનેતર પણ આકર્ષાતા. ઉપરાંત, તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉત્કૃષ્ટ મૂર્તિ જસ્વામીસૂરિ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં જૈનશાસનને જ્યજયકાર થતો. સૌ કે તેમનું કુદસ્તી અદ્દભુત રૂપ–લાવણ્ય અને બ્રહ્મચર્યનું તેજ નિહાળી મુગ્ધ બનતા. પાટલિપુત્ર નગરના કરોડપતિ ધનદેવ શ્રેષ્ટિવર્યની પુત્રી રૂક્ષ્મણ આચાર્યના રૂપ–લાવણ્યના વારંવાર વખાણ સાંભળી તેમના પર મેહિત થઈ. એણે પ્રતિજ્ઞા કરી કે, “પરણું તો વવામીને જ, નહિતર આજીવન બ્રહ્મચર્ય પાળીશ.” એક દિવસ આચાર્ય વાસ્વામી વિહાર કરતાં કરતાં પાટલિપુત્ર પધાર્યા અને ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતર્યા. તેમણે પહેલા દિવસે તે પોતાનું રૂપ પણ બેડોળ બનાવ્યું હતું. પરંતુ રૂક્ષ્મણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતા પાસે જઈને કહ્યું કે“મારા સ્વામી આવ્યા છે.” બીજા દિવસે ધનદેવ શેઠ, પાટલિપુત્રના રાજા અને સમગ્ર નગરજનો આચાર્ય મહારાજનું વ્યાખ્યાન શ્રવણ કરવા આવ્યા. આચાર્ય વાસ્વામીનું અદ્ભુત રૂપ, બ્રહ્માસ્યના તેજથી ચમકતું ભાલસ્થલ અને અમેઘ ઉપદેશેલી ઈસાંભળી રાજા-પ્રજા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. રુકમણીના પિતાને પણ થાય છે કે આ ભવ્ય પુરુષ મારી પુત્રીને ગ્ય છે. પછી મધ્યાહ્ન સમયે આચાર્ય પાસે આવીને તેણે પ્રાર્થના કરી કે –“તમને હું મારી નવ્વાણું હજાર સોનામહારે, આ બાગબગીચાવાળો મહેલ તેમ જ મારું કન્યારત્ન આપું છું, તેને આપ સ્વીકાર કરે.” આ સાંભળી આચાર્ય વજીસ્વામી પહેલાં તો હસી પડયા; પણ પછી ગંભીર થઈને બોલ્યા કે—“મહાનુભાવ! હું તે સાધુ છું, નિષ્પરિગ્રહી છું. અમારે આ સર્વ ત્યાજ્ય હાય.” પછી આચાર્ય વારસવામીએ રુક્ષ્મણીને ત્યાગમાર્ગને મહિમા વિશદ રીતે સમજાવી, તેને પ્રતિબધી, તેને દીક્ષા પ્રદાન કરી. એક વખત વરસાદના અભાવે ભયંકર દુષ્કાળ આવી પડ્યો. પૃથ્વી પર સઘળા જેને અધિક ને અધિક નાશ થવા લાગ્યો. તે વખતે સિદાતા શ્રીસંઘે આવીને શ્રી વાસ્વામીને નિવેદન કર્યું કે_“હે ગુરુદેવ! અમારું રક્ષણ કરે.” વજાસ્વામીએ તેઓની વાત ધ્યાનમાં લઈ, એક પટ વિસ્તારી, તેના પર શ્રીસંઘને બેસારી, ગગનગામિની વિદ્યાના બળે દેવની જેમ આકાશમાર્ગે ચાલ્યા. તે વખતે શય્યાતર ત્યાં ઘાસની શોધ કરવા ગયા હતા. તેણે આવીને કહ્યું કે –“હે પ્રભો! મારે પણ ઉદ્ધાર કરો.” શ્રી વજીસ્વામીએ તેને પણ સાથે લઈ લીધે. પછી એક સુખી દેશમાં આવેલી મહાપુરી નગરી કે જ્યાં બૌદ્ધ ધર્માનુયાયી રાજા અને લેકે વસતા હતા ત્યાં બધા આવી પહેચ્યા. ત્યાંના સુકાળ અને રાજ્યની સમૃદ્ધિથી શ્રીસંઘ ત્યાં સુખપૂર્વક રહેવા લાગે. એવામાં સર્વ પર્વોમાં ઉત્તમ એવા શ્રી પર્યુષણ મહાપર્વના દિવસો આવ્યા ત્યારે રાજાએ પ્રતિકૂળ થઈને પુપને નિષેધ કર્યો, એટલે શ્રી જિનપૂજાની ચિંતામાં આકુળવ્યાકુળ થઈને શ્રીસંઘે શ્રી વજીસ્વામીને વિજ્ઞપ્તિ કરી. તેથી વાસ્વામી શાસનકાર્ય માટે આકાશમાગે ઊડીને માહેશ્વરીનગરી આવ્યા. ત્યાં તેમના પિતાને મિત્ર ગુણજ્ઞ માળી બગીચામાં રહેતો હતો. તે ફૂલસિંહ છે. ૨૦ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8