Book Title: Vajraswamisuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૫૦ શાસનપ્રભાવક બહાર નીકળી, બાળકના ભારથી ભુજાઓને નમેલી રાખી ગુરુ મહારાજ પાસે પહોંચા. ત્યારે તેમને કઈ વજનથી વાંકા વળી ગયેલા જોઈ ગુરુએ કેળી પિતાના હાથમાં લીધી અને પૂછ્યું કે --“હે મુનિ! વા જેવું મારા હાથમાં શું મૂકહ્યું? મેં તે હાથમાંથી એને મારા આસન પર જ મૂકી દીધેલ છે.” એમ કહીને ગુરુએ ચંદ્ર સમાન કાંતિવાળા તે બાળકને જે. પ્રથમ દર્શને જ જે શબ્દ ઉચ્ચાર્યો હતો તે મુજબ બાળકને વજી નામ આપ્યું અને સાધ્વીઓના ઉપાશ્રયમાં શ્રાવિકાઓને સેં. પછી ત્યાંથી વિહાર કરી અન્ય સ્થાને ગયા. હવે ગુરુભક્તિ અને બાળકના સૌભાગ્યથી વશ થયેલી શ્રાવિકાઓ અધિક વાત્સલ્યથી વજાને ઉછેરવા લાગી. શ્રાવિકાઓ રાત્રે ઉપાશ્રયમાં વસ્ત્રનું પારણું બાંધીને બાળકને ઝુલાવતી. અને બાળકે દેવ-ભવમાં પુંડરીક-કુંડરીક અધ્યયનની ખૂબ આવૃત્તિ કરી હતી તેથી તેમ જ આવા ઉત્તમ પશમની પ્રાપ્તિ થઈ હતી તેથી ત્યાં બિરાજતાં સાધ્વીઓ દ્વારા વારંવાર આવૃત્તિ કરતાં અગિયાર અંગ સાંભળવા માત્રથી જ બાળક શીખી ગયે. પછી વિશેષ આકારથી સુશોભિત થયેલા તે બાળકની પરિચર્યા જેવા સુનંદા પણ ત્યાં આવી. તે બાળકને જોતાં જ તેને મિહ ઉત્પન્ન થયે. તેથી તેણે સાધ્વીઓ પાસે પ્રાર્થના કરી કે—“આ બાળક મને પાછા આપ.ત્યારે સાધ્વીઓ બેલી કે–“વસ્ત્ર અને પાત્ર સમાન આ બાળક પણ ગુરુની થાપણ કહેવાય. તે અમારાથી આ બાળક તને કેમ આપી શકાય? તારે અહીં આવીને આ બાળકનું લાલન પાલન કરવું હોય તે કર. પરંતુ ગુરુની અનુમતિ વિના એને તારે પિતાને ઘરે ન લઈ જવાય.” એવામાં એક વખત ગુરુમહારાજ અને ધનગિરિમુનિ આદિ ત્યાં પધાર્યા એટલે સુનંદાએ તેમની પાસે પિતાના બાળકની માંગણી કરી. ત્યારે ધનગિરિમુનિએ તેને સમાતાં કહ્યું કે“હે ધર્મ ! રાજાના આદેશની જેમ, સજ્જન પુરુષના વચનની જેમ અને કન્યાના દાનની જેમ મહાજને એકવચની જ હોય છે. બાળકના વસ્ત્રની જેમ તેઓ વચન સ્વીકારીને મૂકી દેતા નથી. તેમ જ હે ભદ્ર! તું વિચાર કરો કે આ બાબતમાં આપણે સાક્ષીઓ પણ છે.” આમ, મુનિએ ઘણું સમજાવ્યા છતાં તેણે પિતાને હઠાગ્રહ ન મૂકડ્યો ત્યારે સંઘના આગેવાન પુરુષોએ તેને મધુર વચનેથી ઘણી સમજાવી. છતાં તે વચનને પણ સ્વીકાર ન કરતાં સુનંદા રાજા પાસે ગઈ. એટલે રાજાએ સંઘસહિત સાધુમહારાજેને લાવ્યા. પક્ષેની હકીકત પૂછી. અંતે રાજાએ વિચાર કર્યો કે “આ બાળક પિતાની ઈચ્છાનુસાર જેની પાસે જાય તેને લઈ જવા દે. બીજે વિવાદ કરવાનું કંઈ પ્રયજન નથી.” રાજાએ આ નિર્ણયની બાળકની માતાને જાણ કરી એટલે સુનંદાએ રમકડાં તેમ જ મીઠાઈ વગેરે બતાવીને બાળકને પિતાની પાસે લાવવા પ્રયત્ન કર્યો તેને અનેક પ્રકારે લલચા, પરંતુ બાળક તેની પાસે ન જ્યાં ત્યાં ને ત્યાં જ ઊભો રહ્યો. પછી રાજાએ ધનગિરિમુનિને કહ્યું, એટલે તેમણે હરણ ઉંચું કરીને નિર્દોષ વચનથી જણાવ્યું કે—“હે વત્સ! જે તને તત્વનું જ્ઞાન હોય અને ચારિત્રની ભાવના હોય તે કર્મરૂપી રજને દૂર કરવા માટે આ રહરણ ગ્રહણ કર.” આ સાંભળતાં જ બાળકે કૂદકે મારી ચારિત્રરૂપી રાજાના ચામર સમાન તે રજોહરણ લઈ લીધું, અને નાચવા લાગ્યું. તે સમયે મંગલ ધ્વનિપૂર્વક સમસ્ત વાજિંત્રના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8