Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 428
________________ પરિશિષ્ટ-૧ વડોદરાની જૈન ઘટનાઓની તવારીખ (૧) સં. ૧૬૦૮ ની એક અજ્ઞાત કવિ દ્વારા રચિત કાનડીના પાર્શ્વના સ્તવનની અંતની કડીમાં નીચે મુજબની નોંધ છે. અંત .............. સંવત સોલ અઠોતરિ સંવત્સરિ, ત્રિભવન ઉલ્લાસ નયર વડોદરિ, રાજપુર માહિ સકલમૂરતિ, શ્રી પાસ ભવીયણક તારિ. (૨) સંવત ૧૬૨૧ ના ભાદરવા સુદ ૨ ના રોજ લોકાગચ્છના ભીમ ભાવસારે (ભીમજી) વટપદ્રમાં રહી શ્રેણિક રાસ (ખંડ પહેલો) રચ્યો. (૩) સંવત ૧૬૨૩ ના કારતક સુદ ૮ ને રવિવારે લોકાગચ્છના નાનજીના શિષ્ય જ્ઞાનદાસે વડોદરામાં રહી યશોધર રાસ રચ્યો. (૪) સંવત ૧૬૩૨ ના ભાદરવા વદ ૨ ના રોજ લોકાગચ્છના ભીમ ભાવસારે (ભીમજી) વટપદ્રમાં રહી શ્રેણિક રાસ (ખંડ બીજો) ૪૧૬ કડીનો રચ્યો. (૫) સંવત ૧૭૧૧ માં લોકાગચ્છના શ્રી તેજસિંહ ગણિએ વડોદરામાં શ્રી નેમિનાથ સ્તવન રચ્યું. (૬) સં. ૧૭૫૫ ના આસો સુદ ૧૦ ને મંગળવારના રોજ શ્રાવક શ્રી ગોડીદાસે વડોદરામાં નવકાર રાસ અથવા રાજસિહ રત્નવલી રાસ રચ્યો જેમાં ૨૪ ઢાળમાં ૬૦૫ કડી છે. અંતમાં લખે છે. અંત ............................. સંવત સત્તર પંચાવને,આસો સુદ દશમી કુંજવાર રે, વટપદ્ર પાસ પસાઉલે, રાસ રચ્યો નવકાર રે. (૭) સંવત ૧૮૩૫ માં શ્રી દેવવિજય (દર્શન વિજય) ના શિષ્ય શ્રી કાંતિ વિજયે વડોદરામાં ૩૨ કડીનો ચાર કષાય છંદ રચ્યો જેમાં નીચે મુજબની નોંધ છે. આદિ

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442