Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

Previous | Next

Page 4
________________ Vol. I-1995 વાદી-કવિ બપ્પભક્રિસૂરિ ૧૫ (૧) ગોપગિરિ જેટલા દૂરના સ્થળથી ઉત્તર ગુજરાતના મોઢેરામાં ગોપગિરિના રાજકુમાર આમનું બાળવયે રહેવું જરા અવ્યવહારું લાગે છે. આ આમરાજ નજદીકના પ્રદેશમાં, ગુર્જરદેશનો પ્રતીહારવંશીય કુંવર તો નહીં હોય? ઈસ્વીસનના આઠમા શતકના ઉત્તરાર્ધમાં કયારેક આનર્તનો આ ભાગ વિકસી રહેલ પ્રતીહાર રાજ્યનો ભાગ બનેલો, એ વાત તો સુવિદિત છે. (૨) ચરિતકારો રાજા આમનું ‘નાહાવલોક' એટલે કે “નાગાવલોક' બિરુદ આપે છે તે તો પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીય(ઈ. સ. ૮૧૫-૮૩૩)નું ગણાય છે. ‘આમરાજા” એ નાગભટ્ટ દ્રિતીય હોય તો આમના પુત્રનું દંદુક નામ ઘરગથ્થુ માની, તેને નાગભટ્ટ-પુત્ર રામભદ્ર માની શકાય. (દુંદુકની પેઠે રામભદ્ર પણ 'નામચીન’ હતો! પ્રતીહાર પ્રશસ્તિઓમાં એને લગતી નોંધો મળતી નથી !) અને જેમ દુંદુકના પુત્રનું નામ ભજ હતું તેમ રામભદ્રના પુત્રનું નામ મિહિરભોજ હતું, તેમજ તેની રાજધાની પણ આમ-પૌત્ર ભોજની જેમ કનોજ જ હતી, અને ગ્વાલિયર પણ તેના આધિપત્ય નીચે હતું. આ સમાન્તર–સમરૂપ વાતોનો શું ખુલાસો કરવો ? (૩) પ્રબો મૌર્ય યશોવર્માએ ગૌડપતિ ધર્મને હરાવ્યાનું કહે છે જે કેવળ ગોટાળો જ છે ! યશોવર્માના સમયમાં તે તો મગધ-ગૌડદેશ ગુપ્તરાજ જીવિતગુપ્ત દ્વિતીયના આધિપત્ય નીચે હતા : અને ઈસ્વીસનના આઠમા શતકના છેલ્લા ચરણમાં તો એક બાજુથી વત્સરાજ પ્રતીહાર, ગૌડપતિ ધર્મપાલ, અને રાષ્ટ્રકૂટ સમ્રાટ ધ્રુવ તથા એના અનુગામી ગોવિન્દ દ્વિતીય વચ્ચે કનોજ ઉપલક્ષે ભારે સમરાંગણો ખેલાયેલાં. (૪) ઈ. સ. ૭૭૦-૭૭૫ પછી આમની શું સ્થિતિ હતી, કનોજ માટેના ઉપર કથિત ત્રિરંગી ઘમસાણીમાં એનો શું હિસ્સો હતો, તે વિષે તો કંઈ જ નોંધાયું નથી; ને તેના મરણની પ્રબન્ધોમાં અપાયેલી મિતિ, ઈ. સ. ૮૩૩-૮૩૪, તો વાસ્તવમાં પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના મૃત્યુની છે ! (૫) સંભવ છે કે પ્રબંધકારોએ પ્રારંભમાં બપ્પભટ્ટનો ગોપગિરિપતિ અસલી રાજા આમ સાથેનો સબન્ધ, ને આમના વિલોપન બાદ એમનું ગૌડપતિ ધર્મપાલની રાજધાની લક્ષણાવતી તરફ પ્રયાણ, અને પછીનાં વર્ષોમાં નાગભટ્ટ દ્વિતીયની કનોજની સભામાં સ્થાન, એ બધી વાતો ભેળવી ગૂંચવી મારી હોય*: અને વાપતિરાજને જેન બનાવ્યાની વાત તો પ્રબન્ધકારોની પોતાની ધર્મઘેલી કલ્પનાથી વિશેષ નથી! આ બધા કોયડાઓ ઉકેલવા આ પળે તો કોઈ વિશેષ જૂનું અને વિશ્વસ્ત સાધન નજરે આવતું નથી; પણ સાથે જ પ્રબન્ધોની બધી જ વાતો કાઢી નાખવાને બદલે આઠમા-નવમા શતકમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ-તથ્યોનું પૂરું તેમ જ વ્યવસ્થિત જ્ઞાન ન હોવાને કારણે તેમણે ગૂંચ ઊભી કરી દીધી છે એમ માની, આ સમસ્યાઓનો પૂર્ણ ઉકેલ ભવિષ્ય પર છોડવો જોઈએ. એટલું તો લાગે છે જ કે બપ્પભટ્ટનું પ્રારંભે યશોવર્માના પુત્ર આમની સભામાં સ્થાન હતું. (આમરાજ નિ:શંક ઐતિહાસિક વ્યકિત છે; તે ગોપગિરિના મૌર્યવંશમાં થઈ ગયો છે. ગ્વાલિયર પાસે તેના નામથી વસ્યું હોય તેવી શકયતા દર્શાવતું ‘આમરોલ' [આમ્રપુર] નામક ગામ પણ છે, અને ત્યાં આઠમા શતકના ઉત્તરાર્ધના અરસામાં મૂકી શકાય તેવું પુરાતન, શિલ્પકલામંડિત, પ્રતીહાર-સમાન શૈલીનું શિવાલય પણ છે.) બપ્પભટ્ટિના જન્મ, દીક્ષા, સૂરિપદ અને મૃત્યુ સમ્બન્ધી પ્રબન્ધાદિ સાહિત્યમાં જે નિશ્ચિત આંકડાઓ દીધા છે (જઓ અહીં લેખાને તાલિકા) તેમાં એકાદ અપવાદ સિવાય એકવાકયતા નથી. જોકે સ્થળમ જોતાં આઠમી-નવમી શતાબ્દીમાં તેઓ થઈ ગયા તે વાત તો નિશ્ચિત એવું વિશ્વસનીય છે. પ્રબન્ધાદિ સાહિત્યમાં મળતા પ્રસ્તુત આંકડાઓ રજૂ કરી તેમનો સમય-વિનિશ્ચય કરવા યત્ન કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11