Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

Previous | Next

Page 8
________________ વાદી-કવિ બપ્પભટ્રિસૂરિ ટીકાકારના કથન અનુસાર બપ્પભટ્ટિસૂરિની ગાથાઓ કોઈ ‘‘શંકુક’’ નામના વિદ્વાને એકત્ર કરી છે”, અને સંભવ છે કે તારાગણ અભિધાન બપ્પભટ્ટિ દ્વારા નહીં પણ આ સમુચ્ચયકારે દીધેલું હશે. વાદી જંઘાલે ઈ. સ. ૯૭૪-૯૭૫માં તારાગણનો કોશના દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે, તેમ જ ધનપાલ પણ તેનો એ જ નામથી ઉલ્લેખ કરે છે. એથી એટલું તો ચોકકસ છે કે આ તારાગણકોશનું સંકલન ઈસ્વીસનની દશમી શતાબ્દીના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂકેલું. પ્રસ્તુત કોશમાં પ્રા૰ હરિવલ્લભ ભાયાણીએ સૂચવેલા સુધારા અનુસાર, સંગ્રહકાર શંકુક પોતાને ‘ના(યા)વલોક' યા ‘નાહાવલોક’ની (‘નાગાવલોક’ બિરુદધારી પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયની) સભાનો ગોષ્ઠીક હોવાનું પ્રકટ કરતો હોઈ તારાગણનો સરાસરી સમય ઇસ્વીસન ૮૧૫–૮૩૦ના ગાળાનો તો સહેજ જ માની શકાય. Val. I-1995 તારાગણની ઉત્થાનિકામાં સંકલનકારની પોતાની પ્રસ્તુત કોશ સમ્બદ્ધ ગાથાઓ ઉમેરણ રૂપે દાખલ થયેલી છે. તેમાં મૂળ ગાથા-કર્તાનાં બપ્પભટ્ટિ, ભદ્રકીર્તિ અભિધાનો મળવા ઉપરાન્ત કવિને ‘‘થવાથિ'' (ગજપતિ, આચાર્ય), ‘“સેમિમ્બુ' (શ્વેતભિક્ષુ કિંવા શ્વેતામ્બરમુનિ) અને “વાડ્” (વાદી) કહ્યા છે; આથી બપ્પભટ્ટિની ઐતિહાસિકતા તેમજ નાગાવલોક સાથેનું સમકાલીનપણું સમકાલિક કર્તા શંકુકના સાક્ષ્યથી પૂરેપૂરાં સિદ્ધ થઈ જ્ય છે : યથા : जाहिर बप्पभट्टि गुणाणुरायं च भद्दइतिं च । तह गयवइमायरियं च सेयभिक्खुं च वाइ च ॥ તારાગણના મધ્યકાલીન ટીકાકાર વિશેષમાં બપ્પભટ્ટિને ‘કવિ' કહેવા ઉપરાન્ત “મહાવાદીન્દ્ર' પણ કહે છે- જેથી બપ્પભટ્ટિ જબરા વાદી હોવાની, ને બૌદ્ધ વર્ધનકુંજર સાથે તેમ જ ગિરનાર પાસે દિગમ્બરો (કે ક્ષપણકો વા યાપનીયો) પર તેમણે વાદમાં જય મેળવ્યાની જે વાત ચરિતકારો કહે છે તેને તારાગણ-સમુચ્ચયકારની પુરાણી ઉકિતઓ તેમ જ ટીકાકારનું વિશેષણ પરોક્ષ સમર્થન આપી રહે છે. ટીકાકારના મતે તારાગણ ‘સુભાષિતકોશ’’ છે. તેમાંની ગાથાઓ ઉપદેશાત્મક હોવાને બદલે મહદંશે લૌકિક, શુદ્ધ સાહિત્યિક છે. પ્રબન્ધોમાં તો નીતિવાકયો ને ન્યાયવચનો અતિરિકત લૌકિક સંસ્કૃત-પ્રાકૃત પદ્યો પણ એ અનુષંગે ટાંકવામાં આવ્યાં છે, જેમાંનાં કેટલાંક તેમનાં હોવાની શક્યતા છે”. (સંભવ છે કે ઉપલબ્ધ ‘તારાગણ’ના લુપ્ત થયેલ પત્રોમાં આ ગાથાઓ હશે.) Jain Education International ૧૯ બપ્પભટ્ટિસૂરિની પ્રાપ્ત સંસ્કૃત રચનાઓમાં ૯૬ બ્લોકમાં નિબદ્ધ ચતુર્વિશતિ-જિનસ્તુતિ``પાદાન્તાદિયમકાંકિત હોઈ, શબ્દાલંકાર એવં અર્થાલંકારથી વિભૂષિત હોઇ, વ્યાખ્યાઓની મદદ સિવાય પૂરી સમજી-આસ્વાદી શકાય તેમ નથી. તેમાં કવિનું નૈપુણ્ય તો વરતાય છે, ઓજ પણ છે, પરંતુ આલંકારિક ચમત્કાર અને ચતુરાઈ બતાવવા જતાં પ્રસાદ-ગુણની કયાંક કયાંક ન્યૂનતા રહે છે. જ્યારે તેમનાં શારદાસ્તોત્ર અને સરસ્વતીકલ્પનાં પદ્યોમાં સરસતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પ્રથમ સ્તોત્રના દશમા પધમાં તાંત્રિક રંગ છે". સ્તોત્રની ગુણવત્તાની કક્ષાના આકલન માટે પ્રસ્તુત કૃતિનાં પહેલાં બે તથા બારમા પદ્યને અત્રે ટાંકયાં છે. (બારમા પદ્મની છેલ્લી પંકિત સુપ્રસિદ્ધ બ્રાહ્મણીય શારદાસ્તવ, ‘યા રેત્તુતુષારહાર થવના' ના છેલ્લા પદ્યના છેલ્લા ચરણનો પ્રભાવ બતાવી રહે છે.) [द्रुतविलम्बितम् ] कलमराल विहरूमवाहना सितदुकूलविभूषणलेपना । प्रणत भूमिरुहामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥१॥ अमृतपूर्ण कमण्डलुहारिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥२॥ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11