Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

Previous | Next

Page 7
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha संताणे रायसहासेहरिबप्पहट्टिसूरिस्स। સમકિછે..... ત્યાઃ “ ઉપલબ્ધ ચરિતાદિ પ્રબન્ધાદિ સાહિત્યમાં બપ્પભટ્ટસૂરિનો આમરાયની સભા સાથેનો જે સમ્બન્ધ બતાવ્યો છે તેનું મજબૂત સમર્થન એતદ્ સાહિત્યથી વિશેષ પુરાણા અને સ્વતન્ય સાધનો ઉપર ઉફૅકિત અમસ્વામિચરિત્ર તથા તેથી પણ પુરાણી વિલાસવતીકથાથી મળી રહે છે. (૫) વિલાસવઈકહાથી તો ૧૦૬ વર્ષ બાદ, પણ પ્રભાવકચરિતથી ૧૦૪ વર્ષ પહેલાની એક ચતુર્વિશતિપટ્ટરૂપ ધાતુમૂર્તિ પરના સં. ૧૨૨૯ ! ઈ. સ. ૧૧૭૩ના અભિલેખમાં તેની પ્રતિષ્ઠા મોઢગચ્છમાં “બપ્પભટ્ટિ” સંતાનીય જિનભદ્રાચાર્યે કરાવેલી તેવો ઉલ્લેખ છે. આ લેખથી બપ્પભટ્ટસૂરિ પરંપરાથી મોઢગચ્છ સમ્બદ્ધ હોવાનું પ્રબન્ધકારો કહે છે તે વાતનું સમર્થન મળે છે. (૬) નાગેન્દ્રકુલના સમુદ્રસૂરિશિષ્ય વિજયસિંહસૂરિની પ્રાકૃત રચના પુરસુંદરી ET (અવનસુરી થT) [૨૦] સં. ૯૭પ | ઈ. સ. ૧૦૫૩ની ઉત્થાનિકામાં પાલિત (પાદલિપ્ત) અને હરિભદ્રસૂરિ સાથે “કઈ બમ્પટ્ટિ" (કવિ બપ્પભટ્ટ) પ્રમુખ સુકવિઓને સ્મર્યા છે : યથા : सिरिपालित्तय-कइबप्पहट्टि हरिभद्दसूरि पमुहाण । किं भणियो जाणडज्जं वि न गुणेहिं समो जए सुकई ॥१०॥" પરમારરાજ મસ્જ અને ભોજની સભાના જૈન કવિ ધનપાલે પણ તિલકમંજરી (૧૧મી સદી પ્રથમ ચરણ) માં 'ભદ્રકીર્તિ', તેમ જ શ્લેષથી તેમની કૃતિ તારાગણનો ઉલ્લેખ કરેલો છે. भद्रकीर्तेर्भमत्याशा: कीर्तिस्तारागणाध्वना। प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥३९ નાગેન્દ્રકુલીન વિજયસિંહસૂરિ તથા મહાકવિ ધનપાલના સાક્યો લભ્યમાન પ્રબન્યાદિ સાહિત્યથી તો અઢીસો વર્ષ જેટલાં પુરાણાં છે. આથી ભદ્રકીર્તિ-બપ્પભટ્ટિની ઐતિહાસિકતા નિર્વિવાદ સિદ્ધ થવા અતિરિકત તેઓ ઊંચી કોટીના સારસ્વત હોવા સમ્બન્ધમાં પ્રબન્ધોથી પણ બલવત્તર પ્રમાણ સાંપડી રહે છે. ચરિતકારો-પ્રબન્ધકારો (વિશેષ કરીને પ્રભાચન્દ્રાચાર્ય) બપ્પભટ્ટસૂરિની બે પ્રાકૃત (તારાગણ તથા શાર્થી) અને ચારેક સંસ્કૃત રચનાઓની નોંધ લે છે. બપ્પભટ્ટિના દીર્ઘકાલીન જીવનને લક્ષમાં લેતાં, તેમ જ તેમની સર્જનશીલ, કાવ્યોદ્યમી પ્રતિભાને ધ્યાનમાં રાખતાં એમની આ નોંધાયેલી છે તેથી વિશેષ રચનાઓ હોવી જોઈએ, પણ મધ્યકાળના ઉત્તરાર્ધ સમય સુધીમાં તો તે સૌ અનુપલબ્ધ બની હશે જેથી તેના ઉલ્લેખ થયા નથી. બપ્પભટ્ટસૂરિની શતાર્થી પ્રબંધકારો દ્વારા ઉફૅકિત એક મુકતક હોય તો તે આજે ઉપલબ્ધ છે તેમ માનવું જોઈએ. અને કેટલાંક વર્ષો અગાઉ ગાથાકોશ તારાગાગની ભાળ, તેની સંસ્કૃત ટીકા સાથે લાગી છે. કવિની સંસ્કત રચનાઓ ચતુર્વિશતિકા, વીરખતિ, શારદાસ્તોત્ર, સરસ્વતીજી, સરસ્વતીકલ્પ અને શાંતિ-સ્તોત્ર પ્રબન્ધોમાં નોંધાયેલી છે; આમાંથી કેટલીક ઉપલબ્ધ છે, પણ વરસ્તુતિ તેમ જ સરસ્વતી-સ્તવ હજી સુધી મળી આવ્યાં નથી. આ રચનાઓમાં તારાગણનું મૂલ્ય પ્રાકૃત સાહિત્યની દષ્ટિએ ઘણું મોટું છે. તેમાં મૂળે ૧૭ર ગાથાઓ હતી. તેના પરની સંસ્કૃત ટીકા, તેની શૈલી અને રંગઢંગ જોતાં, તે દશમા-૧૧મા શતક જેટલી તો જૂની લાગે છે Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11