Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

Previous | Next

Page 6
________________ Vol. I.1995 વાદી-કવિ બપ્પભકિસૂરિ સંભવ છે”; અને જો પ્રભાવકચરિતકાર અને એમને અનુસરીને પ્રબન્ધકોશકાર કહે છે તેમ તેમની નિવણ-તિથિ ઈ. સ. ૮૪-૮૩૯ની હોય તો અગાઉ કહ્યા છે તે આંકડાઓ દશ-પંદર વર્ષ આગળ લેવા પડે; અને તો પછી ગિરનાર યાત્રામાં જે “આમરાજ' હોય તે ગોપગિરિરાજ “આમ” નહીં પણ નાગાવલોક પ્રતીહાર નાગભટ્ટ દ્વિતીય માનવો ઘટે. આમ એકંદરે જોતાં તેમના અસ્તિત્વના સમય-વિસ્તારનો પૂરેપૂરો સંતોષજનક નહીં તો યે કેટલેક અંશે કામ ચાલી શકે તેવો નિર્ણય થઈ જતાં હવે એમના જીવનનાં અન્ય પાસાંઓ તપાસવાનાં રહે છે. વિશેષ કરીને એમનું (૧) કવિત્વ; (૨) વાદીત્વ, અને તેમની પ્રેરણાથી આમરાજે કરાવેલ (૩) જિનાલય-નિમણાદિ. બપ્પભષ્ટિ એક પ્રાંજલ અને સિદ્ધહસ્ત કવિ હતા તે વાતના પ્રબન્ધો અતિરિકત બે વર્ગમાં આવી જતાં કેટલાંક અન્ય અને સચોટ પ્રમાણો છે: એક તો અન્ય નિર્ચન્થ વાયકારોએ એમની કવિરૂપિણ કરેલી પ્રશંસા અને તેમની કાવ્યપ્રતિભાને અર્પિત કરેલ અંજલિઓ; બીજું એમની ઉપલબ્ધ કાવ્ય કૃતિઓ. એને હવે કમવાર જઈ જઈએ : (રાજગચ્છીય વિનયચન્દ્ર સ્વરચિત કાવ્યશિક્ષા(આ. ઈ. સ૧૨૨૫-૧૨૩૫)ના આરંભે, તથા પરિચ્છેદ “પ”માં, બપ્પભટ્ટિની વાણીનું આહવાન અને સ્મરણ કરે છે : યથા : नत्वा श्रीभारती,देवीं बप्पभट्टिगुरो गिरा । काव्यशिक्षा प्रवक्ष्यामि नानाशास्त्रनिरीक्षणात ॥१॥३२ તથા योगैर्लग्नैश्च नक्षत्रैऽहैवरिश्च सप्तभिः । लक्षणैर्जायते काव्यं बप्पभट्टि प्रसादतः ॥२२०॥२३ (૨) વિનયચન્દ્રથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે પૌણમિક મુનિરત્નસૂરિના અમમ સ્વામિચરિત્ર (સં. ૧૨૨૫ ! ઈ. સ૧૧૬૯)ની જિનસિંહસૂરિએ રચેલી પ્રાન્ત-પ્રશસ્તિમાં ભદ્રકીર્તિનો ‘આમરાજ-મિત્ર' રૂપે ઉલ્લેખ થયો છે તથા તેમના (પ્રાકૃત ગાથા-કોશ) તારાગણને પ્રશંસાપૂર્વક યાદ કર્યો છે : व्योम्नश्च भद्रकीतैश्च खत्तारागणस्य कः। વધામ/ન-મિત્રરાધ્યાવે તુ વૈમવકૂ રા* (૩) અમમ સ્વામિચરિત્રથી ૯ વર્ષ પૂર્વે, બૃહદ્રગથ્વીય આધ્યદેવ સૂરિના શિષ્યનેમિચન્દ્રસૂરિના પ્રાકૃત અનંતનાથચરિય (સ. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦) અંતર્ગત પાલિત્તસૂરિ અને વિજયસિંહસૂરિ સાથે બપ્પભટ્ટની કવિતાની પ્રશંસા કરી છે : पहुणो पालित्तय - बप्पहट्टि-सिरि विजयसीह नामाणो। जाणयंति महच्छरियं जंता गुरुणो वि सुकइनं ।।११।। (૪) આ ત્રણે રચયિતાઓથી અગાઉ, ચન્દ્રકુલના યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ (સાધારણાંક)ની વિલાસવઈકહા (વિલાસવતીકથા: સં. ૧૧૨૩ | ઈ. સ. ૧૦૬૭)માં કત્તએ સ્વગચ્છને (યશોભદ્રસૂરિ-ગચ્છને) “રાજસભાશેખરી બમ્પટ્ટિ(બપ્પભદ્રિ)”ના સંતાનરૂપે પ્રસવેલો બતાવ્યો છે : યથા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11