Book Title: Vadikavi Bappabhatta Suri
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
________________
Vol. 1.1995
વાદી-કવિ બપ્પભકિસૂરિ
૧૩
પરવા કર્યા સિવાય, મૂળ હકીકતોને કેવળ કલ્પનાના બળે અને સ્વરુચિ તેમ જ સાંપ્રદાયિક આવશ્યકતા અનુસાર ફેરફાર કરીને, વધારીને, પ્રબંધકારોની કહેવાની રીતે, રજૂ કરી છે.
સાંપ્રત કાળે ગોપગિરિરાજ મૌર્ય યશોવર્મા (૮મી શતાબ્દી પૂર્વાર્ધ) પર ગવેષણા ચલાવનાર વિદ્વાનોએ બપ્પભટ્ટ સમ્બ પ્રકાશિત જૈન પ્રબન્ધાત્મક સાહિત્યનો સૌ સૌની સૂઝ પ્રમાણે ઉપયોગ તો કર્યો છે. પણ પ્રબન્ધકારોનાં ગુંચવાડા અને કેટલીક અસંભવિત વાતોથી, તેમજ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી થયેલા નિરૂપણથી કંટાળીને બપ્પભદ્રિના વિષયમાં (અમુકાશે તો બપ્પભટ્ટ જૈન હોવાને કારણે પણ) વિશેષ વિચારી શકયા નથી". વધુમાં આધુનિક અન્વેષકોનું મુખ્ય લક્ષ્ય યશોવર્મા (અને મદ્રમણીવિજય તથા ગૌડવોના કર્તા, એમના સભા-કવિ વાકપતિ') હોઈ, બપ્પભદિને એમનાં લખાણોમાં સર્વથા અન્યાય નહીં થયો હોય તોયે અધિકાંશે તેમની ઉપેક્ષા તો થયેલી છે?
પ્રબન્ધો અનુસાર બપ્પભટ્ટ પાંચાલ(ભાલ-પંચાળ)માં ડુંવાઉધી (ધાનેરા પાસેના હુવા) ગ્રામના નિવાસી હતા; બાળવયે ઘેરથી રિસાઈને ચાલી નીકળેલા, ને પછી પાટલા ગ્રામ(પાડલ)ના પુરાણા જીવંતસ્વામી નેમિનાથના ચૈન્યના અધિષ્ઠાયક, મોઢગચ્છીય આચાર્ય સિદ્ધસેન સૂરિ પાસે અભ્યાસ કરી દીક્ષિત થયેલા. પ્રવ્રજ્યા સમયે એમનું “ભદ્રકીર્તિ' નામ રાખવામાં આવેલું. પણ પછીથી—ચરિતકારો પ્રબન્ધકારોના કહેવા પ્રમાણે–એમનાં પિતા ‘બમ્પ' માતા “ભટ્ટિનાં નામ પરથી ‘બપ્પભટ્ટ' નામ આપવામાં આવ્યું. (આ નામ અપાય તો જ એમના બાળકને પ્રવ્રજિત મુનિ રૂપે બહાલ રાખવાની, યા પ્રવ્રયા દેવા અનુમતિ દેવાની, તેમની તૈયારી હતી એમ ચરિતકારો કહે છે !) નામોત્પત્તિનો આ ખુલાસો અલબત્ત મૂળ કે પાછલા કાળના ?) પ્રબન્ધકાર કે ચરિતકારની પોતાની કલ્પના લાગે છે ? કેમકે “બમ્પ' શબ્દ સન્માનસૂચક છે. તેમાં ગુરુત્વ-વૃદ્ધત્વ-પૂજ્યત્વના ભાવો સમ્મિલિત છે, અને ભટ્ટિ' કદાચ ભટ્ટિકાવ્યના મૈત્રકકાલીન કવિ ભટ્ટિ(૭મા સૈકા)ના નામને અનુસરીને, ભદ્રકીર્તિની અનુપમ કાવ્યપ્રતિભાને લક્ષમાં રાખી, પછીથી મોટી ઉમરે એમની ખૂબ પ્રસિદ્ધિ બાદ આપવામાં આવ્યું હોય. તિલકમંજરીકાર મહાકવિ ધનપાલ, અમચરિત્રકાર મુનિરત્નસૂરિ ઈત્યાદિ લેખકો તો તેમને 'ભદ્રકીર્તિ' નામે જ સંબોધે છે. (એક કલ્પના એ પણ થઈ શકે કે તેઓ પંજાબમાં આવેલ “ભદ્રિકદેશ' પંથકથી નીકળેલ ‘ભટ્ટિ' નામથી ઓળખાતી (રાજપુત) જ્ઞાતિમાં થયા હોય. વર્તમાને ગુજરાતની ‘ભાટિયા' કોમ, સંગીતમાં ‘ભટિયાર' રાગ ઈત્યાદિનો સંબંધ પણ આ ભદ્રિકદેશ સાથે હોય તેમ લાગે છે.)
ભદ્રકીર્તિના ગુર આચાર્ય સિદ્ધસેનસૂરિ તે મોટે ભાગે વાચક ઉમાસ્વાતિના સભાખ્ય-તત્વાર્થાધિગમશાસ્ત્ર (અઈ. સ. ૩૫૦-૪૦૦) પર ઈ. સ. ૭૬૦-૭૩૦ ના અરસામાં સંસ્કૃતમાં બૃહદ્રવૃત્તિ રચનાર “ગન્ધહસ્તિ સિદ્ધસેન’ હોઈ શકે, અને પ્રબન્ધોમાં અપાયેલી પૃથક પૃથફ મિતિઓ અનુસાર બપ્પભટ્ટસૂરિનો સરાસરી પૂર્વકાળ પણ એ જ અરસાનો છે, તેમ જ એ કાળે તો કોઈ અન્ય શ્વેતામ્બર સિદ્ધસેન સૂરિના અસ્તિત્વ વિશેનો ઉલ્લેખ કયાંયથીયે પ્રાપ્ત થતો નથી. વિશેષમાં ગન્ધહસ્તિ સિદ્ધસેન એક અચ્છા સંસ્કૃતજ્ઞ અને આગમોના તેમજ દર્શનોના પારગામી પંડિત હતા. ભદ્રકીર્તિએ આવા જ સમર્થ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હોય. સિદ્ધસેન ગણિના પ્રગર સિંહજૂર ક્ષમાશ્રમણની મલવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (છઠ્ઠા શતકનો મધ્યભાગ) પરની ટીકા (આ ઈ. સ. ૬૭૫)માં ઊંડાણભર્યું, નવાશિત તાર્કિક-દાર્શનિક તત્ત્વજ્ઞાન એવું બહુશ્રુતતા વ્યકત થાય છે. બધુભદ્રિસૂરિનું વાદીત્વ અમુકાશે સ્વશાખાની આ આગમિક અતિરિકત દાર્શનિક એવું ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટ એક ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત અજેય વાદી પણ હતા, તે સમ્બન્ધનાં પ્રમાણો વિષે આગળ જોઈશું. બપ્પભકિસૂરિના જીવન વિષે પ્રબન્ધોમાંથી (અને યશોવર્મા પરના આધુનિક અન્વેષણોના આધારે) તારવી શકાતી કેટલીક વિશેષ એવં પ્રમુખ ઘટનાઓ આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org