Book Title: Uttarbharatma Jain Dharmno Itihas
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 3
________________ ઉત્તર ભારતમાં જૈનધર્મનો ઇતિહાસ [ ૨૧૯ સમય-પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાને શ્રદ્ધાયુગનો હતો કે જ્યારે જગતના સનાતન સત્યને, આત્મસ્વરૂપને કે કોઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે દલીલોને આશ્રય શોધવો પડતો ન હતો. તેમ જ એ સનાતન સત્ય વગેરેનો પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને–તેમનાં જીવન ત્યાગ અને તપ દ્વારા અતિવિશુદ્ધ અને પરણિત હાઈ–પોતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશને સમર્થન માટે તર્ક કે યુક્તિઓ ની આવશ્યકતા નહોતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મ, જ્ઞાની પુરુષનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગ-તપ પાતળાં પડી જતાં તેમને પોતાના વક્તવ્યના સમર્થન માટે તર્ક અને યુક્તિઓને આશ્રય લેવો પડ્યો અને એ રીતે પ્રજા પણ તેમને ઉપદેશ વગેરેને તર્ક, યુકિત આદિ દ્વારા કરવા લાગી, જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ, પરોક્ષ આદિ પ્રમાણેનું સ્થાન હતું, પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતોની જેમ ધર્મો. તત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણની શરાણ ઉપર ચડવું પડયું છે, જેમાંથી આજના ઐતિહાસિક યુગનો જન્મ થયો છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબિતી અને સત્તા સમય, તેમણે ઉપદેશેલાં ધર્મતો , તેમનો અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાનકલા-કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની-મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબિતીઆ સાથે કમ્યા પછી જ તેની સત્યતા, યોગ્યતા અને ગ્રાહ્યતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિસ્તેજ બનતા જૈનધર્મના ગૌરવને નવેસર ઓપ ચઢાવવા માટે આપણને આપણુ સમક્ષ વિદ્યમાન મહત્વ ભરી પ્રાચીન ઐતિહાસિક સાબિતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયત્નની આવશ્યકતા જણ્યા સિવાય નથી રહેતી. કેઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે ધર્મને માટે પોતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઈ હોય છે તે માત્ર તેને ભૂતકાલીન ઈતિહાસ છે, જેમાંથી તેને અનેક ફુરણાઓ મળી રહે છે. જે અને તેને પ્રાચીન ઇતિહાસ નથી અથવા જેને એ ગૌરવશાળી ઇતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી. એ ક્યારે પણ પોતાનું ઉત્થાન કે પુનરુદ્ધાર એકાએક કરી શકે જ નહિ. અને તેથી જ આપણને પુનરુથાનની પ્રેરણા મળે એવા આપણું પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવો જોઈએ. આજની આપણું આ અનિવાર્ય આવશ્યકતાને એક અંકોડ ભાઈશ્રી શાહના પ્રસ્તુત ગ્રંથથી જોડાય છે કે જે જાતનો ગ્રંથ જૈન પ્રજા માટે પહેલવહેલો જ છે. ભાઈશ્રી શાહ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવવા માટે “જૈનધર્મના પ્રાચીન ઈતિહાસના વિષયને પસંદ કર્યો. જેને પરિણામે તેમણે Jainism in North India નામે અંગ્રેજી પુસ્તક તૈયાર કર્યું, એ જ પુસ્તકનો ગુજરાતી અનુવાદ આપણુ સમક્ષ ધરવામાં આવ્યો છે, જેના ઉપરથી આપણને આપણું એટલે કે જૈન પ્રજાના ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, આચાર, વ્યવહાર, કલા, શિલ્પ, સાહિત્ય આદિ સાથે સંબંધ ધરાવતા ઈતિહાસ ઉપરાંત ચર્ચાસ્પદ વિષયને ચર્ચવા માટેનું એક ખાસ દષ્ટિબિંદુ પણ મળી રહે છે. અર્થાત પરસ્પર વિવાદાસ્પદ મનાતા ઐતિહાસિક વિષયની ચર્ચા એકબીજા વિદ્વાનો કેટલી સુક્ષ્મતાથી, કેટલી શાસ્ત્રીયતાથી, કેટલી પ્રામાણિકતાથી અને કેટલી સભ્ય ભાષામાં કરે છે તેમ જ એ પ્રશ્નોને ચર્ચવામાં કેટલે સમભાવ અને સ્થિતપ્રાપણું રાખે છે. આજના ચર્ચાસ્પદ, ધાર્મિક, સામાજિક આદિ પ્રશ્નોની અસભ્ય અને કંદાગ્રહભરી રીતે ચર્ચા કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8