Book Title: Uttarbharatma Jain Dharmno Itihas
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 6
________________ ૨૨૨ જ્ઞાનાંજલિ વિવેચન છે. ખાસ કરીને ભગવાન મહાવીરના યુગમાં મગધના મહાન શૈથુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીના રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાના રાજા દધિવાહન, કૌશાંખીનેા રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજાએ વગેરે જે જે રાજાએ જૈનધર્માવલંબી હતા તેમ જ અવંતીના રાજા ચ'zપ્રદ્યોત અને બીજા જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે બહુમાનભરી લાગણી ધરાવતા હતા, તેએનેા અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજ્યગ્રામ, ચંપા, સિંધુસૌવીર-વીતમય વગેરે નગરે કયાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે. ખીજા વિભાગમાં; ભગવાન મહાવીર પછીના યુગમાં મહારાજા કાણિક, તેના ઉત્તરાધિકારી ઉદ્દયન વગેરે નદવશીય રાજાએ અને તેમના શકડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યેા, મૌ`વ'શી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વગેરે જે જે રાજાએ જૈન હતા તેમ જ જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું' વલણ ધરાવતા હતા તે બધાના પરિચય આપવામાં આવ્યા છે. ઉપરાક્ત જૈન રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મીના ઇતિહાસમાં ઉજ્જવળ કારકિર્દી ભર્યું અને અતિ; ગૌરવવંતું છે. મહાન સપ્રતિ માત્ર પોતે જ જૈનધમી હતા એટલું જ નહિ, પણ તેણે: વૈદિકસ ંસ્કૃતિપ્રધાન આંધ્ર, દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મને ઝડા કરકાવ્યા હતા. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહામાં મેાટા પાયા પર જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ ખીજી એક પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારાને પેાતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરા કરવાની ફરજ પડી હાય. જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાને સાંગેપાંગ પાર ઉતારનાર કે પાપનાર પ્રાણવાન કાઈ પાછળ નથી હાતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તે જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસનાં ક્ષેત્રોમાં જે ગણીગાંઠી વ્યક્તિએ આપણે ત્યાં જન્મી છે, તેના સ્થાનને શાભાવનાર બીજી વ્યક્તિએ પણ આપણે ત્યાં વિરલ જ જન્મી છે. ચેાથું પ્રકરણ · કલિ’ગદેશમાં જૈનધર્મ ' છે. આ પ્રકરણમાં અત્યારે એરિસા તરીકે એાળખાતા કલિંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખાના ગૌરવવંતા ઇતિહાસ છે, જેને સમય ઈ. સ. પૂર્વે ખીજો સૈકે છે. સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખાનુ` મહત્ત્વ ફક્ત જૈનધર્મોના ઇતિહાસની દૃષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજિક અને રાજકીય નજરે પણ તેનુ મહત્ત્વ અતિધણું છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિને લક્ષ્યમાં રાખી લખાયેલ પાંડિત્યપૂર્ણ આવા વિશદ શિલાલેખ જગતભરના ઇતિહાસમાં ભાગ્યે જ બીજો જોવામાં આવશે. મહારાજા ખારવેલ અને તેના શિલાલેખા જૈનધર્મને માટે અભિમાનનુ સ્થાન હોવા છતાં આમ્રકારક ઘટના તેા એ છે કે સમગ્ર શ્વેતાંબર–દિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામના કે તેને મળતા તેવા બીજા કોઈ નામાંતરતા ઉલ્લેખ સરખા મળતે નથી. ખરે જ, આ પશુ એક ન ઉકેલી શકાય તેવા કોયડા છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતિને કયા કારણે વિસારી મૂકી હશે. અસ્તુ! ગમે તેમ હા, તે છતાં આ શિલાલેખા જૈનધમ માટે અતિ મહત્ત્વના છે. જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખા પૂરુ· પાડે છે. આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભના બે પદે મગળ તરીકે આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8