Book Title: Uttarbharatma Jain Dharmno Itihas
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 7
________________ ઉત્તર ભારતમાં જૈનધર્મને ઇતિહાસ [ ૨૨૩ આવ્યાં છે એ ઉપરથી જૈનાની વરિતક-રચના અને નમસ્કારમંત્રો પાસના અતિ પ્રાચીન હોવાની સાબિતી મળે છે. ખંડગિરિમાંની ઉપર્યુક્ત હાથીગુફા ઉપર કેરાયેલા શિલાલેખોમાં કઈ કઈ બાબતો છે? તેમ જ એ ગુફામાં શું શું છે? અને ખંડગિરિ–ઉદયગિરિની ટેકરીઓ પર બીજી કઈ કઈ અને કેટલી ગુફાઓ છે અને તેમાં શું છે? એ બધી હકીકતનો વિસ્તૃત પરિચય આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહીં પ્રસંગોપાત્ત એક વાત સૂચવવી ઉચિત જણાય છે છે કે, જે ગુફા અને જે શિલાલેખો જૈનધર્મના ગૌરવની દષ્ટિએ અતિ મહત્ત્વના છે, જેના વાચન માટે વર્ષોના વર્ષો થયાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય સમર્થ વિદ્વાન રાતદિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને જેના દર્શનાર્થે દરવર્ષે સંખ્યાબંધ વિદેશી તેમ જ ભારતીય વિદ્વાનો જાય છે, એ ગુફાનું દર્શન કરવું તો દૂર રહો, પરંતુ તેને અંગેની માહિતી સરખી પણ આપણને લગભગ નથી એના જેવું દિલગીરીજનક બીજું શું હોઈ શકે ? તીર્થયાત્રા અને પરમાત્મોપાસનામાં રસ લેનારા આપણે તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા માહાત્મ્યને વીસરી જ ગયા છીએ. એટલે તીર્થયાત્રા અને પરમાત્મોપાસના કરવા છતાં આપણે દિન -પ્રતિદિન જડપ્રાય થતા જઈએ છીએ. આને પરિણામે આજની આપણી તીર્થયાત્રા અથવા પરમાભોપાસના કોઈ પણ જાતના કળાવિધાનને, વિજ્ઞાનને અથવા પરમાત્મવરૂપને ન અડકતાં મોટે ભાગે રૂઢિરૂપ જ બની રહે છે. આપણે ઈચ્છીશું કે જેને પ્રજા તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા રહસ્યને સમજે અને પ્રાચીન પવિત્ર ગૌરવભર્યા ધામનાં દર્શન કરવા ભાગ્યવાન થાય. પાંચમા પ્રકરણમાં મથુરાના કંકાલીટીલા ટેકરી પરના મહત્વના શિલાલેખોની નોંધ આપવામાં આવી છે અને તે સાથે વિક્રમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને પરિચય પણ છે. છઠ્ઠા પ્રકરણમાં ગુપ્તવંશીય રાજાઓમાં જૈનધર્મ કેવી રીતે દાખલ થયો હતો તેની અને તે સાથે વલભીવંશના ધ્રુવસેનની નોંધ લેવામાં આવી છે. સાતમા પ્રકરણમાં જૈન સાહિત્ય કે જેમાં મુખ્યત્વે કરીને ચૌદ પૂર્વ અને અગિયાર અંગ, બાર ઉપાંગ, દસ પેયના, છ છેદ આગમ, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર એમ પિસ્તાલીસ આગમનો સમાવેશ થાય છે તેને અને વલભીમાં પુરતકલેખન નિમિત્તે શ્રીમાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય નીચે મળેલી સંધપરિષદને પરિચય આપ્યો છે. - આ પછી ભદ્રબાહસ્વામીના નિયંતિ ગ્રંથ અને તેના રચનાકાળને નિર્દેશ વગેરે કરવામાં આવ્યું છે. એ રચનાકાળ અને નિર્યુક્તિકાર ચૌદપૂર્વધર હોવાની વાત અમારી માન્યતા અને અલકન અનુસાર વાસ્તવિક નથી, જેના અનેક પુરાવાઓ વિદ્યમાન છતાં એ વિષયને અમે અહીં ચર્ચાતા નથી. આ સિવાય પ્રસ્તુત પ્રકરણમાં ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાળા, વાચક ઉમાસ્વાતિ અને તેમના તત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રંથ, સિદ્ધસેનાચાર્ય અને તેમનાં ન્યાયાવતાર, સન્મતિ વગેરે પ્રકરણ, પાદલિપ્ત અને તેમના તરંગવતી, પ્રશ્નપ્રકાશ, નિર્વાણલિકા વગેરેની નોંધ આપી છે. પ્રસ્તુત પ્રકરણમાં જે યુગના જૈન સાહિત્યની નોંધ કરવામાં આવી છે તે સિવાયનું મૌલિકતાને લગતું બીજું વિપુલ સાહિત્ય હોવા છતાં અહીં રૂપરેખા પૂરતી જે સાહિત્યની નોંધ લેવામાં આવી છે તે ઓછી નથી. છેલ્લા પ્રકરણમાં જૈન મૂર્તિવિષયક અને શિલ્પ અને સ્થાપત્યવિષયક કળાવિધાને કેવાં આદર્શ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8