Book Title: Uttarbharatma Jain Dharmno Itihas Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 8
________________ 224] જ્ઞાનાંજલિ હતાં તેમ જ જૈન પ્રજાએ એ કળાવિધાનને વિકસાવવા માટે કેટલે વેગ આપ્યો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઉપર આપણે ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરી આવ્યા તે ઉપરથી જૈને પ્રજાનું એ યુગમાં દરેક વિષયમાં કેટલું વ્યાપકપણું હતું અને તેની જીવનસરણી કેવી સર્વતોમુખી હતી એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અંતમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈશ્રી શાહની જેમ આજનો જૈન સમાજ-ખાસ કરી વિદ્વાન મુનિવર્ગ–વર્તમાન યુગની સંશોધન પદ્ધતિને ધ્યાનમાં લઈ જૈનધર્મ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરે અને વિદ્વાનો તરફથી સઘળા મહાન ધર્મોના અવલોકન અને અન્વેષણમાંથી જૈનધર્મની ઉપેક્ષા કરવામાં આવી છે તેને દૂર કરી જૈન સાહિત્યનાં જે અનેકાનેક અંગે અણુખીલ્યાં પડ્યાં છે તે તે વિકસાવે, જેથી અન્ય વિદ્વાન તરફથી જૈનધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપો દૂર થાય. - પ્રસ્તુત પુસ્તકને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી જૈન પ્રજા સમક્ષ ઉપહાર કરનાર શ્રી ફૂલચંદભાઈ હરિચંદ દોશી તેમ જ શ્રી. ચિમનલાલ જેચંદભાઈની જૈન પ્રજા સદા ઋણી જ છે. [" ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મનો ઉપઘાત, ઈ. સ. 1937] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8