Page #1
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ભારતમાં જૈનધર્મના ઇતિહાસ*
ભારતીય આ મહાસંસ્કૃતિના આવિર્ભાવ અને તેના પાયાને મજબૂત કરવા માટે ભારતવર્ષોંની ત્રણ મહાપ્રતાપી મહાપ્રજાએ પેાતાનાં સમગ્ર જીવન, શક્તિ, બુદ્ધિ અને વિજ્ઞાનનેા વિશાળ ફાળા અર્પણ કર્યાં છે. એ ત્રણ મહાપ્રજાએ એટલે જૈન, બૌદ્ધ અને વૈદિકધર્મ સંચાલકો અને તે તે ધર્મની અનુયાયી પ્રજા. આ ત્રણ મહાપ્રજા પૈકી જૈત પ્રજાએ ભારતીય આ મહાસ ંસ્કૃતિના વિકાસમાં, એ સ`સ્કૃતિને પગભર કરવામાં અને એને વિશ્વવ્યાપી બનાવવા માટે કેવા અને કેટલે અદ્ભુત ભાગ ભજવ્યેા છે તેની રૂપરેખાને રજૂ કરતા એક અપૂર્વ ગ્રંથ ભાઈ ચિમનલાલ શાહ આજે જૈન પ્રજાના કરકમલમાં ઉપહારરૂપે ધરી રહ્યા છે.
ભાઈ શ્રી ચિમનલાલે તેમના પ્રસ્તુત ગ્રંથમાં સંખ્યાબંધ પાશ્ચાત્ય વિદ્વાનોના વિશાળ ગ્રંથરાશિના અવલાકન, અભ્યાસ અને મનનને અ ંતે દેહનરૂપે જે હકીકતા રજૂ કરી છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી શકે છે કે પૌરાણિક કાળમાં અથવા અતિ પ્રાચીન અગમ્ય યુગમાં જૈન પ્રજા ગમે તેટલી મહાન હા, ગમે તેવડા વિશાળ પૃથ્વીપટને તેણે પેાતાની અસ્મિતાથી વ્યાપ્ત કરી દીધા હેાય, તેમ છતાં અન્ય પ્રજા કરતાં અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી જૈન પ્રજાએ પાછલાં ત્રણ હજાર વર્ષ દરમિયાન ભારતીય આ મહાસંસ્કૃતિના પ્રત્યેક અંગમાં પ્રાણ પૂરવા માટે પેાતાનાં જીવન, શક્તિ અને વિજ્ઞાનને કેટલા સમર્થ અને સદિગ્ગામી ફાળેા આપ્યા છે.
જૈનધર્માનુયાયી પ્રજાની સંખ્યા માટે ગમે તેટલા મેાટા આંકડાએ રજૂ કરવામાં આવે, તેમ છતાં ચાવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરે આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે પેાતાના શિષ્ય-સમુદાયના વિહાર–પાદપરિભ્રમણ દ્વારા દેશ-વિદેશમાં ફરવા માટે જે ક્ષેત્રમર્યાદા-આ ક્ષેત્રો નક્કી કર્યાં છે, એ તરફ લક્ષ આપતાં, તેમ જ તે પછી લગભગ બીજા સૈકામાં થએલ અંતિમ શ્રુતકેવળી સ્થવિર આ ભદ્રબાહુસ્વામીને બારવરસી ભયંકર દુકાળ આદિ પ્રસંગાને લઈ ઉપરાક્ત ક્ષેત્રમર્યાદા સિવાયના અન્ય દેશમાં વિહાર કરવા વગેરેની આવશ્યકતા જણાતાં, તેમણે એ વિહારક્ષેત્રની મર્યાદા વગેરેમાં ઉમેરી અને
*
* ઉત્તર હિન્દુસ્તાનમાં જૈનધ' 'તે ( અ ંગ્રેજીમાં મૂળ લેખક શ્રી. ચિમનલાલ જેચંદ શાહ, ગુજરાતી ભાષાન્તરકાર: શ્રી. ફૂલચંદ હરિચંદ દોશી, પ્રકાશકઃ લાંગમૅન્સ ગ્રીન ઍન્ડ કંપની લિમિટેડ, ઈ. સ. ૧૯૩૭) ઉપાદ્ધાત,
જ્ઞાનાં. ૨૮
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
જ્ઞાનાંજલિ ફેરફાર કરે યોગ્ય માની પોતે રચેલા બૃહકલ્પમાં તે તે વિષયને સ્થાન આપ્યું એ ધ્યાનમાં લેતાં, અને તે ઉપરાંત જૈનધર્માનુયાયી મહાન સંપ્રતિરાજ કે જેઓ સ્થવિર આર્ય સુહસ્તિના શિષ્ય તરીકે ઓળખાય છે, તેમણે વૈદિક સંસ્કૃતિપ્રધાન અધ, દ્રવિડ વગેરે દેશમાં જૈનધર્મનો પ્રચાર કર્યા પછી જૈન શ્રમણ-શ્રમણીઓને તે તે દેશમાં પરિભ્રમણ કરવા માટે છૂટ આપવામાં આવી, જેને ઉલ્લેખ નિર્યું, ક્તિકાર, ભાગાકાર આદિએ પોતપોતાના ગ્રંથમાં કર્યો છે, તે જોતાં સમજી શકાય છે કે વૈદિક સંસ્કૃતિની પ્રબળતાને પ્રતાપે એક કાળે જૈનધર્માનયાયી પ્રજા અતિ ટૂંક સંખ્યામાં રહી ગઈ હતી. એ અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી નાની સરખી જૈન પ્રજાએ પોતાના તેમ જ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના સર્વતોમુખી ઉત્થાન માટે પોતાની શક્તિને કેટલે આશ્ચર્યજનક પરિચય આપે છે એનો સહજ ખ્યાલ આપણને ભાઈશ્રી ચિમનલાલ શાહે આપણા સન્મુખ ભેટ ધરેલા આ ગ્રંથ ઉપરથી આવી શકે છે.
ભાઈ શ્રી ચિમનલાલ શાહે તેમના પુસ્તકમાં જે ઈતિહાસ આપે છે એ મુખ્યત્વે કરીને ઉત્તર હિંદુસ્તાનમાંના જૈનધર્મને લગતો છે અને તે પણ શ્રમણ ભગવાન મહાવીર પછીનાં માત્ર એક હજાર વર્ષનો જ છે. એટલે તે સિવાયને ઉત્તર હિંદુસ્તાનને ઈતિહાસ અને બીજા દેશમાં જૈનધર્મ અને જૈન પ્રજાને લગતો ઇતિહાસ લખ હજુ બાકી જ રહે છે. ભાઈ શ્રી શાહે લખેલ પુસ્તક જેવાં સંખ્યાબંધ પુસ્તકે લખાશે ત્યારે જ જૈનધર્મ અને જૈન પ્રજાના ઇતિહાસની સાચી રૂપરેખા આવશે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય અને દિલગીરી થશે કે વર્ષોનાં વર્ષો અગાઉ પાશ્ચાત્ય તેમ જ ભારતીય જૈનેતર વિદ્વાનોએ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનાં વિવિધ અંગોને જે ઊંડાણ અને ઝીણવટથી છપ્યાં છે અને એનું જે મહત્ત્વ આંકડ્યું છે, તેનો પોતાને જૈનધર્માવલંબી તરીકે ઓળખાવતી જૈન પ્રજાને જ નહિ પણ “જૈનધર્મના પ્રચારક તરીકે દાવો કરનાર જૈન ધર્મગુરુઓને સુધાં ખ્યાલ સરખો નથી અને હજુ વર્ષો પછી પણ એ ધ્યાનમાં આવશે કે કેમ એ શંકાસ્પદ વસ્તુ છે.
જ્યારે પાશ્ચાત્ય અને ભારતીય જૈનેતર વિદ્વાને સંશોધનના મધ્યાહ્નકાળે પહોંચવા આવ્યા છે ત્યારે જૈન પ્રજા માટે હજુ સંશોધનના વિષયમાં પરોઢ પણ થયું નથી. નવીન સંશોધનની વાત બાજુએ રાખીએ તો પણ આજ સુધીમાં જૈનેતર વિદ્વાનોએ અતિશ્રમપૂર્વક જે સાધનસામગ્રી તૈયાર કરીને રજૂ કરી છે તેનો આસ્વાદ લેવા માટે પણ આપણને સમજ અને સમય નથી, આથી વિશેષ શોચનીય બીજું શું હોઈ શકે ?
આજની જૈન પ્રજા, જેમાં જૈન ધર્મગુરુ અને જૈન ઉપાસક વર્ગને સમાવેશ થાય છે તેને મોટે ભાગે આછી-પાતળી કથાઓ સિવાય, જૈનધર્મ અને જૈન પ્રજાનો વિકાસ અને ગૌરવ વાસ્તવિક રીતે શાને આભારી છે? જૈનધર્મની અભિવૃદ્ધિ ક્યાં કારણોએ થઈ શકી હતી ? જૈન પ્રજાએ કયાં કયાં મહત્વનાં કાર્યો કર્યા છે ? તેમ જ જૈન પ્રજા અને જૈનધર્મ ઈતર પ્રજાઓ અને ધર્મ સાથે સ્પર્ધામાં કઈ કુશળતાને આધારે ટકી શક્યાં હતાં ?—એને ખ્યાલ બહુ જ ઓછાને છે. આનું પરિણામ એ આવ્યું છે કે સૂત્રધાર સમી લેખાતી વર્તમાન જૈન ગુસંસ્થા જૈનધર્મની રક્ષા અને તેની ઉન્નતિના પ્રશ્નને ભૂલી જઈ નજીવા પ્રશ્નો અને નજીવી બાબતો ઉપર મહિનાઓના મહિનાઓ જ નહિ પણુ વર્ષો સુધી નિર્જીવ અને બુદ્ધિહીન ચર્ચાઓ કરવા ઉપરાંત એકબીજા સામે આઘાત-પ્રત્યાઘાત કરી જૈનધર્મને ઝાંખપ લગાડી રહેલ છે. આ પ્રશ્નને અહીં અયોગ્ય રીતે ચર્ચવાને અમારે લેશ પણ ઇરાદો નથી, તેમ છતાં એટલું કહ્યા સિવાય ચાલે તેમ નથી કે વર્તમાન જૈન ધર્મગુરુઓને આજના જૈન સમાજની કે જૈનધર્મની પરિસ્થિતિ નિહાળવાની જરા સરખીય પરવા કે નવરાશ નથી. અતુ. આ વિષયને અહીં પડતો મૂકી આપણે આપણા મૂળ વિષય તરફ આવીએ.
Page #3
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ભારતમાં જૈનધર્મનો ઇતિહાસ
[ ૨૧૯ સમય-પરિવર્તન સાથે પ્રજાની ધર્મ, સમાજ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કળા આદિ દરેક વિષયને લગતી જિજ્ઞાસા અને અભિરુચિના માર્ગો અને પ્રકારે પણ બદલાયા સિવાય નથી રહી શકતા. એક જમાને શ્રદ્ધાયુગનો હતો કે જ્યારે જગતના સનાતન સત્યને, આત્મસ્વરૂપને કે કોઈ પણ પદાર્થને નિર્ણય કરવા માટે પ્રજાને તર્ક કે દલીલોને આશ્રય શોધવો પડતો ન હતો. તેમ જ એ સનાતન સત્ય વગેરેનો પોતાના જીવનમાં સાક્ષાત્કાર કરનાર આપણા પૂર્વ પુરુષોને–તેમનાં જીવન ત્યાગ અને તપ દ્વારા અતિવિશુદ્ધ અને પરણિત હાઈ–પોતે અનુભવેલા સનાતન સત્ય આદિના ઉપદેશને સમર્થન માટે તર્ક કે યુક્તિઓ ની આવશ્યકતા નહોતી પડતી. પરંતુ કાળની ક્ષીણતાને પરિણામે આત્મધર્મ, જ્ઞાની પુરુષનું આત્મિક જ્ઞાન અને તેમનાં ત્યાગ-તપ પાતળાં પડી જતાં તેમને પોતાના વક્તવ્યના સમર્થન માટે તર્ક અને યુક્તિઓને આશ્રય લેવો પડ્યો અને એ રીતે પ્રજા પણ તેમને ઉપદેશ વગેરેને તર્ક, યુકિત આદિ દ્વારા કરવા લાગી, જેને પરિણામે શ્રદ્ધાયુગનું સ્થાન તર્કયુગે લીધું. તર્કયુગમાં પ્રત્યક્ષ, પરોક્ષ આદિ પ્રમાણેનું સ્થાન હતું, પરંતુ આજના આપણા ચાલુ વૈજ્ઞાનિક યુગમાં પ્રત્યક્ષ પ્રમાણને જ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં બીજી બાબતોની જેમ ધર્મો. તત્વજ્ઞાન, આગમ આદિને પણ પ્રત્યક્ષ પ્રમાણની શરાણ ઉપર ચડવું પડયું છે, જેમાંથી આજના ઐતિહાસિક યુગનો જન્મ થયો છે. આજના ઐતિહાસિક યુગમાં ધર્મના પ્રણેતા, તેમના અસ્તિત્વની સાબિતી અને સત્તા સમય, તેમણે ઉપદેશેલાં ધર્મતો , તેમનો અનુયાયી વર્ગ અને એ વર્ગનું વિજ્ઞાનકલા-કૌશલ્ય, એના રીતરિવાજ વગેરે દરેક નાની-મોટી વસ્તુને પ્રત્યક્ષ મળતી ઐતિહાસિક સાબિતીઆ સાથે કમ્યા પછી જ તેની સત્યતા, યોગ્યતા અને ગ્રાહ્યતા ઉપર ભાર મૂકી શકાય છે. આ આખી વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેતાં અત્યારે નિસ્તેજ બનતા જૈનધર્મના ગૌરવને નવેસર ઓપ ચઢાવવા માટે આપણને આપણુ સમક્ષ વિદ્યમાન મહત્વ ભરી પ્રાચીન ઐતિહાસિક સાબિતીઓ અને તેને લગતું વિવિધ સાહિત્ય એકત્રિત કરવા માટેના પ્રયત્નની આવશ્યકતા જણ્યા સિવાય નથી રહેતી. કેઈ પણ રાષ્ટ્ર, પ્રજા, જાતિ કે ધર્મને માટે પોતાની ઉન્નતિ સાધવાની ભાવનાનું મુખ્ય અંગ જે કાંઈ હોય છે તે માત્ર તેને ભૂતકાલીન ઈતિહાસ છે, જેમાંથી તેને અનેક ફુરણાઓ મળી રહે છે. જે અને તેને પ્રાચીન ઇતિહાસ નથી અથવા જેને એ ગૌરવશાળી ઇતિહાસનું વાસ્તવિક જ્ઞાન નથી. એ ક્યારે પણ પોતાનું ઉત્થાન કે પુનરુદ્ધાર એકાએક કરી શકે જ નહિ. અને તેથી જ આપણને પુનરુથાનની પ્રેરણા મળે એવા આપણું પ્રાચીન અને પ્રામાણિક ઇતિહાસને આપણે તૈયાર કરવો જોઈએ. આજની આપણું આ અનિવાર્ય આવશ્યકતાને એક અંકોડ ભાઈશ્રી શાહના પ્રસ્તુત ગ્રંથથી જોડાય છે કે જે જાતનો ગ્રંથ જૈન પ્રજા માટે પહેલવહેલો જ છે.
ભાઈશ્રી શાહ મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ડિગ્રી મેળવવા માટે “જૈનધર્મના પ્રાચીન ઈતિહાસના વિષયને પસંદ કર્યો. જેને પરિણામે તેમણે Jainism in North India નામે અંગ્રેજી પુસ્તક તૈયાર કર્યું, એ જ પુસ્તકનો ગુજરાતી અનુવાદ આપણુ સમક્ષ ધરવામાં આવ્યો છે, જેના ઉપરથી આપણને આપણું એટલે કે જૈન પ્રજાના ધર્મ, નીતિ, તત્વજ્ઞાન, આચાર, વ્યવહાર, કલા, શિલ્પ, સાહિત્ય આદિ સાથે સંબંધ ધરાવતા ઈતિહાસ ઉપરાંત ચર્ચાસ્પદ વિષયને ચર્ચવા માટેનું એક ખાસ દષ્ટિબિંદુ પણ મળી રહે છે. અર્થાત પરસ્પર વિવાદાસ્પદ મનાતા ઐતિહાસિક વિષયની ચર્ચા એકબીજા વિદ્વાનો કેટલી સુક્ષ્મતાથી, કેટલી શાસ્ત્રીયતાથી, કેટલી પ્રામાણિકતાથી અને કેટલી સભ્ય ભાષામાં કરે છે તેમ જ એ પ્રશ્નોને ચર્ચવામાં કેટલે સમભાવ અને સ્થિતપ્રાપણું રાખે છે. આજના ચર્ચાસ્પદ, ધાર્મિક, સામાજિક આદિ પ્રશ્નોની અસભ્ય અને કંદાગ્રહભરી રીતે ચર્ચા કરનાર
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
જ્ઞાનાંજલિ અત્યારના જૈન સમાજે ઉપરોક્ત દૃષ્ટિબિંદુનું જરૂર અનુકરણ કરવા જેવું છે, જેથી ચર્ચાસ્પદ વિષયનું છેવટ શાબ્દિક વિતંડાવાદમાં કે કડવાશમાં ન પરિણમતાં તેના સત્ય નિર્ણયમાં જ આવે.
આ ઉપરાંત પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાને તટસ્થ વૃત્તિ રાખી જૈનધર્મનાં દરેક અંગોને સંશોધનોને લગતી જુદી જુદી દષ્ટિએ કેવા ઊંડાણપૂર્વક તપાસે છે એ પણ જૈન વિદ્વાનોએ ધ્યાનમાં લેવા જેવું છે, જેથી વર્તમાન સંશોધન પદ્ધતિ અને તેને લગતા દષ્ટિબિંદુને ન સમજવાને લીધે
' તેમ જ કેટલાક નવીન પ્રશ્નો ચર્ચવામાં અનેક ગોટાળાભર્યા પ્રસંગે ઊભા થાય છે, તે થવા ન પામે.
પ્રસ્તુત ગ્રંથનાં પ્રકરણોનું નિરીક્ષણ કરતાં આપણને એ પણ સમજાશે કે આપણું પ્રાચીન જીવન કેટલું વિજ્ઞાનમય અને કલાપૂર્ણ હતું અને આજનું આપણું જીવન કેટલું છીછરું, કલાવિહીન તેમ જ નિર્માલ્ય બની ગયું છે. એક કાળે આપણે ક્યાં હતા અને આજે આપણે ક્યાં ઊભા છીએ ?
પ્રસ્તુત ગ્રંથ, પાશ્ચાત્ય તેમ જ ભારતીય વિદ્વાનોના સંખ્યાબંધ ગ્રંથના અવેલેકન અને મનનના દેહનરૂપ હોઈ આમાં સ્વતંત્ર વિચારસરણીને સ્થાન ખાસ કરીને આપવામાં નથી આવ્યું એ હકીકતને ભાઈશ્રી શાહે પોતે પોતાના પ્રસ્તુત ગ્રંથના ઉપસંહારમાં જણાવી છે. એટલે આ પુસ્તકના વાચકોએ આ વાત ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથનું વાચન કરવું, જેથી આ ગ્રંથમાંની કેટલીક વિચારસરણીની ત્રુટિને આરેપ ભાઈશ્રી શાહ ઉપર ન જાય.
પ્રસ્તુત ગ્રંથમાં જૈનધર્મને લગતા અનેક વિષયો ચર્ચવામાં આવ્યા છે, જે પૈકીના કેટલાક શ્રમણ ભગવાન મહાવીરના સમયની ચર્ચા આદિ જેવા વિષયો વેળુના કેળિયા ગળવા જેવા તદ્દન લુખા અને અઘરા પણ છે અને કેટલાક રાજવંશમાં જૈનધર્મ,” “કલિંગ દેશમાં જેનધર્મ” વગેરે જેવા રસપ્રદ અને સર્વગ્રાહ્ય વિષયે પણ છે. આ બધા વિષયોને સંગ્રહ કરવામાં અને ક્રમ ગોઠવવામાં ભાઈશ્રી શાહે અપૂર્વ કુશળતા દાખવી છે.
હવે અમે પ્રસ્તુત ગ્રંથમાંનાં પ્રકરણો ઉપર સહજ દષ્ટિપાત કરી અમારા વક્તવ્યને સમાપ્ત કરીશું.
પ્રથમ પ્રકરણમાં ભગવાન મહાવીર પહેલાં જૈનધર્મ કેવા સ્વરૂપમાં હતો તેમ જ જૈનધર્મ અને જેને જે ચોવીસ તીર્થકરને માને છે તે પૈકીના કયા કયા તીર્થકરોનાં નામો ઉલ્લેખ જૈનેતર સાહિત્યમાં મળે છે અને તેમની ઐતિહાસિકતાના વિષયમાં વિદ્વાનોના કેવા અભિપ્રાય છે એ ખૂબ સરસ રીતે ચર્ચવામાં આવ્યું છે.
બીજા પ્રકરણને ચાર વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં ભગવાન મહાવીરના સમય દરમિયાન બ્રાહ્મણ પ્રજામાં સડાઓ અને તેમના અત્યાચારો કેવી રીતે વધી પડયા હતા તેમ જ જાતિ પાંતિના ભેદ અને લૂખા તેમ જ કંટાળાભર્યા ક્રિયાકાંડે વધારી મૂકી તેમણે સમગ્ર પ્રજાને કેવી દબાવી દીધી હતી એ બાબતની ચર્ચા કર્યા બાદ જૈન અને બૌદ્ધધર્મો અથવા ભગવાન મહાવીર અને બુદ્ધ ભગવાને તે સામે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી સમસ્ત જનતાને–પછી તે પુરુષ હો યા સ્ત્રી હો અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ જાતિ પૈકીને કઈ પણ હોઈ પણ પ્રકારનો ભેદ રાખ્યા સિવાય સૌને એકસરખી રીતે આધ્યાત્મિક ધર્મની સમકક્ષાએ સ્થાપન કર્યા એ જણાવવામાં આવ્યું છે.
બીજા વિભાગમાં ભગવાન મહાવીરના ગર્ભાપહારને અંગેની આજના વિદ્વાનોની બુદ્ધિગમ્ય માન્યતા, તેમના જન્મ, ગૃહવાસ, પ્રવજ્યા, નિર્વાણુ સમય અને જૈનધર્મને લગતી સામાન્ય તેમ જ લાક્ષણિક
Page #5
--------------------------------------------------------------------------
________________
'
ઉત્તર ભારતમાં જૈનધમ ના ઇતિહાસ
બાબતાને ઉલ્લેખ છે.
ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વોનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીર જગતની ઉત્પત્તિના આદિકરણ તરીકે કેાઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન માનતા નથી; પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષા પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષીરૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી.
૨૨૧
જૈન દર્શનને મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મ જગતભરના ધર્મ અને સંપ્રદાયાની માન્યતાએને પેાતામાં સમાવી સૌની સાથે એકચ સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાધ્યો છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધર્મે પેાતાના પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડયો છે અને પેાતાના અરિતત્વને ચિરંજીવ બનાવ્યું છે.
જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાન્તને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપોષક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણા કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદતે પૂરા પાડનાર જૈનધર્મીનાં આ એ વિશિષ્ટ તત્ત્વા સદાય જૈનધર્મની જેમ ચિર’જીવ જ રહેરશે. આ ઉપરાંત જૈનધર્મના કર્માસિદ્ધાન્ત સામે પણ એવે। આક્ષેપ છે કે જૈનધર્મને આ સિદ્ધાંત પ્રાણીમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષા હીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અયેાગ્યતા પુરવાર કરવા માટે ભાઈશ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનેાના અભિપ્રાયાની Àાંધ લીધી છે. અલબત્ત, આપણે અહીં એટલું જરૂર ઉમેરવુ જોઈ એ કે આ સિદ્ધાંતા જૈનં પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી થિર થવાં જોઈએ તે રીતે બની શકયું નથી, જેને પરિણામે આ મહાન સિદ્ધાંતા પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને, કેટલાક અપવાદો બાદ કરતાં, જૈન પ્રજાએ લગભગ વિસારી દીધી છે.
જૈનેાના અહિંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પેાષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્ત્વભર્યા તત્ત્વને સ્થાન આપ્યું છે, જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ એ મુખ્ય વિધાનેા જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાને કેટલાં મહત્ત્વયુક્ત છે અને તેની કેટલી અપૂતા છે તેની યાગ્ય ચર્ચા વિદ્વાનોની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાના તરફ ઘૃણાની નજરે જોનાર આજના જૈતાએ—ખાસ કરી નવીન—વ આ આખાય વિષય વાંચી-વિચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવા છે.
ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધ અને ગૃહસ્થધર્મના આચારે। અને વાદિ તત્ત્વનું વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણ અને સપ્તભંગીનુ વર્ણન આપવામાં આવ્યું છે. પ્રકરણને અંતે ચેાથા વિભાગમાં ભગવાન મહાવીરના યુગથી શરૂ કરી આઠ સદી દરમિયાન જૈનધમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પથભેદોને અર્થાત્ આવક સંપ્રદાય, સાત નિવેદ્ય અને શ્વેતાંબર–દિગંબર સંપ્રદાયના ઇતિહાસ આપવામાં આવ્યા છે.
ત્રીજું પ્રકરણ એ વિભાગમાં લખાયું છે તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન પાર્શ્વ અને મહાવીરના ધને રાજ્યાશ્રય કેટલા મળ્યા હતા અને કેટલે અંશે તે રાજધમ બની શકયો હતેા, તેનુ
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૨૨
જ્ઞાનાંજલિ
વિવેચન છે. ખાસ કરીને ભગવાન મહાવીરના યુગમાં મગધના મહાન શૈથુનાગ બિંબિસાર ઉર્ફે શ્રેણિક, વૈશાલીના રાજા ચેટક ઉર્ફે જિતશત્રુ, ચંપાના રાજા દધિવાહન, કૌશાંખીનેા રાજા શતાનીક અને કેટલાક લિચ્છવી રાજાએ વગેરે જે જે રાજાએ જૈનધર્માવલંબી હતા તેમ જ અવંતીના રાજા ચ'zપ્રદ્યોત અને બીજા જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે બહુમાનભરી લાગણી ધરાવતા હતા, તેએનેા અને તે સાથે વૈશાલી, કુંડગ્રામ, વાણિજ્યગ્રામ, ચંપા, સિંધુસૌવીર-વીતમય વગેરે નગરે કયાં આવ્યાં તેને લગતી ઐતિહાસિક માહિતી આપવામાં આવી છે.
ખીજા વિભાગમાં; ભગવાન મહાવીર પછીના યુગમાં મહારાજા કાણિક, તેના ઉત્તરાધિકારી ઉદ્દયન વગેરે નદવશીય રાજાએ અને તેમના શકડાલ, સ્થૂલભદ્ર, શ્રીયક વગેરે મહામાત્યેા, મૌ`વ'શી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વગેરે જે જે રાજાએ જૈન હતા તેમ જ જે જે રાજાએ જૈનધર્મ પ્રત્યે સહાનુભૂતિભર્યું' વલણ ધરાવતા હતા તે બધાના પરિચય આપવામાં આવ્યા છે.
ઉપરાક્ત જૈન રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈનધર્મીના ઇતિહાસમાં ઉજ્જવળ કારકિર્દી ભર્યું અને અતિ; ગૌરવવંતું છે. મહાન સપ્રતિ માત્ર પોતે જ જૈનધમી હતા એટલું જ નહિ, પણ તેણે: વૈદિકસ ંસ્કૃતિપ્રધાન આંધ્ર, દ્રવિડ વગેરે દેશોમાં જૈનધર્મને ઝડા કરકાવ્યા હતા. ભગવાન મહાવીરના આજ સુધીના ૨૫૦૦ વર્ષના ઇતિહામાં મેાટા પાયા પર જૈનધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ ખીજી એક પણ ઉત્પન્ન થઈ નથી, જેને પ્રતાપે જૈન સૂત્રકારાને પેાતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરા કરવાની ફરજ પડી હાય.
જૈન પ્રજાનું આ એક મહાન દુર્ભાગ્ય છે કે તેને ત્યાં એક વ્યક્તિએ શરૂ કરેલા કાને સાંગેપાંગ પાર ઉતારનાર કે પાપનાર પ્રાણવાન કાઈ પાછળ નથી હાતું. જેમ જૈનધર્મના પ્રચારની બાબતમાં મહાન સપ્રતિની પાછળ કોઈ એના જેવી વિભૂતિ પાકી નથી તે જ રીતે જૈન સાહિત્ય, કળા, શિલ્પ, વિજ્ઞાન વગેરેના વિકાસનાં ક્ષેત્રોમાં જે ગણીગાંઠી વ્યક્તિએ આપણે ત્યાં જન્મી છે, તેના સ્થાનને શાભાવનાર બીજી વ્યક્તિએ પણ આપણે ત્યાં વિરલ જ જન્મી છે.
ચેાથું પ્રકરણ · કલિ’ગદેશમાં જૈનધર્મ ' છે. આ પ્રકરણમાં અત્યારે એરિસા તરીકે એાળખાતા કલિંગ દેશના જૈન સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખાના ગૌરવવંતા ઇતિહાસ છે, જેને સમય ઈ. સ. પૂર્વે ખીજો સૈકે છે. સમ્રાટ ખારવેલ અને તેના હાથીગુફા શિલાલેખાનુ` મહત્ત્વ ફક્ત જૈનધર્મોના ઇતિહાસની દૃષ્ટિએ જ નહિ પણ ભારતીય સામાજિક અને રાજકીય નજરે પણ તેનુ મહત્ત્વ અતિધણું છે. ધાર્મિક, સામાજિક અને રાજકીય દૃષ્ટિને લક્ષ્યમાં રાખી લખાયેલ પાંડિત્યપૂર્ણ આવા વિશદ શિલાલેખ જગતભરના ઇતિહાસમાં ભાગ્યે જ બીજો જોવામાં આવશે.
મહારાજા ખારવેલ અને તેના શિલાલેખા જૈનધર્મને માટે અભિમાનનુ સ્થાન હોવા છતાં આમ્રકારક ઘટના તેા એ છે કે સમગ્ર શ્વેતાંબર–દિગંબર જૈન સાહિત્યમાં મહારાજા ખારવેલના નામના કે તેને મળતા તેવા બીજા કોઈ નામાંતરતા ઉલ્લેખ સરખા મળતે નથી. ખરે જ, આ પશુ એક ન ઉકેલી શકાય તેવા કોયડા છે કે જૈન સંપ્રદાયે આવી મહાન વિભૂતિને કયા કારણે વિસારી મૂકી હશે. અસ્તુ! ગમે તેમ હા, તે છતાં આ શિલાલેખા જૈનધમ માટે અતિ મહત્ત્વના છે.
જૈન મૂર્તિ અને તેની ઉપાસનાનું પ્રાચીનતમ વિધાન આ શિલાલેખા પૂરુ· પાડે છે. આ શિલાલેખની શરૂઆતમાં સ્વસ્તિક અને નમસ્કારમંત્રના પ્રારંભના બે પદે મગળ તરીકે આપવામાં
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ભારતમાં જૈનધર્મને ઇતિહાસ
[ ૨૨૩ આવ્યાં છે એ ઉપરથી જૈનાની વરિતક-રચના અને નમસ્કારમંત્રો પાસના અતિ પ્રાચીન હોવાની સાબિતી મળે છે.
ખંડગિરિમાંની ઉપર્યુક્ત હાથીગુફા ઉપર કેરાયેલા શિલાલેખોમાં કઈ કઈ બાબતો છે? તેમ જ એ ગુફામાં શું શું છે? અને ખંડગિરિ–ઉદયગિરિની ટેકરીઓ પર બીજી કઈ કઈ અને કેટલી ગુફાઓ છે અને તેમાં શું છે? એ બધી હકીકતનો વિસ્તૃત પરિચય આ પ્રકરણમાં આપવામાં આવ્યું છે.
અહીં પ્રસંગોપાત્ત એક વાત સૂચવવી ઉચિત જણાય છે છે કે, જે ગુફા અને જે શિલાલેખો જૈનધર્મના ગૌરવની દષ્ટિએ અતિ મહત્ત્વના છે, જેના વાચન માટે વર્ષોના વર્ષો થયાં ભારતીય તેમ જ પાશ્ચાત્ય સમર્થ વિદ્વાન રાતદિવસ પ્રયત્ન કરી રહ્યા છે અને જેના દર્શનાર્થે દરવર્ષે સંખ્યાબંધ વિદેશી તેમ જ ભારતીય વિદ્વાનો જાય છે, એ ગુફાનું દર્શન કરવું તો દૂર રહો, પરંતુ તેને અંગેની માહિતી સરખી પણ આપણને લગભગ નથી એના જેવું દિલગીરીજનક બીજું શું હોઈ શકે ? તીર્થયાત્રા અને પરમાત્મોપાસનામાં રસ લેનારા આપણે તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા માહાત્મ્યને વીસરી જ ગયા છીએ. એટલે તીર્થયાત્રા અને પરમાત્મોપાસના કરવા છતાં આપણે દિન -પ્રતિદિન જડપ્રાય થતા જઈએ છીએ. આને પરિણામે આજની આપણી તીર્થયાત્રા અથવા પરમાભોપાસના કોઈ પણ જાતના કળાવિધાનને, વિજ્ઞાનને અથવા પરમાત્મવરૂપને ન અડકતાં મોટે ભાગે રૂઢિરૂપ જ બની રહે છે. આપણે ઈચ્છીશું કે જેને પ્રજા તીર્થયાત્રા અને પરમાત્મોપાસનાના ખરા રહસ્યને સમજે અને પ્રાચીન પવિત્ર ગૌરવભર્યા ધામનાં દર્શન કરવા ભાગ્યવાન થાય.
પાંચમા પ્રકરણમાં મથુરાના કંકાલીટીલા ટેકરી પરના મહત્વના શિલાલેખોની નોંધ આપવામાં આવી છે અને તે સાથે વિક્રમાદિત્ય, કાલકાચાર્ય વગેરેને પરિચય પણ છે.
છઠ્ઠા પ્રકરણમાં ગુપ્તવંશીય રાજાઓમાં જૈનધર્મ કેવી રીતે દાખલ થયો હતો તેની અને તે સાથે વલભીવંશના ધ્રુવસેનની નોંધ લેવામાં આવી છે.
સાતમા પ્રકરણમાં જૈન સાહિત્ય કે જેમાં મુખ્યત્વે કરીને ચૌદ પૂર્વ અને અગિયાર અંગ, બાર ઉપાંગ, દસ પેયના, છ છેદ આગમ, ચાર મૂલસૂત્ર, બે ચૂલિકાસૂત્ર એમ પિસ્તાલીસ આગમનો સમાવેશ થાય છે તેને અને વલભીમાં પુરતકલેખન નિમિત્તે શ્રીમાન દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય નીચે મળેલી સંધપરિષદને પરિચય આપ્યો છે.
- આ પછી ભદ્રબાહસ્વામીના નિયંતિ ગ્રંથ અને તેના રચનાકાળને નિર્દેશ વગેરે કરવામાં આવ્યું છે. એ રચનાકાળ અને નિર્યુક્તિકાર ચૌદપૂર્વધર હોવાની વાત અમારી માન્યતા અને અલકન અનુસાર વાસ્તવિક નથી, જેના અનેક પુરાવાઓ વિદ્યમાન છતાં એ વિષયને અમે અહીં ચર્ચાતા નથી.
આ સિવાય પ્રસ્તુત પ્રકરણમાં ધર્મદાસગણિ અને તેમની ઉપદેશમાળા, વાચક ઉમાસ્વાતિ અને તેમના તત્વાર્થાધિગમસૂત્ર વગેરે ગ્રંથ, સિદ્ધસેનાચાર્ય અને તેમનાં ન્યાયાવતાર, સન્મતિ વગેરે પ્રકરણ, પાદલિપ્ત અને તેમના તરંગવતી, પ્રશ્નપ્રકાશ, નિર્વાણલિકા વગેરેની નોંધ આપી છે.
પ્રસ્તુત પ્રકરણમાં જે યુગના જૈન સાહિત્યની નોંધ કરવામાં આવી છે તે સિવાયનું મૌલિકતાને લગતું બીજું વિપુલ સાહિત્ય હોવા છતાં અહીં રૂપરેખા પૂરતી જે સાહિત્યની નોંધ લેવામાં આવી છે તે ઓછી નથી.
છેલ્લા પ્રકરણમાં જૈન મૂર્તિવિષયક અને શિલ્પ અને સ્થાપત્યવિષયક કળાવિધાને કેવાં આદર્શ
Page #8
--------------------------------------------------------------------------
________________ 224] જ્ઞાનાંજલિ હતાં તેમ જ જૈન પ્રજાએ એ કળાવિધાનને વિકસાવવા માટે કેટલે વેગ આપ્યો છે તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ઉપર આપણે ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથનું અવલોકન કરી આવ્યા તે ઉપરથી જૈને પ્રજાનું એ યુગમાં દરેક વિષયમાં કેટલું વ્યાપકપણું હતું અને તેની જીવનસરણી કેવી સર્વતોમુખી હતી એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અંતમાં અમે ઈચ્છીએ છીએ કે ભાઈશ્રી શાહની જેમ આજનો જૈન સમાજ-ખાસ કરી વિદ્વાન મુનિવર્ગ–વર્તમાન યુગની સંશોધન પદ્ધતિને ધ્યાનમાં લઈ જૈનધર્મ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કરે અને વિદ્વાનો તરફથી સઘળા મહાન ધર્મોના અવલોકન અને અન્વેષણમાંથી જૈનધર્મની ઉપેક્ષા કરવામાં આવી છે તેને દૂર કરી જૈન સાહિત્યનાં જે અનેકાનેક અંગે અણુખીલ્યાં પડ્યાં છે તે તે વિકસાવે, જેથી અન્ય વિદ્વાન તરફથી જૈનધર્મ ઉપર થતા અયોગ્ય આક્ષેપો દૂર થાય. - પ્રસ્તુત પુસ્તકને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરી જૈન પ્રજા સમક્ષ ઉપહાર કરનાર શ્રી ફૂલચંદભાઈ હરિચંદ દોશી તેમ જ શ્રી. ચિમનલાલ જેચંદભાઈની જૈન પ્રજા સદા ઋણી જ છે. [" ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મનો ઉપઘાત, ઈ. સ. 1937]