SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ' ઉત્તર ભારતમાં જૈનધમ ના ઇતિહાસ બાબતાને ઉલ્લેખ છે. ત્રીજા વિભાગમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ત્યાગધર્મ અને તત્ત્વોનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર જગતની ઉત્પત્તિના આદિકરણ તરીકે કેાઈ ઈશ્વરને કહેતા નથી કે જગતને આદિમાન માનતા નથી; પરંતુ જગતનું ચક્ર કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષા પાંચ કારણના મેળથી સ્વયં ચાલ્યા કરે છે, અને તે પણ અનાદિ કાળથી જ ચાલ્યા કરે છે. એ ચક્રને પ્રેરનાર કે સાક્ષીરૂપ કોઈ અનાદિ વ્યક્તિને જૈન દર્શન માનતું નથી. ૨૨૧ જૈન દર્શનને મુખ્ય આધાર અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંત ઉપર છે. અનેકાંતવાદના પ્રતાપે જૈનધર્મ જગતભરના ધર્મ અને સંપ્રદાયાની માન્યતાએને પેાતામાં સમાવી સૌની સાથે એકચ સાધવા પ્રયત્ન કર્યો છે અને અહિંસાની ભાવનાને પરિણામે જગત સાથે તેણે ભ્રાતૃભાવ સાધ્યો છે. આ જ કારણને લઈ નાની સંખ્યામાં રહેલા જૈનધર્મે પેાતાના પ્રભાવ દરેક ધર્મ ઉપર પાડયો છે અને પેાતાના અરિતત્વને ચિરંજીવ બનાવ્યું છે. જૈનધર્મના અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાન્તને, તેના વાસ્તવિક સ્વરૂપને ધ્યાનમાં નહિ લેનારા ભલે પરસ્પરવિરોધી તેમ જ નિર્માલ્યતાપોષક માને-મનાવે અને તેના વિષે ગમે તેવાં ચિત્રણા કાઢે; તે છતાં જગતને તત્ત્વજ્ઞાન અને ભ્રાતૃભાવના વિશાળ આદતે પૂરા પાડનાર જૈનધર્મીનાં આ એ વિશિષ્ટ તત્ત્વા સદાય જૈનધર્મની જેમ ચિર’જીવ જ રહેરશે. આ ઉપરાંત જૈનધર્મના કર્માસિદ્ધાન્ત સામે પણ એવે। આક્ષેપ છે કે જૈનધર્મને આ સિદ્ધાંત પ્રાણીમાત્રને નિર્માલ્ય તેમ જ પુરુષા હીન બનાવનાર છે. આ બધા આક્ષેપોની અયેાગ્યતા પુરવાર કરવા માટે ભાઈશ્રી શાહે પ્રામાણિક ચર્ચા કરવા સાથે એ સંબંધમાં અનેક વિદ્વાનેાના અભિપ્રાયાની Àાંધ લીધી છે. અલબત્ત, આપણે અહીં એટલું જરૂર ઉમેરવુ જોઈ એ કે આ સિદ્ધાંતા જૈનં પ્રજાના અંગમાં જેટલી તન્મયતાથી થિર થવાં જોઈએ તે રીતે બની શકયું નથી, જેને પરિણામે આ મહાન સિદ્ધાંતા પાછળ રહેલી ઉદાત્ત ભાવનાને, કેટલાક અપવાદો બાદ કરતાં, જૈન પ્રજાએ લગભગ વિસારી દીધી છે. જૈનેાના અહિંસાના આદર્શ જૈનધર્મમાં ઉદાર ભાવના પેાષવા ઉપરાંત પ્રાયશ્ચિત્તના મહત્ત્વભર્યા તત્ત્વને સ્થાન આપ્યું છે, જેને પરિણામે સામાયિક અને પ્રતિક્રમણ એ એ મુખ્ય વિધાનેા જૈન પ્રજાના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. આ બન્ને વિધાને કેટલાં મહત્ત્વયુક્ત છે અને તેની કેટલી અપૂતા છે તેની યાગ્ય ચર્ચા વિદ્વાનોની નજરે કરવામાં આવી છે. સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજા આદિ જેવાં મહત્ત્વનાં વિધાના તરફ ઘૃણાની નજરે જોનાર આજના જૈતાએ—ખાસ કરી નવીન—વ આ આખાય વિષય વાંચી-વિચારી જીવનમાં અવશ્ય ઉતારવા જેવા છે. ચાલુ વિભાગમાં જૈનધર્મને લગતા સાધુધ અને ગૃહસ્થધર્મના આચારે। અને વાદિ તત્ત્વનું વિસ્તૃત સ્વરૂપ પ્રતિપાદન કરવા સાથે નય, પ્રમાણ અને સપ્તભંગીનુ વર્ણન આપવામાં આવ્યું છે. પ્રકરણને અંતે ચેાથા વિભાગમાં ભગવાન મહાવીરના યુગથી શરૂ કરી આઠ સદી દરમિયાન જૈનધમાંથી જુદા પડેલા અથવા જન્મેલા પથભેદોને અર્થાત્ આવક સંપ્રદાય, સાત નિવેદ્ય અને શ્વેતાંબર–દિગંબર સંપ્રદાયના ઇતિહાસ આપવામાં આવ્યા છે. ત્રીજું પ્રકરણ એ વિભાગમાં લખાયું છે તે પૈકી પ્રથમ વિભાગમાં ભગવાન પાર્શ્વ અને મહાવીરના ધને રાજ્યાશ્રય કેટલા મળ્યા હતા અને કેટલે અંશે તે રાજધમ બની શકયો હતેા, તેનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230042
Book TitleUttarbharatma Jain Dharmno Itihas
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & History
File Size570 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy