Book Title: Uttarbharatma Jain Dharmno Itihas Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 2
________________ ૨૧૮ ] જ્ઞાનાંજલિ ફેરફાર કરે યોગ્ય માની પોતે રચેલા બૃહકલ્પમાં તે તે વિષયને સ્થાન આપ્યું એ ધ્યાનમાં લેતાં, અને તે ઉપરાંત જૈનધર્માનુયાયી મહાન સંપ્રતિરાજ કે જેઓ સ્થવિર આર્ય સુહસ્તિના શિષ્ય તરીકે ઓળખાય છે, તેમણે વૈદિક સંસ્કૃતિપ્રધાન અધ, દ્રવિડ વગેરે દેશમાં જૈનધર્મનો પ્રચાર કર્યા પછી જૈન શ્રમણ-શ્રમણીઓને તે તે દેશમાં પરિભ્રમણ કરવા માટે છૂટ આપવામાં આવી, જેને ઉલ્લેખ નિર્યું, ક્તિકાર, ભાગાકાર આદિએ પોતપોતાના ગ્રંથમાં કર્યો છે, તે જોતાં સમજી શકાય છે કે વૈદિક સંસ્કૃતિની પ્રબળતાને પ્રતાપે એક કાળે જૈનધર્માનયાયી પ્રજા અતિ ટૂંક સંખ્યામાં રહી ગઈ હતી. એ અતિ નાના પ્રમાણમાં રહી ગયેલી નાની સરખી જૈન પ્રજાએ પોતાના તેમ જ ભારતીય આર્ય મહાસંસ્કૃતિના સર્વતોમુખી ઉત્થાન માટે પોતાની શક્તિને કેટલે આશ્ચર્યજનક પરિચય આપે છે એનો સહજ ખ્યાલ આપણને ભાઈશ્રી ચિમનલાલ શાહે આપણા સન્મુખ ભેટ ધરેલા આ ગ્રંથ ઉપરથી આવી શકે છે. ભાઈ શ્રી ચિમનલાલ શાહે તેમના પુસ્તકમાં જે ઈતિહાસ આપે છે એ મુખ્યત્વે કરીને ઉત્તર હિંદુસ્તાનમાંના જૈનધર્મને લગતો છે અને તે પણ શ્રમણ ભગવાન મહાવીર પછીનાં માત્ર એક હજાર વર્ષનો જ છે. એટલે તે સિવાયને ઉત્તર હિંદુસ્તાનને ઈતિહાસ અને બીજા દેશમાં જૈનધર્મ અને જૈન પ્રજાને લગતો ઇતિહાસ લખ હજુ બાકી જ રહે છે. ભાઈ શ્રી શાહે લખેલ પુસ્તક જેવાં સંખ્યાબંધ પુસ્તકે લખાશે ત્યારે જ જૈનધર્મ અને જૈન પ્રજાના ઇતિહાસની સાચી રૂપરેખા આવશે. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય અને દિલગીરી થશે કે વર્ષોનાં વર્ષો અગાઉ પાશ્ચાત્ય તેમ જ ભારતીય જૈનેતર વિદ્વાનોએ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનાં વિવિધ અંગોને જે ઊંડાણ અને ઝીણવટથી છપ્યાં છે અને એનું જે મહત્ત્વ આંકડ્યું છે, તેનો પોતાને જૈનધર્માવલંબી તરીકે ઓળખાવતી જૈન પ્રજાને જ નહિ પણ “જૈનધર્મના પ્રચારક તરીકે દાવો કરનાર જૈન ધર્મગુરુઓને સુધાં ખ્યાલ સરખો નથી અને હજુ વર્ષો પછી પણ એ ધ્યાનમાં આવશે કે કેમ એ શંકાસ્પદ વસ્તુ છે. જ્યારે પાશ્ચાત્ય અને ભારતીય જૈનેતર વિદ્વાને સંશોધનના મધ્યાહ્નકાળે પહોંચવા આવ્યા છે ત્યારે જૈન પ્રજા માટે હજુ સંશોધનના વિષયમાં પરોઢ પણ થયું નથી. નવીન સંશોધનની વાત બાજુએ રાખીએ તો પણ આજ સુધીમાં જૈનેતર વિદ્વાનોએ અતિશ્રમપૂર્વક જે સાધનસામગ્રી તૈયાર કરીને રજૂ કરી છે તેનો આસ્વાદ લેવા માટે પણ આપણને સમજ અને સમય નથી, આથી વિશેષ શોચનીય બીજું શું હોઈ શકે ? આજની જૈન પ્રજા, જેમાં જૈન ધર્મગુરુ અને જૈન ઉપાસક વર્ગને સમાવેશ થાય છે તેને મોટે ભાગે આછી-પાતળી કથાઓ સિવાય, જૈનધર્મ અને જૈન પ્રજાનો વિકાસ અને ગૌરવ વાસ્તવિક રીતે શાને આભારી છે? જૈનધર્મની અભિવૃદ્ધિ ક્યાં કારણોએ થઈ શકી હતી ? જૈન પ્રજાએ કયાં કયાં મહત્વનાં કાર્યો કર્યા છે ? તેમ જ જૈન પ્રજા અને જૈનધર્મ ઈતર પ્રજાઓ અને ધર્મ સાથે સ્પર્ધામાં કઈ કુશળતાને આધારે ટકી શક્યાં હતાં ?—એને ખ્યાલ બહુ જ ઓછાને છે. આનું પરિણામ એ આવ્યું છે કે સૂત્રધાર સમી લેખાતી વર્તમાન જૈન ગુસંસ્થા જૈનધર્મની રક્ષા અને તેની ઉન્નતિના પ્રશ્નને ભૂલી જઈ નજીવા પ્રશ્નો અને નજીવી બાબતો ઉપર મહિનાઓના મહિનાઓ જ નહિ પણુ વર્ષો સુધી નિર્જીવ અને બુદ્ધિહીન ચર્ચાઓ કરવા ઉપરાંત એકબીજા સામે આઘાત-પ્રત્યાઘાત કરી જૈનધર્મને ઝાંખપ લગાડી રહેલ છે. આ પ્રશ્નને અહીં અયોગ્ય રીતે ચર્ચવાને અમારે લેશ પણ ઇરાદો નથી, તેમ છતાં એટલું કહ્યા સિવાય ચાલે તેમ નથી કે વર્તમાન જૈન ધર્મગુરુઓને આજના જૈન સમાજની કે જૈનધર્મની પરિસ્થિતિ નિહાળવાની જરા સરખીય પરવા કે નવરાશ નથી. અતુ. આ વિષયને અહીં પડતો મૂકી આપણે આપણા મૂળ વિષય તરફ આવીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8