________________
उत्तराध्ययन
सूत्रम्
१४
પ્રસ્તુત ટીકા વર્ષો પૂર્વે છપાઈ હતી, જે છેલ્લા ઘણા વર્ષોથી અભ્યાસ શ્રમણ-શ્રમણીવર્ગને સમુપલબ્ધ થતી ન હતી. એતદર્ય 6 એનું પુન: પ્રકાશન થવું અનિવાર્ય હતું. આ આવશ્યક્તા પર લક્ષ્ય જતાં જૈનશાસનનશરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ 6 આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે પોતાનું કિંમતી માર્ગદર્શન તેમજ પીઠબળ સમર્પી તપાગચ્છાધિરાજશ્રીના શિષ્યરત્ન તપસ્વી પૂ.મુનિરાજ શ્રી મતિરત્નવિજયજી 6 મહારાજને આ બૃહટીકાનું સંપાદન-શુદ્ધિકરણ પ્રુફ સંશોધનાદિ કાર્ય સોપ્યું; જે મહત્તમ સમય અને પુરુષાર્થ બાદ આજે પૂર્ણતાને પામી રહ્યું છે.
તપાગચ્છાધિરાજશ્રીજીના સુસંયમી પરિણતબોધ શિષ્યરત્ન પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવર્યશ્રીજીના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ દાક્ષિણ્યમૂર્તિ, વિદ્યાવ્યાસંગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરચંદ્રસૂરીશ્વરજી મહારાજે પણ આ કાર્ય સંપન્ન ક૨વા માટે સુંદર સહયોગ પૂરો પાડી ઉત્તમ શ્રુતભક્તિનું કાર્ય કર્યું છે.
ધાર્યા કરતાં પણ વધુ સમય બાદ પણ આ મહત્ત્વપૂર્ણ આગમ ગ્રંથ આ રીતે શ્રીસંધને સમુપલબ્ધ થઈ રહ્યો છે તે આનંદનો વિષય છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો અસીમ અનુગ્રહ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા, વર્તમાન
_| ||
Jain Education International
For Personal & Private Use Only
તું છે છે તે છે.
१४
www.jainlibary,ba