Book Title: Uttaradhyayan Sutra Author(s): Vijaysinhsensuri Publisher: Vijaymeruprabhsuri Smarak Trust View full book textPage 5
________________ (સંપાદકની કલમે છે જયવંતા જિનશાસનમાં અનેક શાસન પ્રભાવનાના કાર્યો અવિરતપણે થતા રહે છે. પ્રસ્તુત પુસ્તક ૪૫ આગમ સંબંધી ચાર મૂળસૂત્રો પૈકી જેનો સમાવેશ થયો છે તે “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' ગુજરાતી મોટા ટાઇપમાં શુદ્ધિની કાળજીપૂર્વક છાપેલ છે. અધ્યયનના પ્રારંભમાં તેના સંક્ષિપ્ત સાર આપવામાં આવેલ છે. નવા પેજથી નવા અધ્યયનનો પ્રારંભ દરેક અધ્યયનની ગાથા, ૩૬ના અંકની વિશેષતા-વિશિષ્ટતા, ટંકશાળી વચનામૃતો આદિ વિશેષતા એવું વૈવિધ્યપૂર્ણ પુસ્તક છે. જુદા જુદા પાઠાન્તરો આવે છે. પરંતુ શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત પુસ્તકના પાઠ મુજબ છાપેલ છે. દૃષ્ટિદોષ યા પ્રેસદોષાદિના કારણે ભૂલ રહી જવા પામેલ હોય તથા વીતરાગની આજ્ઞા વિરુદ્ધ ઉત્સુત્રાદિ પ્રરૂપણા થઈ હોય તો તે બદલ ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડ સહ વાચકો સ્વયં ભૂલ સુધારી લેશે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંત આ સૂત્રને મુખપાઠ યા સ્વાધ્યાય કરવા દ્વારા સ્વ-પરનું કલ્યાણ સાધી પરમપદને પ્રાપ્ત કરો એ જ શુભભાવના... વિ. સં. ૨૦૫૪, કા. સુ. ૧, પંચમસ્થાનમય સૂરિમંત્ર આરાધના પૂર્ણાહુતિ દિવસ. સાબરમતી. -સંપાદકPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 330