Book Title: Ujjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 8
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક નામને પુત્ર થયો. તેણે જગદેવ’ના અનુરોધથી પિતા (વસન્તપાલ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મેટા નંદીશ્વર દ્વીપ(ને પટ્ટ) કરાવ્યો. “શ્રીચન્દ્રસૂરિના શિષ્ય “જિનેશ્વર(સૂરિ)' જેના સદ્ગુરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર) દ્વીપ(પ)ની પ્રતિષ્ઠા “ઉજજયન્ત” નામના પર્વત” પર કરી, જે સૂર્ય-ચન્દ્ર પ્રકાશે ત્યાં સુધી જગતીને ઉદિત કરતો રહે.” પટ્ટને કારાપક કુમારપાલના કેઈ દેવાત નામક શ્રીમાલકુલના દંડનાયકને પૌત્ર વસન્તપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાન્ત નામધારી બે શ્રીમાળી દંડનાયકે હતા : એક તો ઉદયન મંત્રીને પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિકૃત મુનિસુવ્રત જિનના મંદિરને પુનરુદ્ધાર કરી નવું બંધાયું; બીજો તે મહત્તમ ચણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉફે આભ્રદેવને, અને તેના દ્વારા કરાવેલ “પદ્યા” ને, ઉલેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિધપાલે રચેલી કઈ પ્રશસ્તિમાંથી સેમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબંધ (સં. ૧૨૪/ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજ–સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યને કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર (આમ્ર)ને “સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠને દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાથે મોકલશે. વિજય સેનસૂરિના રેવંતગિરિ રાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠને દંડનાયક બનાવીને મોકલેલો અને તેણે ત્યાં પાન કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગ૨છીય જિનમંડનના “કુમારપાલ ચરિત્ર” (સં. ૧૪૯૨/ઈ. સ. ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલું છે;૨૪ અને સ્વય આંબાકને પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩ (ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્કબધ્ધ લઘુ અભિલેખે ગિરનાર પર જ છે.૨૫ અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નન્દીશ્વર શ્રી પપઢ કરાવનાર વસતપાલને પિતામહ “દંડનાયક – દેવ અન્ય કેઈ નહીં પણ રાણિગ સુત મહત્તમ આંબાક અપરનામ દંડનાયક આમદેવ જ હોવો ઘટે. ગિરનાર સ થે સંબંધ એને હતા, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આગ્નદેવને નહીં, પટ્ટ-કારાપક વસન્તપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નિપજી શકે છે? શ્રીમાલવશ (મહત્તમ રાણિગ] દંડનાયક [આમદેવ (મામ આંબાક) અભયદ વિસતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જે તેમણે પોતે આ લેખને છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હેય તે) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતિતી થતી નથી ! લેખમાં એમણે પિતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલિ નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગ૭ની ઓળખ કરવા પ્રયત્ન કરીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22