Book Title: Ujjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 1
________________ જયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખે વિષે મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક તીર્થરાજ ઉજજયન્તગિરિ પર જુદા જુદા સ્રોતામાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખાનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણે માં મૂળ લેખોની દષપૂર્ણ વાચનાઓ, સંપાદક અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનને અભાવ, અને ગષણું ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દૃષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પડવાની વૃત્તિ હેય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતાં અભિલેખની, શકય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણ સહિત વિચારણા કરીશું. સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છે. મ. અત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કરાયેલ લેખનું વર્ષ સં. ૧૧૯૪/ઈ.સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અદ્યાવધિ પ્રાપ્ત લેખમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દષ્ટિએ તે ચૌલુક્યાધીપ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે: स ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य ।। ઠકકુર જયોગ (યશગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કેતર પડયો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કમાં ઉઠાવેલી છે? (ચિત્ર ૧). નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલે દર્શાવ્યું છે. લેખમાં જે કે કહ્યું નથી, તે પણ આ ખાંભી સં. ૧૧૯૪માં ઠકકુર જગના સંભવતયા ગિરિ નારગિરિ પર થયેલ આકરિમક યા અન્ય કારણસર મરણ (કે સલલેખનાથી પ્રાપ્ત કરેલ મરણ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરની આસપાસમાં કયાંક ખેડી હશે તેવું અનુમાન થઈ શકે. ઠકકર સંજ્ઞા ધરાવતા જસોગ એ યુગના કેઈ જૈન રાજ પુરુષ હશે; પણ તેમના વિષે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી. આ લેખની વાચના બજેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતીના ઉત્તર પ્રતેલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતા; પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તે આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયે છે, આથી મૂળ બજેસ-કઝિન્સે આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે કયાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર – સતર્ક (ચોરસ કૌંસમાં) પૂરણું કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છેઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 22