Book Title: Ujjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 14
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક ૨૦કે જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી બંધાયેલાં. તે જોતાં, અને મહિને પાલદેવ (દ્વિતીય)ને પણ એ જ સમય હાઈ પ્રસ્તુત લેખ સં.૧૪૮૪ના અરસાને હશે. સંભવ છે કે મુનિસિંહ સૂરિના ગુરુનું નામ શ્રીચન્દ્રસૂરિ હેય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે) કારાપનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છેઃ [સા.] વયરસિંહ = ફાઉ સા. [સાલિગ] સા. સાઈઆ. સા. મેલા (=મેલા દેવી ?)* રેડી ગાંગી ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખે છે; પણ અહી' લંબાણ ભયે તે છોડી દીધા છે. સંભ્રાન્તિ નિવારણ લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તિ સંબંધી અર્વાચીન જૈન લેખકે દ્વારા અજ્ઞાનપણે ફેલાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દેરવું આવશ્યક સમજી, ડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તે “ચૂલિકા” રૂપે (પરિશિષ્ટ રૂપે કરવા ધાયું છે. આવાં ભ્રાન્ત લેખને, ખાસ કરીને તે તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખે સંબંધમાં જોવા મળે છે. (૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમ-જબૂસૂરિ જૈન ગ્રંથમાળા મણકે ૪૭, સુરેન્દ્રનગર વિ.સ. ૨૦૨૦ ઈ.સ. ૧૯૬૪, પૃ. ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં. ૧૧૧૩ વર્ષને નેમિનાથ મંદિર બનાવ્યાને, સં. ૧૧૩પને પ્રતિષ્ઠા સંબંધુ, અને ઈ.સ. ૧૨૧૮માં દેવાલયને સમરાવ્યાનો ઉલેખ છે. (૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ (જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૧ પર) આવી જ વાત નેધે છે; તે માટે તેઓ દેલરચંદ પુ. બડિયાના ગિરનાર માહાસ્યનો “ઉપધાત” પૃ. ૨૧ને (કઈ ભાષામાં [હિન્દી ?), કયાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય) હવાલે દે છે. (૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી (જૈન તીર્થોને ઈતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા : પુ૫ ૩૮ મહેસાણા ૧૯૪૯ પૃ. ૧૧૮)માં લખે છે કેઃ “રંગમંડપમાં એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેશ્વર જિનાલય કરાવ્યા, બીજ થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવ્યા, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યા લેખ છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ).” તથા એમના પૃ. ૧૨૦ પર) “રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે લેખ છે. સંવત ૨૨૨૩ વ ને મારે ૨૪ દિને શ્રીમાનેશ્વા નિનાટ્યાઃ તિઃ. વળી, બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22