Book Title: Tu Rangai Jane Rangma 03
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પ્રભુનું વસ્ત્રદાન પ્રભુ મહાવીરે દીક્ષા લીધી તે પહેલાં વર્ષીદાન આપ્યું હતું. આ સમયે સોમનામનો એક દરિદ્ર બ્રાહ્મણ ધન કમાવવા પરદેશ ગયેલો, પરંતુ ભાગ્યે સાથ ન આપ્યો, પરદેશથી પણ નિર્ધન અવસ્થામાં પાછો ફર્યો. ગરીબાઈથી કંટાળેલી તેની સ્ત્રી તાડૂકી. ‘રે નિર્ભાગી, વર્ધમાનકુમા૨ જેવો મહામેઘ મુસળધારે જગત ઉપર વરસ્યો હતો ત્યારે તમે પરદેશ ગયા. અને પરદેશમાંથી ભટકી ભટકીને દરિદ્રનારાયણ અવસ્થામાં જ પાછા આવ્યા. હજુ પણ તમે કલ્પવૃક્ષ સમાન વર્ધમાનકુમાર પાસે જાઓ અને તેઓ પાસેથી કાંઈક લઈ આવો.’ પત્નીના વચનોથી સોમ બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને દીન વદને વિનંતી કરવા લાગ્યો, ‘હે પ્રભુ ! આપે તો આખા જગતનું દારિદ્ર ફેડી નાખ્યું ત્યારે હું અભાગીયો... ધન કમાવવા પરદેશ ચાલ્યો ગયો. આપના દાનનો મને કાંઈ જ લાભ ન મળ્યો અને ત્યાં પણ મને કાંઈ ન મળ્યું. “અક્કરમીનો પડીયો કાણો'' એ કહેવત મારા જીવનમાં સાચી ઠરી પરંતુ હે પ્રભુ, આપ તો કરૂણાસાગર છો. મારી ઉ૫૨ કાંઈક કૃપા કરો... ! ઘણી મહેનત કરી ઘણું ઘણું ભટક્યો.... રખડ્યો પરંતુ દારિદ્ર આપની કૃપા વિના દૂર નહીં જ થાય... મને જરૂર કાંઈક આપો.’ આ રીતે યાચના કરતા બ્રાહ્મણને કરૂણાસાગર પ્રભુએ પોતાના ખભે રહેલા દેવદુષ્યનો અડધો ભાગ ફાડીને આપી દીધો. સોમબ્રાહ્મણ પ્રભુ પાસેથી અડધું વસ્ત્ર મેળવી હરખઘેલો થઈ ગયો. ખુશખુશાલ થતો પોતાને ઘરે આવ્યો. પછી બ્રાહ્મણે તે વસ્ત્ર વણકરને બતાવ્યું અને ફાડેલો ભાગ કિનારી તુણવા કહ્યું. ‘આ વસ્ત્ર કેવી રીતે મળ્યું ?’ એમ વણકરે પૂછતાં બ્રાહ્મણે આખી વાત કરી. વણકરે પણ વિચારી બ્રાહ્મણને કહ્યું કે ‘ભૂદેવજી ! જો તમો આ વસ્ત્રનો બીજો અડધો ટુકડો પણ લઈ આવો તો, બંને ને એવા સરસ રીતે સાંધી આપું કે વચ્ચેનો સાંધો જરાય દેખાય નહીં. આ દિવ્યવસ્ત્ર છે. તેની એક લાખ સોનામહોર ઊપજશે. જેમાં આપણે અડધું - અડધું વહેંચી લઈશું તો આપણા બંનેનું આજીવન દારિદ્ર ખતમ થઈ જશે. માટે તમે હમણાં જ પાછા જાઓ, પ્રભુ તો કરુણાના અવતાર છે, તેઓ બાકીનું અડધું વસ્ત્ર પણ જરૂર આપી દેશે.’ વણકરની વાત સાંભળી સોમ બ્રાહ્મણ ફરીવાર પ્રભુની પાસે આવ્યો, પણ શરમનો માર્યો ફરી અડધું વસ્ત્ર માંગી ન શક્યો. ‘જો એ કુદરતી રીતે નીચે પડી જાય તો હું લઈ લઈશ' એવી આશામાં પ્રભુની પાછળ ફર્યા કરે છે. એક વર્ષ બાદ પ્રભુ સુવર્ણવાલુકા નદીને કાંઠે પધાર્યા હતા. ત્યારે ચાલતાં ચાલતાં કાંટામાં તે અડધું વસ્ત્ર ભરાઈ ગયું. ત્યારે પ્રભુ નિસ્પૃહી હતા. તેથી તે વસ્ત્ર પાછું લીધું નહિ. માત્ર સિંહાવલોકન કરીને આગળ ચાલ્યા. કાંટામાં ભરાયેલા તે વસ્ત્રને સોમ બ્રાહ્મણે લઈ લીધું અને પ્રભુના શરણે આવ્યો તો મારું દારિદ્ર દૂર થયું. જીવનમાં સુખ અને શાંતિ થઈ એમ વિચારતો વિચારતો પોતાના ઘર તરફ ચાલતો થયો. બાળકો ઃ ૧. જેનું પાપકર્મ ભારે હોય છે તેને ગમે તેટલી મહેનત કરવા છતાં કશું જ મળતું નથી. ૨. પ્રભુના શરણે જાય છે તેનાં બધાં જ કાર્યો સીધાં થાય છે. ૩. પ્રભુ ૧વર્ષ સુધી દાન આપે છે. તમે પણ રોજ કાંઈને કાંઈ દાન આપતાં શીખો.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20