________________
(૧૪)
ધાબળsળssorsળsunivaso jayout options SMોળીy of NCAીuddhistUGUSળાપ
ut OilsGUJay
19 JUN
બાળકની બુદ્ધિ
બાળ લેખક: નિધી અનિલભાઈ શાહ (ઉ.વ.-૧૦)
નવાવાડજ, અમદાવાદ
જૈન ધર્મમાં નંદિસૂત્ર નામના આગમમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તેમાં મતિજ્ઞાનના વિભાગમાં ચાર પ્રકારની બુદ્ધિ જણાવી છે. (૧) કાર્મીકી બુદ્ધિ - વારંવાર કામ કરતાં કરતાં આવડે તે (સુથાર - લુહાર વગેરે બાપદાદાનો ધંધો કરે.) (૨) વૈનાયિકી બુદ્ધિ - ગુરુ વગેરેનો વિનય કરવાથી જ્ઞાન આવડે - વધે તે. (૩) પારિણામિકી બુદ્ધિ - ઉંમર વધતાં ધીરે ધીરે પરિપક્વ બને તે ઘરડા (૪) ઔત્પાતિકી બુદ્ધિ - પ્રસંગ પડે ત્યારે તરત જ જવાબ મળી જાય તે.
નંદિસૂત્રમાં ઔત્પાતિકી બુદ્ધિ માટે રોહકનું દૃષ્ટાંત આપેલ છે. અહીં તેના જેવું જ બીજું દૃષ્ટાંત - વાર્તા છે. (બાળક નાનો છે, છતાં કેવી બુદ્ધિ છે. તમારા જેવી ?
એક ગામ હતું. નાનું પણ રમણીય હતું. સુંદર વનરાજી હતી, આથી એકવાર બાજુના નગરનો રાજા અવારનવાર ફરવા માટે આવતો. એકવાર રાજાને રસ્તામાં દશ વર્ષનો એક બાળક મળ્યો. બાળકનાં કપડાં મેલાં હતાં ફાટેલાં હતાં પણ ન્હો ઉપર તેજ દેખાતું હતું. તેનું પ્રભાવી મુખ બધાને આકર્ષતું હતું. રાજા પણ તેને જોઈને આનંદિત થયો. તેની સાથે વનમાં ફરવાની ઇચ્છા થઈ
રાજાએ બાળકને પ્રશ્ન કર્યો, “એય બચ્ચા'. તારા ગામડાની બહાર જે મોટો પર્વત છે તેને તું એક જ દિવસમાં દશ માઈલ દુર ખસેડી શકે ? બાળકે ઉત્તર આપ્યો. ‘જી.... રાજન, ખસેડી શકે.' રૂવાબભેર બાળકે જવાબ આપ્યો. તેથી તરત જ રાજાએ કહ્યું તો. ખસેડી આપ. ‘હું તને ૧૦૦ સોનામહોર ઇનામ આપીશ.” બાળકે કહ્યું, “રાજનું, મારી જવાબદારી પર્વત ખસેડવાની છે. માટે પહેલાં પર્વત ઉપરનાં વૃક્ષો, ઘાસ ચરતાં પશુઓ અને ઝરણાંઓને આપ ખસેડી આપો. પછી પર્વતને હું ખસેડી દઉં.’
રાજા તો બાળકનો જવાબ સાંભળીને આભો જ બની ગયો. રાજાએ બીજો સવાલ કર્યો, “હે બાળક, તું કોઈને પણ પૂછ્યા વિના અમારા વશંજોનાં નામ આપી શકે?' બાળકે કહ્યું. “જી રાજનું, આપી શકું, પણ તમારી ત્રણ પેઢીનાં નામ સારાં છે બાકીનાં નામ દુનિયામાં હાસ્યપાત્ર થાય તેવાં છે. આપ રજા આપો તો બોલવા માંડું. બેઈજ્જતી થવાના ભયે રાજાએ ના પાડી, પછી ત્રીજો સવાલ કરતાં રાજાએ કહ્યું – “આ ધરતીનું મધ્યબિંદુ શોધી આપીશ?' બાળક, ‘જી રાજનું, આપના સિંહાસનનું મધ્યબિંદુ છે. તે જ આ ધરતીનું મધ્યબિંદુ છે, જો વિશ્વાસ ન બેસે તો ખુદ આપ જ માપી લો આ ધરતીને.
રાજા તો બાળકનો જવાબ સાંભળીને બાળકની બુદ્ધિ ઉપર ખુશ થઈ ગયો. રાજાએ છેલ્લો સવાલ કર્યો.
અગત્યેષિની જેમ તું દરિયાનું પાણી પી શકે ?” “હા રાજનું, પણ મારે દરિયાનું પાણી પીવાનું છે માટે તેમાં ઠલવાતી હજારો નદીઓનાં પાણી અટકાવી દો પછી હું દરિયો પી જાઉં.” બાળકે હાસ્ય વેરતાં જવાબ આપ્યો.
રાજા હજારો નદીઓને અટકાવી ન શકે અને બાળકને પાણી પણ પીવું ન પડે. રાજા ગામડાના આ બાળકની બુદ્ધિ પર પ્રસન્ન થઈ ગયા. પાંચ હજાર સોનામહોર આપી તેનું સન્માન કર્યું. તેને રાજદરબાર તરફથી ભણવાની વ્યવસ્થા કરી અને મોટો થયો ત્યારે તેને મંત્રીપદ પણ આપ્યું. બાળકો : નાના બાળકની બુદ્ધિ કેવી લાગી?
ગુરુ સેવા-વિનય-પુસ્તક વગેરેનું બહુમાન હોય તો જ આવી બુદ્ધિ મળી શકે. હા... જ્ઞાનની આશાતના કરવાથી બહેરા, બોબડા, તોતડા, મંદબુદ્ધિ, હીન બુદ્ધિ થવાય માટે... જ્ઞાનની આશાતના નહી કરતાં
გთოვთიმთითა ლორთოხლის წვეთით დამთ'თეთრთდროულად SS S SS S SS S SS SMS ના કાકા
დაუტოდოთლეფონოდ დაედეთი બજાજા