________________
(૧૨)
తులు తమ ప్రతిజయంపై
ముడతలో మమతల అమైరావులు
ગજસુકુમાલ વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણના માતા દેવકી પોતાના રાજભવનમાં આરામ કરી રહ્યા હતા ત્યાં જ એક મુનિયુગલ ધર્મલાભ કહેતું વહોરવા પધાર્યું. મા દેવકીએ ઊભા થઈને વિનયથી મોદક (લાડુ) વહોરાવ્યા. થોડીવાર પછી ફરીથી એવુ જ મુનિ યુગલ વહોરવા પધાર્યું. માતા દેવકીએ ફરીથી મોદક વહોરાવ્યા, એમના ગયા પછી વિચારે છે. “અરે આ મુનિઓને શા માટે ફરીથી વહોરવા પધારવું પડ્યું હશે? આ સાધુઓને જોઈને મને પુત્ર જેવો વાત્સલ્ય ભાવ કેમ થાય છે? આમની ચાલ અને કાંતિ નો કૃષ્ણ જેવી દેખાય છે.' હજુ દેવકી આમ વિચારતાં હતાં ત્યાં જ તે મુનિઓ ત્રીજીવાર વહોરવા પધાર્યા.
દેવકીજીએ પોતાના સંશયને સમાધાન કરતા પ્રશ્નો પુછયા ત્યારે મુનિયુગલે કહ્યું, “મા અમે એક જ માતાના એક સરખા છ પુત્રો છીએ, છએ ભાઈઓએ દીક્ષા લીધી છે. તેથી વારાફરતી વહોરવા પધારવા છતાં આપને અમે એકના એક સાધુ લાગ્યા. દેવકીજીના મનમાં આ મુનિઓ પ્રત્યે અત્યંત પ્રેમ જાગ્યો. એમને થયું “કદાચ કંસે મારી નાખેલા પોતાના જ છ પુત્રો આતો નહીં હોય ને ! આ સંશયનું સમાધાન કરવા તેઓ ભગવાન શ્રી નેમિનાથજી પાસે પહોંચ્યાં. ભગવાને તેમના સંશયને સાચો ઠરાવ્યો. પ્રભુએ કહ્યું, ‘દેવકી ! આ છએ પુત્રો તારા જ છે. હરીશૈગમેષીદેવે સંહરીને સુલતાને સોંપ્યા છે. સુલસા તો પાલક માતા છે, તું જન્મદાત્રી છે.” આ સાંભળી દેવકીજીના દુઃખનો પાર ન રહ્યો. છ - છ પુત્રો હોવા છતાં હું કોઈને વાત્સલ્યથી ઉછેરી ન શકી? દુ:ખી દુ:ખી થઈ સમય પસાર કરે છે. માના આ દુ:ખને દૂર કરવા શ્રીકૃષ્ણ હરિëગમેષી દેવની આરાધના કરી. જેને પ્રભાવે દેવકી માતાની કુક્ષિએ ગજસુકુમાલનો જન્મ થયો.
માતાએ અત્યંત લાડથી લાલનપાલન કરીને તેને ઉછેર્યો. ઉંમરલાયક થતાં તેમના વિવાહ કર્યા. ગજસુકુમાલ ઠુમરાજાની પુત્રી પ્રભાવતી અને સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સોમાને પરણ્યો. અત્યંત સુખથી જીવન વ્યતીત થતું હતું પણ મનમાં ઊંડે ઊંડે પોતાના છ ભાઈઓને પગલે વેરાગ્ય લેવાની ઇચ્છા હતી..
એકવાર નગરમાં ભગવાન નેમિનાથ પ્રભુ પધાર્યા, રાજા અને નગરજનો સાથે ગજસુકુમાલ પણ દેશના સાંભળવા ગયા. ગજસુકુમાલને પ્રભુની દેશના સાંભળવાથી વૈરાગ્ય ભાવ દેઢ થયો મા દેવકી અને ભાઈ કૃષ્ણ મહામહેનતે મંજૂરી આપી.
ગજસુકુમાલે પ્રભુ પાસે દીક્ષા લીધી, પ્રભુનું શરણું સ્વીકાર્યું ગજસુકુમાલ મુનિને મોક્ષ મેળવવાની તમન્ના છે. ભગવાનની આજ્ઞા લઈ તે જ દિવસે તેઓ બિહામણા અને ભયંકર સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાનમાં લીન બને છે. આત્મધ્યાનમાં સ્થિર થાય
છે.
બરાબર સાંજના સમયે સોમશર્મા બ્રાહ્મણ (સસરો) ત્યાંથી પસાર થતો હતો. તેની નજર ગજસુકમાલ ઉપર પડતાં જ ક્રોધની જવાલા ધગધગાયમાન થઈ ગઈ, મારી દીકરીને રખડતી મૂકી એણે દીક્ષા લીધી? જો ત્યાગ, વૈરાગ્ય હતો, સંયમની હઠ હતી તો.... મારી દીકરીને પરણ્યો કેમ? સ્મશાનમાં પડેલા અંગારા જોઈ સોમિલનો ગુસ્સો વધુ પ્રજવલિત થયો. ‘તારે મોક્ષ જવાની ઉતાવળ છે, તો હું જ તને જલદી પહોંચાડી દઉં' એમ બોલતો બોલતો સોમિલ બ્રાહ્મણે ગુસ્સામાં ગજસુકમાલના માથે માટીની પાળ બનાવી અને તેમાં ઠસોઠસ અંગારા ભર્યા.
ગજસુકુમાલના માથે તાજું મુંડન છે. અંગારાની ભડભડતી અગ્નિએ ચામડી બાળી, હવે માંસ બળવા લાગ્યું. શરીર સળગવા લાગ્યું. ઘોર ઉપસર્ગ આવ્યો છતાં ગજસુકુમાલમુનિ પ્રસન્નતાપૂર્વકમરણાંત ઉપસર્ગને સહન કરે છે. મનોમન સોમશર્માને ઉપકારી માને છે. ક્ષમા અમૃતની ધારા વરસાવે છે. ગજસુકુમાલ મુનિના ભડભડ સળગતા શરીરને જોઈ સોમિલ સસરો હરખાતો હરખાતો નગર તરફ જાય છે. શરીર અને આત્મા જુદા છે આતો શરીર બળે છે, આત્મા નહીં. આવાં દુઃખ તો અનેકવાર સહન કર્યા છે. એમ વિચારી
ન બને છે. પ્રસન્નતાપૂર્વક વેદનાને સહન કરતા આ મુનિએ તે જ રાત્રીએ કેવળજ્ઞાન મેળવ્યું અને દેહનો ત્યાગ કરી અમર બની ગયા અને મોક્ષે સિધાવ્યા...! બાળકો : ૧. આરાધનાના સંસ્કાર હોય તો ગમે તેટલા ભોગવિલાસ હોય છતાં વૈરાગ્ય થાય દીક્ષા લેવાની ઈચ્છા થાય.
૨. ગમે તેવું કષ્ટ કોઈ આપે છતાં તેની ઉપર દુર્ભાવ નફરત ન કરવી, ઉપકાર માનવા
დაუდგათდელfდედათა თუთადადწლflakთდროულდიდად დათოთხთდელი დუდუნდეთოთდეთ