Book Title: Tu Rangai Jane Rangma 03
Author(s): Purnanand Prakashan
Publisher: Purnanand Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ (૧૬). అలుపడడ పుడతలు ప్రతలు తలుపులు తలలు తమ తలలు తలలు ક્રોધ ન જુએ હિત - અહિત બાળ લેખકઃ શૈલી સંજીવકુમાર શાહ (ઉ.વ.-૧૨) શ્રીનગર, ઈડર એક રાજા હતો. તે પોતાના સૈન્ય સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. તે દોડવા હરણને નિશાન બનાવી તેનો શિકાર કરવા તેની પાછળ લાગ્યો. તે તેના સૈન્યથી વિખૂટો પડી ગયો. થોડે આગળ જતાં હરણ અદશ્ય થઈ ગયું. રાજા ખૂબ થાકી ગયો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. પાણીની શોધ માટે ખૂબ ફર્યા, ફરતાં ફરતાં એક ઝાડની બાજુમાં પાણીની નીક વહેતી હતી તે દેખાઈ. રાજા આનંદિત થયો. પાણી લેવા માટે તેની પાસે કાંઈ ન હતું. તેથી ઝાડ પરનું પાન તોડી તેનું પડિયું બનાવ્યું. રાજા તેમાં પાણી ભરીને જેવો પીવા ગયો તરત જ એક પક્ષીએ ઊડતા આવી રાજાને ઝાપટ મારી હાથમાંથી તે પંડિયું નીચે પાડી દીધું. રાજાને નવાઈ લાગી છતાં વિચાર્યું, પક્ષી ઊડતાં ઊડતાં અથડાયું હશે. તે ફરીવાર પડિયું બનાવી પાણી ભરી પીવા ગયો તો પંખીએ પાણી ફરી ઢોળી નાખ્યું. આમ બે-ચાર વખત બન્યું. રાજાને તરસ લાગી છે. પાણી હાજર છે, પાણી મોં સુધી રાજા લઈ જાય છે પણ પક્ષી પાણી પીવા દેતું નથી, આથી રાજાને ખૂબ ગુસ્સો ચડ્યો. પોતાનું થતું કાર્ય કોઈ અટકાવે તો ગુસ્સો કરવો સહજ છે. ક્રોધાવેશમાં વગર વિચારે ગમે તે નિર્ણય વ્યક્તિ લઈ લે છે, રાજાએ પણ તલવાર લીધી અને નક્કી કર્યું કે હવે જો પંખી પાણી ઢોળે તો તરત જ તેને એક ઝાટકે મારી નાખ્યું. આ વખતે જેવું પંખીએ પાણી ઢોળ્યું, રાજાનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો હતો, તેથી તરત જ રાજાએ તે પંખીને તલવારથી મારી નાખ્યું અને હાશ અનુભવી. ‘હવે શાંતિથી પાણી પીવાશે એમ વિચારી પડિયામાં ફરી પાણી ભર્યું. એટલામાં ત્યાં રાજાના સૈનિકો આવી ચઢ્યા. તેમણે રાજાને કહ્યું કે “હે રાજન્ તમે એ ગંદું પાણી મૂકીને અમે લાવ્યા છીએ તે શુદ્ધ મીઠું પાણી પીઓ. રાજાએ પાણી પીને તેની તરસ શાંત કરી. ગુસ્સો પણ શાંત થયો. સૈન્ય પણ મળી ગયું.” રાજાએ એ પાણીનું ઉદ્ગમ સ્થાન શોધવાનું વિચાર્યું. પાણી આવતું હતું તે માર્ગે રાજા આગળ ગયો. દૂરથી પાણીનું ઉદ્ગમ સ્થાન જોતાં જ રાજા ચમકી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને ખ્યાલ આવ્યો કે નીકમાં આ પાણી નહીં, પણ મોટા અજગરના મોમાંથી નીકળતી ઝેરી લાળ આવે છે. જો તે ને હું પાણી સમજીને પી ગયો હોત તો હું મરી ગયો હોત. હવે રાજાને ખૂબ પસ્તાવો થયો. રાજાને ભાન થયું કે પંખી ઉપકારી હતું, મારો જીવ બચાવવા માટે પંખીએ પોતાનો જીવ ગુમાવ્યો. ખરેખર મેં ગુસ્સામાં આવીને વગર વિચાર્યે આ ખરાબ કામ કર્યું છે. આ જે મે ગુસ્સામાં ને ગુસ્સામાં મારા પરોપકારીનો જીવ હણ્યો છે. ખરેખર, આ ગુસ્સો ખૂબ ખરાબ વસ્તુ છે બસ આજથી નિયમ લઉં છું કે હવે, ગુસ્સો, ક્રોધ કરવો નહિ, પૂરતી તપાસ કર્યા વિના વગર વિચાર્યે કોઈ નિર્ણય ન કરવો. આમ પસ્તાવા સાથે વિચાર કરતો કરતો રાજા સૈન્યને લઈને પોતાના રાજ્યમાં જાય છે. બાળકો ઃ ૧. કોઈને પણ નુકશાન થતું હોય તે ખબર પડે તો... તે નુકશાન નિર્દોષભાવે પક્ષીની જેમ અટકાવવા પ્રયત્ન કરવો. ૨. આપણા કાર્યમાં કોઈપણ વ્યક્તિ બાધક બનતો હોય તો... તેનું કારણ શોધવું ફોગટનો ગુસ્સો કરવો નહિ. ૩. આપણા ઉપકારીનો ક્યારેય અપકાર ન કરવો... કદાચ ભૂલથી થઈ જાય તો.... ભારે પશ્ચાતાપ પૂર્વક તેની ક્ષમા માંગવી. • თორთლოთდეთოთლსთორთოდოდეთოდთოთ თითო თითო თითო თითო-თითოთ თოთოთ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20