Book Title: Tu Rangai Jane Rangma 03 Author(s): Purnanand Prakashan Publisher: Purnanand Prakashan View full book textPage 9
________________ (૬) అంతా పడుకుడు పడడమడమ తల్లులు ముందు ముందుకు కుతుబలులతో తపతపతపతప ముడులు સનકુમાર ચક્રવર્તી પ્રથમ દેવલોકના માલિક સૌધર્મેન્દ્ર જે દેવોની સભા ભરીને બેઠા હતા. અલક - મલકની વાતો ચાલતી હતી. તેમાં રૂપ-સુંદરતાની વાત ચાલી ત્યારે ઇન્દ્ર રૂપની પ્રશંસા કરતા દેવોને કહ્યું, “આ જગતમાં સનસ્કુમાર ચક્રવર્તી જેવું રૂપ અને કાંતિ દેવ કે મનુષ્ય ભવમાં કોઈની નથી.” દેવોને વૈક્રિય શરીર હોય સુંદર લાલિત્ય હોય, રૂપ – રૂપના અંબાર હોય, દેવની સામે મનુષ્ય કયાં આવે ? છતાં આ ઈન્દ્ર એ મનુષ્યના રૂપની પ્રશંસા કરે છે. દેવ સભામાં બેઠેલા વિજય અને વિજયંત નામના બે દેવમિત્રો ઇન્દ્રની વાત સાંભળતાં તેના રૂપની પરીક્ષા અને દર્શન કરવા પૃથ્વી લોક પર આવ્યા. સનસ્કુમારનું રૂપ જોવા બ્રાહ્મણનું રૂપ લઈ રાજમહેલમાં પહોંચ્યા. સનકુમાર તે વખતે સ્નાનની તૈયારી કરતા હતા. અજાણ્યા ભૂદેવજીને વિનયપૂર્વક પ્રણામ કરી પૂછ્યું, “ભૂદેવજી ! કેમ પધારવાનું થયું ? બ્રાહ્મણોએ કહ્યું. ‘દૂર દેશાંતરથી આવીએ છીએ. આપના રૂપનાં વખાણ સાંભળ્યાં હતાં. તેથી કેટલાય માઈલોનો પથ ખેડી આપનું રૂપ જોવા આવ્યા છીએ. પોતાની પ્રશંસા સાંભળી અભિમાન થવું તે માનવની પ્રકૃતિ છે. સનકુમાર મનમાં ફેલાય છે. મારા રૂપની વાતો ક્યાં ક્યાં સુધી પહોંચી છે. - સનકુમારે કહ્યું “ભૂદેવજી ! મારું ખરું રૂપ જોવું હોય તો તમે રાજસભામાં પધારજો. વસ્ત્ર આભૂષણથી અલંકૃત મારું રૂ૫ ઝગારા મારશે.' બ્રાહ્મણો સારું કહી નીકળ્યા. રાજસભામાં સનકુમાર ચક્રી રાજગાદી ઉપર શોભી રહ્યા છે. રત્નના અલંકારો અને જરીયનનાં વસ્ત્રો પહેર્યા છે. રૂપ જોવા પરદેશી બ્રાહ્મણો આવવાના છે, તૈયારી પણ સારી છે. રાજ સભામાં બ્રાહ્મણોએ પ્રવેશ લીધો, ‘સનકુમારને જોયો. સનસ્કુમારે ગર્વથી દેવોને પૂછયું' હે ભૂદેવો ! સ્નાનાગારમાં તમે મને જોયો હતો, તેના કરતાં અત્યારે હું કેટલો સુંદર દેખાઉ છું? બ્રાહ્મણોએ માથું ધુણાવ્યું અને બોલ્યા, ‘મહારાજ ! તે રૂપ તો આપનું ગયું. અત્યારે તો આપ નિસ્તેજ જણાવો છો. અત્યારે તો આપનું શરીર મહાવ્યાધીમય બની ગયું છે. સોળ રોગ એક સાથે પેદા થઈ ગયા છે. આપના ઘૂંક ઉપર માખી બેસે તો પણ મરી જશે. સનકુમાર ઘૂંકદાનીમાં થૂકે છે. તેની ઉપર માખી બેસતાં જ મરી જાય છે, સનસ્કુમારે કહ્યું ‘ભૂદેવજી ! બાહ્ય શરીરનો હજુ મારું એવું જ છે. છતાં મહારોગ - ઉત્પત્તિની આપને શી ખબર પડી ? દેવોએ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કહ્યું કે... ઇન્દ્રની પ્રશંસાથી અમે તમારું રૂપ નીરખવા અહીં આવ્યા હતા પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી. રાજા વિચારે ચઢ્યો... “મારા રૂપને મારા અભિમાને જ હયું છે. હું મૂર્ખ છું કે અનિત્યદેહમાં ભાન ભૂલ્યો... શરીરને ગમે તેટલું પંપાળો તો પણ તે કર્માધીન છે.જ્યારે સડી જાય કહેવાય નહિ.' એમ વિચારતા ચક્રીને વૈરાગ્ય ભાવના જાગ્રત થઈ અને વિનયધર મુનિ પાસે ચારિત્ર લીધું. સોળ-સોળ મહારોગો ઘેરી વર્યા છે, જેવું સુંદર શરીર હતું તેટલું જ કદરૂપું શરીર બની ગયું. કાયા દુર્ગંધમય બની છતાં કોઈ ચિકિત્સા ન કરાવી. દેવો અને વૈદ્યો એ દવા માટે વારંવાર રજા માગવા છતાં અનુજ્ઞા આપતા નથી. સમભાવે રોગને સહન કરે છે. છઠના પારણે છઠનો તપ કરે છે. તેના પ્રભાવે અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પેલા બે દેવો વૈદ્યના રૂપે ગ્લાનમુનિ પાસે આવી રોગ ઉપચાર માટે વિનંતી કરે છે. સનત મુનિ કહે છે, “મારે તો આત્માને લાગેલા કર્મનો ભાવ રોગ દૂર કરવો છે. શરીરના રોગની કોઈ ચિંતા નથી, તેમ કહી પોતાની કુષ્ઠમય ટચલી આંગળી મોઢામાં નાખી બહાર કાઢી તો આંગળી સુવર્ણ રૂપી બની ગઈ હતી. દેવોને લાગ્યું કે... રોગને હરાવવા માટે પોતાની પાસે લબ્ધિ હોવા છતાં શરીર ઉપર નિર્મોહ દશા કેટલી ઉત્તમ છે! મુનિને વંદન કરી પોતાનું સ્વરૂપ જણાવી બંને દેવો પોતાના સ્થાને ગયા. સનતમુનિ એક લાખ વર્ષનું સંયમ પાળી ત્રીજા દેવલોકમાં સિધાવ્યા. બાળકો : ૧. તમોને રૂપ-બુદ્ધિ-શક્તિ મળી હોય બધું જ નાશવંત છે. તો તેનું ક્યારેય અભિમાન ન કરવું. ૨. તપ - સંયમ કરવાથી અનેક લબ્ધિઓ ઉત્પન્ન થાય છે. for com (Editor) TET?LYr ke'r door more momorro mજા(1) (lott geomov 7t Prototy), g:Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20