Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 8
________________ કેટલાક અભિપ્રાય ‘સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ સાચવી રાખી છે. તેના અગ્રલેખે ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે. – રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા અભ્યાસપૂર્વક ખાયલા છે. -અરદેશર ફરામજી ખબરદાર ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત “સુવાસ' જેવા સમ્પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે. -માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે. એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે. -યુવક આ નવ ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામાં તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલી ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે. –ખેતીવાડી વિજ્ઞાન સુવાસ’નું રણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેને સંચાલકોને ધન્યવાદ છે . આ પદ્ધતિને બધાં સામયિકેવાળા સ્વીકાર કરે છે ?–અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. – ગુજરાતી તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્યપ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે. -ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે. – પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખે, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા “સાહિત્ય' માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે. -બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે. –સયાજી વિજય સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે. -તંત્રી-દેરીરાજ્ય સુવાસના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયોગ ટાગેર સિવાય ક્યાંય નથી અનુભવ્યો. -બ. મ. પરીખ સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે 1 – વિપ્રિય અમારું આખું કુટુંબ “સુવાસ ખૂબ વાંચે છે. અમારે ત્યાં ગુજરાતનાં ઘણું પત્ર આવે છે, પણ તેમાં. શિષ્ટ સાહિત્ય તે “સુવાસ” જ આપે છે. –કિ. આલિયા જોશી વિચાર અને સાહિત્યસમૃદ્ધ સુંદર માસિક પ્રત્યેક માસે અવનવી, વિધવિધ અને દરેકની સુચિ સતિષાય એવી સાહિત્ય અને વિચાર-સામગ્રી પીરસાય છે. અનાવિલ જગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56