________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ તેજ મહાભા ગણાય છે. જેમની અવિચલ વાણીવડે ભવ્ય પ્રાણીઓ દુરંત સંસારમાં દારૂણ દુ:ખોને તરી જાય છે. એવા નિષ્કામ માર્ગમાં વર્તનાર મહાત્માઓનું અનુકરણ કરવા કોઈ મહાત્મા કટીબદ્ધ થાય તો તે અસ્થાને ગણાય નહીં. કારણકે જ્ઞાનશક્તિને અનુસારે પિતાના ઉગારે જાહેરમાં મૂકવા. જેથી તે વિચારે કેમાં ઉત્તરોત્તર મહાન ઉપકારક થઈ પડે છે. માટે સજજનોએ ઉપકાર કરવાની વૃત્તિને કોઈપણ સમયે વિસ્મરવી જોઈતી નથી. “ જેમકે रत्नाकरः किं कुरुते स्वरत्न-विन्ध्याचलः किं करिभिः करोति। श्रीखण्डखण्डैर्मलयाचलःकि, परोपकाराय सतां विभूतयः॥१॥ पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः। पयोमुचाम्भः क्वचिदस्ति पास्य,परोपकाराय सतां विभूतयः॥२॥
અર્થ–આ જગની અંદર અનેક રનોનો આધાર સમુદ્ર ગણાય છે, છતાં તે પોતાનાં રત્નોનો પિતે કંઈ પણ ઉપભોગ કરતા નથી. માત્ર પિતાની સમૃદ્ધિ વડે અન્યજનોને સંતુષ્ટ કરે છે. તેમજ વિધ્યાચલમાં અનેક પ્રકારના અમૂલ્ય હસ્તીઓ રહેલા છે. તેમાં પોતાને કોઇપણ સ્વાર્થ તેને રહેલું નથી. અને શ્રીખંડચંદનના કાઠેવડે મલયાચલને કોઈપણ સ્વાર્થ નથી. માત્ર પરોપકારને માટે જ તેઓ રહેલાં છે. વળી સ્વાદિષ્ટ જલપ્રવાહને વહન કરતી નદીઓ પોતે કોઈપણ સમયે તેનું પાન કરતી નથી તેમજ ઈદનભેદન અને આતપાદિકદુઃખાને સહન કરતાં વૃક્ષ સ્વાદિષ્ટએવાં ફલોનો પોતે સ્વાદ લેતાનથી તેમજ પરોપકારમાંરસિક એવો મેઘરાજા અનર્ગલ જળ વરસાવે છે, છતાં કોઈ પણ સમયે પોતે તેનું પાન કરતો નથી, માત્ર આ એક તેમના પરોપકારની જ નિશાની છે. સજજનો ! આવા અજ્ઞાત સરખા પ્રાણીઓ પણ કેવો ઉપકાર કરી રહ્યા છે ? તો ઉત્તમ માનવભવ તેમજ જ્ઞાનશક્તિ પામીને તે માર્ગને આપણે કેમ ભૂલવો જોઈએ! વળી જેમની કૃતિરૂપ નૌકાનો આશ્રય લઈ ભવ્યપ્રાણુઓ સંસારસમુદ્રને ગોષ્પદસમાન તરી જાય છે એવા પૂર્વા
For Private And Personal Use Only