________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેળવીને નીતિમાર્ગને પ્રસાર કરે છે. એમ ભિન્નભિન્ન પ્રકારના ઉપકાર હોઈ શકે છે, પરંતુ હંમેશાં પરોપકાર કરવામાં જેમની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષ તો આ દુનીયામાં કઈક વિરલા હોય છે. કે જેમના અબાધિત વચનામૃતનું પાન કરી ત્રકાલમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષયપણે દીપી રહે છે. આવા પરોપકારી આચાયો આ દુનીયામાં અમરજ ગણાય છે. અહો ! લેકોપકારી અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા સત્પષનો આવો સ્વભાવ હોય કેमूले भुजङ्गैः शिखरे विहङ्गैः, शाखा प्लवङ्गैः कुसुमानि भृङ्गैः। आश्चर्यमेतत्खलु चन्दनस्य, परोपकाराय सतां विभूतयः ॥१॥
અર્થઅહો ! ચંદનવૃક્ષની સ્થિતિમાં કોઈપણ માનવના હૃદયમાં આશ્ચર્ય થયા વિના રહેતેમ નથી. કારણ કે જેના મૂળભાગમાં ઠંડકને લીધે ભુજંગે વીંટાવળેલા હોય છે. તેમજ ઉપરના ભાગમાં પક્ષીઓના સમુદાય કોલાહલ કરી મૂકે છે. શાખાઓમાં વાનરાઓને વિશ્રાંતિ મળે છે અને ગુંજારવ કરતાં બ્રમરાઓના ટોળાં જેના કુસુમેનો આસ્વાદલઈ સંતોષ માને છે. એટલું જ નહીં પરંતુ એના કાનો કેટલે સદુપયોગ થાય છે તે ભાગ્યેજ કાઈને અવિદિત હશે ? બધે સજજનોની સંપદાઓ હંમેશાં પરોપકારને માટે જ નિર્માયેલી હોય છે એ નિર્વિવાદ છે.”વળી આવા જનોપકારી મહામાએ તો ત્રણેકાળમાં વંદનીય છે.-“જેમકે—– दानाय लक्ष्मीः सुकृताय विद्या, चिन्ता परब्रह्मविनिश्चयाय। परोपकाराय वचांसि यस्य, वन्द्यस्त्रिलोकीतिलकःस एव ॥१॥
અર્થ–જે પુરૂષની લક્ષ્મી હંમેશાં દાનને માટે કલ્પાયેલી હોય, તેમજ સદ્વિદ્યાનો અભ્યાસ સુકૃતને માટે હોય પણ વાદવિવાદને માટે ન હાય, વળી પરબ્રહ્મ એટલે આત્મહત્ત્વના નિશ્ચયમાંજ જેની પ્રતિભાનો સદુપયોગ થતો હોય અને જેનો વાવિલાસ પરોપકારને માટેજ હંમેશાં વર્ત હોય તે પુરૂષજ ત્રણે લોકમાં તિલકસમાન ગણાય છે અને વંદનીય
For Private And Personal Use Only